IND vs NZ Final: આજે અમદાવાદમાં ઈતિહાસ રચશે ભારતનો આ ખેલાડી! ન્યૂઝીલેન્ડના બોલરોની ઊંઘ હરામ

Home » Latest Update » IND vs NZ Final: આજે અમદાવાદમાં ઈતિહાસ રચશે ભારતનો આ ખેલાડી! ન્યૂઝીલેન્ડના બોલરોની ઊંઘ હરામ
ind-vs-nz-final:-આજે-અમદાવાદમાં-ઈતિહાસ-રચશે-ભારતનો-આ-ખેલાડી!-ન્યૂઝીલેન્ડના-બોલરોની-ઊંઘ-હરામ

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News

Google News

IND vs NZ Final: આજે અમદાવાદમાં ઈતિહાસ રચશે ભારતનો આ ખેલાડી! ન્યૂઝીલેન્ડના બોલરોની ઊંઘ હરામ 1 - image

Ahmedabad News : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના આ મહામુકાબલામાં સૌની નજર એક એવા ખેલાડી પર છે જેણે આખા ટૂર્નામેન્ટમાં વિરોધી બોલરોની ઊંઘ હરામ કરી દીધી છે. ઈશાન કિશન પોતાની નિર્ભય બેટિંગ માટે જાણીતો ઈશાન આજે અમદાવાદના મેદાન પર ન્યુઝીલેન્ડ માટે સૌથી મોટો પડકાર સાબિત થઈ શકે છે.

વર્લ્ડ કપ 2026માં ઈશાન કિશનના ‘વિસ્ફોટક’ આંકડા

ટૂર્નામેન્ટમાં ઈશાનનું પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે કરોડરજ્જુ સમાન રહ્યું છે. તેના આંકડા જ તેની તાકાતની સાક્ષી પૂરે છે. કિશને કુલ 8 (8 ઇનિંગ્સ) રમી છે. જેમાં 263 રન બનાવ્યા છે. પાકિસ્તાન સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં રમેલી 77 રનની યાદગાર ઇનિંગ રમી છે. અત્યાર સુધી 29 ચોગ્ગા અને 14 ગગનચુંબી છગ્ગા ફટકારી ચૂક્યો છે. આ ઉપરાંત 2 શાનદાર ફિફ્ટી પણ ફટકારી છે. 

આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડના આ 3 ખેલાડી ગમે ત્યારે પલટી શકે છે બાજી! ટીમ ઈન્ડિયાએ રહેવું પડશે સાવધાન

સ્ટ્રાઈક રેટનો વિસ્ફોટ

ઈશાન કિશન માત્ર રન નથી બનાવી રહ્યો, પરંતુ લગભગ 190ના સ્ટ્રાઈક રેટથી બોલરોની લાઇન-લેન્થ બગાડી રહ્યો છે. કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યાએ તેના પર જે ભરોસો મૂક્યો છે, તેના પર તે 100 ટકા ખરો ઉતર્યો છે. ઈશાન ઓપનર તરીકે તોફાની શરૂઆત આપે જ છે, પરંતુ જરૂર પડ્યે નંબર-3 પર આવીને પણ ઇનિંગને સંભાળવાની ક્ષમતા ધરાવે છે.

ફાઈનલમાં કીવી બોલરો સામે સૌથી મોટો પડકાર

ન્યુઝીલેન્ડના કેમ્પમાં અત્યારે જો કોઈ એક બેટ્સમેનનો સૌથી વધુ ખોફ હોય તો તે ઈશાન કિશન છે. અમદાવાદની પીચ બેટ્સમેનોને અનુકૂળ રહેવાની શક્યતા છે, અને જો ઈશાન તેની લયમાં આવી ગયો, તો પાવરપ્લેમાં જ મેચ ન્યુઝીલેન્ડના હાથમાંથી છીનવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.