Updated: Mar 9th, 2026
GS TEAM

India vs New Zealand T20 World Cup 2026 Final : હિસ્ટ્રી ‘રિપીટ’ કરેંગે…હિસ્ટ્રી ‘ડિફીટ’ કરેંગે…. T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું. ભારતે T20 વર્લ્ડ કપ સતત બીજી વખત જીતતા ન્યૂઝીલૅન્ડને સાવ એકતરફી ફાઇનલમાં 96 રનથી પરાજય આપ્યો હતો. આમ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ પોતાની પાસે જ રાખ્યો. સૂર્યકુમાર યાદવની કૅપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે રૅકોર્ડ ત્રીજી વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી. આ ટીમમાં ભારતના એ ‘નવરત્ન’ પણ છુપાયેલા છે, જેમણે ટીમ ઇન્ડિયાને બે વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવી. આ લિસ્ટમાં 3 ગુજરાતી પણ સામેલ છે. ચાલો તમને બે વાર T20 વર્લ્ડ કપ જીતનારા ભારતીય ખેલાડીઓના નામ જણાવીએ.
1. સૂર્યકુમાર યાદવ
T20 વર્લ્ડ કપ 2026માં પોતાની કૅપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવનાર સૂર્યકુમાર યાદવ 2024ના T20 વર્લ્ડ કપમાં પણ ટીમનો હિસ્સો હતો. રોહિત શર્માના નેતૃત્વમાં સૂર્યાએ ટુર્નામેન્ટમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
2. જસપ્રીત બુમરાહ
T20 વર્લ્ડ કપ 2024 બાદ જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડ કપ 2026માં પણ ટીમ ઇન્ડિયાના ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બુમરાહે ન્યૂઝીલૅન્ડ સામેની ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરતાં માત્ર 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
3. શિવમ દુબે
શિવમ દુબે પણ એ ભારતીય ખેલાડીઓમાં સામેલ છે જેઓ સતત બીજી વખત ચેમ્પિયન ટીમનો હિસ્સો બન્યા છે. શિવમે T20 વર્લ્ડ કપમાં બેટ અને બોલ બંનેથી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
4. હાર્દિક પંડ્યા
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં પોતાની બોલિંગથી ભારતીય ટીમને ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા પણ હવે બે વાર T20 વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવનાર ખેલાડી બની ગયો છે.
5. અક્ષર પટેલ
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ એ જ ભારતીય ખેલાડીઓમાંના એક છે જેમણે બે વાર T20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. અક્ષર પટેલ ટીમ ઇન્ડિયાના 2024 અને 2026 વર્લ્ડ કપ ચેમ્પિયનનો ભાગ રહ્યા હતા.
6. અર્શદીપ સિંહ
અર્શદીપ સિંહે પણ પોતાની બોલિંગથી ટીમ ઇન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024 અને T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે આ ટ્રોફી બે વાર જીતી ચૂક્યો છે.
આ પણ વાંચો: જીતી ગયા ભાઈ જીતી ગયા : વર્લ્ડકપ ઘર આંગણે રહ્યો !!!
7. મોહમ્મદ સિરાજ
મોહમ્મદ સિરાજ પણ એવા ખેલાડીઓમાં સામેલ છે, જેમણે બે વાર T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે. સિરાજ T20 વર્લ્ડ કપ 2024 અને 2026માં ચેમ્પિયન ટીમોનો હિસ્સો રહ્યો છે.
8. સંજુ સેમસને T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પહેલા તે 2024માં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમનો પણ હિસ્સો હતો.
9. કુલદીપ યાદવ
કુલદીપ યાદવ પણ એ ખેલાડીઓમાંથી એક છે જેમણે બે વાર T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. જોકે T20 વર્લ્ડ કપ 2026માં તેને પ્લેઇંગ ઈલેવનમાં રમવાની તક નથી મળી.
આ પણ વાંચો: T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
ફાઇનલ મેચની સ્થિતિ શું રહી?
ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. રવિવારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલૅન્ડને 96 રનથી હરાવ્યું હતું. ભારતે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. ભારત ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બન્યો છે. ટીમ ઇન્ડિયાએ આપેલા 256 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતાં ન્યૂઝીલૅન્ડ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

Leave a Reply