Updated: Mar 8th, 2026
GS TEAM

T20 World Cup 2026, Final Match Prize Money, India vs New Zealand : T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ આજે (8 માર્ચ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ટાઈટલ મુકાબલામાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને હશે. ન્યૂઝીલેન્ડે પહેલી સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું હતું. બીજી તરફ ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 7 રનથી હરાવીને ટાઈટલ મેચમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતીય ટીમ સતત બીજી વાર T20 વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડે અત્યાર સુધીમાં T20 વર્લ્ડ કપ જીત્યો નથી.
વિજેતા અને હારેલી ટીમને કેટલા રૂપિયા મળશે?
ટાઈટલ મેચ બાદ વિજેતા અને રનર-અપ ટીમો પર પૈસાનો વરસાદ થશે. અહેવાલ પ્રમાણે T20 વર્લ્ડ કપ 2026ની વિજેતા ટીમને 3 મિલિયન ડોલર (લગભગ 27.50 કરોડ રૂપિયા) મળશે. બીજી તરફ ફાઈનલ હારનારી ટીમ એટલે કે રનર-અપને 1.6 મિલિયન ડોલર (લગભગ 14.67 કરોડ રૂપિયા)ની પ્રાઈઝ મની મળશે.
સેમિફાઈનલમાં હારનારી ટીમોને પણ મળશે રૂપિયા
બીજી તરફ સેમિફાઈનલમાં હારનારી ટીમો ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને એક સમાન 0.79 મિલિયન ડોલર (લગભગ 7.24 કરોડ રૂપિયા) મળશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પ્રાઈઝ મનીને અલગ-અલગ સ્ટેજ હિસાબે વહેંચી છે, જેથી બધી ટીમોને ફાયદો મળી શકે. 5માં થી 12માં સ્થઆન સુધીની ટીમોને એક સમાન 0.38 મિલિયન ડોલર (સગભગ 3.48 કરોડ રૂપિયા) મળશે. બીજી તરફ 13માં થી 20માં ક્રમે રહેલી ટીમો માટે એક સમાન 0.25 મિલિયન ડોલર (લગભગ 2.29 કરોડ રૂપિયા)ની પ્રાઈઝ મની મળશે.
આ પણ વાંચો : ક્રિકેટના 254 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર: આ બોલરે 5 બોલમાં 5 વિકેટ ઝડપી રચ્યો વર્લ્ડ રેકોર્ડ!
ICC વહેંચી રહી રેકોર્ડબ્રેક મની
ICCએ આ વખતે કુલ 13.5 મિલિયન ડોલર (લગભગ 123.77 કરોડ)નો પ્રાઈઝ પુલ રાખ્યો છે, જે 2024ના T20 વર્લ્ડ કપની તુલનામાં લગભગ 20% વધુ છે. ગન T20 વર્લ્ડ કપમાં ICCએ 11.25 મિલિયન ડોલરનું વિતરણ કર્યું હતું. વિજેતા ભારતીય ટીમને2.45 મિલિયન ડોલર અને રનર-અપ દક્ષિણ આફ્રિકાને 1.28 મિલિયન ડોલરની બમ્પર પ્રાઈઝ મની મળી હતી.
એ સ્પષ્ટ છે કે, T20 ક્રિકેટની લોકપ્રિયતા અને આ ટુર્નામેન્ટની કમર્શિયલ વેલ્યૂ સતત વધી રહી છે. T20 વર્લ્ડ કપ માત્ર ક્રિકેટના રોમાંચનો મંચ નથી, પરંતુ તેમાં ભાગ લેતી ટીમો માટે આર્થિક રીતે પણ મોટો મંચ બની ચૂક્યો છે. વધતી જતી પ્રાઈઝ મની એ દર્શાવે છે કે T20 ક્રિકેટનું વૈશ્વિક બજાર સતત મજબૂત થઈ રહ્યું છે અને આગામી વર્ષોમાં આ ટુર્નામેન્ટ વધુ પ્રભાવશાળી બની શકે છે.
T20 વર્લ્ડ કપ 2026ની પ્રાઈઝ મની
- વિજેતા : લગભગ 27.50 કરોડ
- રનર અપ : લગભગ 14.67 કરોડ
- સોમિફાઈનલમાં હારનારી ટીમો : લગભગ 7.24 કરોડ
- 13માંથી 20માં સ્થાન પર આવનારી ટીમો : લગભગ 2.29 કરોડ
આ પણ વાંચો : ‘મને બચાવી લો…’, ભારતમાં ફસાયેલા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રોનાલ્ડો પાસે માગી મદદ!

Leave a Reply