એક માત્ર કોચ બન્યો ગૌતમ ગંભીર જેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા બે ICC ટ્રોફી જીતી

Home » Latest Update » એક માત્ર કોચ બન્યો ગૌતમ ગંભીર જેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા બે ICC ટ્રોફી જીતી
એક-માત્ર-કોચ-બન્યો-ગૌતમ-ગંભીર-જેના-નેતૃત્વમાં-ટીમ-ઇન્ડિયા-બે-icc-ટ્રોફી-જીતી

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News

Google News

એક માત્ર કોચ બન્યો ગૌતમ ગંભીર જેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા બે ICC ટ્રોફી જીતી 1 - image

Image Source: Twitter

Gautam Gambhir: ટીમ ઇન્ડિયાએ કુલ 8 વાર ICC ટ્રોફી જીતી છે, જેમાંથી એક ટ્રોફી શેર થઈ છે. બે વનડે વર્લ્ડ કપ, 3 ચેમ્પિયન્સ ટ્રોફી અને 3 ટી20 વર્લ્ડ કપ ભારતીય પુરુષ ટીમના કેબિનેટમાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ભારતીય ટીમે અડધા ડઝનથી વધુ ICC ટ્રોફી જીતી છે, પરંતુ ગૌતમ ગંભીર એકમાત્ર એવા કોચ છે જેની કોચિંગ હેઠળ ભારતે માત્ર એક જ નહીં, પરંતુ બે ICC ટ્રોફી જીતી છે. આમ ગૌતમ ગંભીરે ઇતિહાસ રચી દીધો છે.

કોચ નહીં જાદૂગર છે ગંભીર

ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના કોચ નહીં, પરંતુ જાદૂગર છે. જો ટેસ્ટ ફોર્મેટને છોડી દઈએ તો વ્હાઇટ બોલ ક્રિકેટમાં તેનાથી શ્રેષ્ઠ કોચ ભારતને કદાચ નથી મળ્યો. છેલ્લા 13-14 મહિનામાં ગૌતમ ગંભીરે બે વાર ટીમ ઇન્ડિયાને ICC ટ્રોફી અપાવી છે. તે પણ બે અલગ-અલગ કૅપ્ટન સાથે. ભારતે રોહિત શર્માની કૅપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને હવે સૂર્યકુમાર યાદવની કૅપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીત્યો છે.

આ પણ વાંચો: જેને ખોટો સિક્કો સમજ્યો એ જ તુરુપનો એક્કો નીકળ્યો, ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનો ફાળો

વર્ષ 1983માં ભારત વર્લ્ડ કપ વિજેતા બન્યું હતું, પરંતુ તે સમયે ટીમના કોચ નહીં, પરંતુ મેનેજર પીઆર માન સિંહ હતા. ત્યારબાદ ભારતે વર્ષ 2002માં શ્રીલંકા સાથે ICC ટ્રોફી શેર કરી હતી. તે સમયે ટીમના કોચ જોન રાઇટ હતા. વર્ષ 2007માં ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે કોચ લાલચંદ રાજપૂત હતા. વર્ષ 2011માં ભારતે ફરીથી વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે કોચ ગેરી કર્સ્ટન હતા.

એક માત્ર કોચ બન્યો ગંભીર જેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા બે ICC ટ્રોફી જીતી 

2013માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી. તે સમયે ડંકન ફ્લેચર ટીમ ઇન્ડિયાના કોચ હતા. ત્યારબાદ 2024માં ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની હતી. તે સમયે રાહુલ દ્રવિડ હેડ કોચ હતા. ટીમ ઇન્ડિયાએ 2025માં ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને હવે પણ ગૌતમ ગંભીરના જ કોચિંગ હેઠળ જ 2026માં T20 વર્લ્ડ કપ પણ જીત્યો છે. આમ ગૌતમ ગંભીર ભારતને બે ICC ટ્રોફી જીતાડનાર પ્રથમ અને એકમાત્ર કોચ છે. 

Leave a Reply

Your email address will not be published.