ઢોંગી બાબા કે તુક્કામેન! ફાઇનલને લઈને મોહમ્મદ આમિરે ફરી કરી ભવિષ્યવાણી, નવજોત સિંહે આપી પ્રતિક્રિયા

Home » Latest Update » ઢોંગી બાબા કે તુક્કામેન! ફાઇનલને લઈને મોહમ્મદ આમિરે ફરી કરી ભવિષ્યવાણી, નવજોત સિંહે આપી પ્રતિક્રિયા
ઢોંગી-બાબા-કે-તુક્કામેન!-ફાઇનલને-લઈને-મોહમ્મદ-આમિરે-ફરી-કરી-ભવિષ્યવાણી,-નવજોત-સિંહે-આપી-પ્રતિક્રિયા

ઢોંગી બાબા કે તુક્કામેન! ફાઇનલને લઈને મોહમ્મદ આમિરે ફરી કરી ભવિષ્યવાણી, નવજોત સિંહે આપી પ્રતિક્રિયા

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News

Google News

ઢોંગી બાબા કે તુક્કામેન! ફાઇનલને લઈને મોહમ્મદ આમિરે ફરી કરી ભવિષ્યવાણી, નવજોત સિંહે આપી પ્રતિક્રિયા 1 - image

Mohammad Amir Trolled: ICC મેન્સ T20 વર્લ્ડકપ 2026ની ફાઇનલ આજે(8 માર્ચ) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાશે. ફાઇનલ મેચને લઈને પાકિસ્તાનમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર વિવાદાસ્પદ ભવિષ્યવાણીને લઈને ચર્ચામાં રહે છે, ત્યારે આમિરે ફાઈનલને લઈને ફરી એક વાર ભવિષ્યવાણી કરી છે. 

ફાઇનલને લઈને મોહમ્મદ આમિરે ફરી કરી ભવિષ્યવાણી

‘હસના મના હે’ શૉના હોસ્ટ તાબિશ હાશમી મોહમ્મદ આમિર, અહમદ શહબાઝ, રાશિદ લતીફથી પૂછી રહ્યા હતા કે, ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડમાંથી કોણ જીતશે. આ દરમિયાન હોસ્ટે પૂછ્યું કે, સમાચાર છે કે હાઈબ્રિડ પિચ બનાવવામાં આવી રહી છે. આમ, જે પણ ટીમ ટૉસ જીતશે તે પહેલા બોલિંગ કરશે. ભારત પહેલા બેટિંગ કે બોલિંગ કરશે તેવો સવાલ પૂછતાં આમિરે કહ્યું કે, ‘ન્યૂઝીલેન્ડ.’ જ્યારે રાશિદ લતીફ અને અહમદ શહબાઝે ઈન્ડિયા કહ્યું હતું. 

મોહમ્મદ આમિરે પોતાની દલીલ સમજાવતા કહ્યું કે, ‘બંને ટીમોની બેટિંગ સમાન છે, પરંતુ ન્યૂઝીલેન્ડની બોલિંગ વધુ સારી અને ફોર્મમાં છે. ભારતની બોલિંગમાં એકમાત્ર બુમરાહ ફોર્મમાં છે.’ આ જ શૉના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બીજો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જ્યાં મોહમ્મદ આમિરને ફરીથી પૂછવામાં આવ્યું હતું કે, વર્લ્ડકપ કોણ જીતશે. જેના જવાબમાં આમિરે કહ્યું કે, ‘ભારત જીતશે.’

ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ આમિરને તેની અગાઉની ભવિષ્યવાણીને લઈને ટ્રોલ કરવામાં આવ્યો છે. આ મામલે નવજોત સિંહ સિદ્ધુએ તેને “ઢોંગી બાબા” પણ કહ્યા હતા. આમિરે ભવિષ્યવાણી કરી હતી કે, ટીમ ઈન્ડિયાને સેમિફાઇનલમાં પહોંચવામાં મુશ્કેલી પડશે અને બાદમાં તેણે ઈંગ્લેન્ડની જીતની આગાહી કરી હતી.

આ પણ વાંચો: India vs New Zealand Final Live: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર, દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં મહામુકાબલો

Leave a Reply

Your email address will not be published.