T20 વર્લ્ડકપ જીત્યો, હવે નિવૃત્તિ લેશે ભારતનો સ્ટાર પ્લેયર? મેચ બાદ આપ્યો જવાબ

Home » Latest Update » T20 વર્લ્ડકપ જીત્યો, હવે નિવૃત્તિ લેશે ભારતનો સ્ટાર પ્લેયર? મેચ બાદ આપ્યો જવાબ
t20-વર્લ્ડકપ-જીત્યો,-હવે-નિવૃત્તિ-લેશે-ભારતનો-સ્ટાર-પ્લેયર?-મેચ-બાદ-આપ્યો-જવાબ

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News

Google News

T20 વર્લ્ડકપ જીત્યો, હવે નિવૃત્તિ લેશે ભારતનો સ્ટાર પ્લેયર? મેચ બાદ આપ્યો જવાબ 1 - image

Suryakumar Yadav On Retirement: T20 વર્લ્ડ કપ 2026નો ચેમ્પિયન મળી ચૂક્યો છે. ટીમ ઈન્ડિયાએ 8 માર્ચે ટાઈટલ મેચમાં એકતરફા અંદાજમાં બાજી મારી લીધી. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ પહેલા 255 રન બનાવ્યા અને પછી ન્યૂઝીલેન્ડને 159 રનમાં ઓલઆઉટ કરીને 96 રનથી જીત સાથે ખિતાબ પોતાના નામે કરી લીધો. ભારત ત્રીજી વાર આ ટૂર્નામેન્ટનું ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2007 અને 2024માં ટીમ ચેમ્પિયન બની હતી. સૂર્યકુમાર યાદવ ટીમને T20 વર્લ્ડ કપ જીતાડનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. તેમના પહેલા એમએસ ધોની અને રોહિત શર્મા આ કમાલ કરી ચૂક્યા હતા.

T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલાં જ એવી અટકળો ચાલી રહી હતી કે, કદાચ આ T20 વર્લ્ડ કપ સૂર્યકુમાર યાદવના કરિયરનો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. જો ટીમ ચેમ્પિયન બને તો 35 વર્ષીય ખેલાડી સૂર્યા રોહિત શર્માની જેમ નિવૃત્તિ લઈ શકે છે, પરંતુ એવું નથી થવાનું. ટીમને ટ્રોફી અપાવ્યા બાદ સૂર્યાએ પોતાનો ફ્યૂચર પ્લાન જણાવ્યો છે. તેણે સંન્યાસના સવાલ પર ખુલીને જવાબ આપ્યો અને સ્પષ્ટ કરી દીધું છે કે, ‘હું હજુ પણ ક્રિકેટ રમવા માગુ છું.’

નિવૃત્તિના સવાલ પર શું બોલ્યો કેપ્ટન સૂર્યા?

ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક પ્રેસ કોન્ફરન્સ યોજી, જ્યાં તેણે નિવૃત્તિ અંગે ઉઠી રહેલા સવાલ પર રમૂજી જવાબો આપ્યા. મેચ બાદ સૂર્યાએ કહ્યું કે, ‘જ્યારે બધું આટલું સારું ચાલી રહ્યું છે, તો નિવૃત્તિ વિશે વિચારવાની શું જરૂર છે?’

સૂર્યકુમાર યાદવનો ફ્યૂચર પ્લાન શું છે?

સૂર્યકુમાર યાદવે પોતાના ફ્યૂચર પ્લાનનો પણ ખુલાસો કર્યો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે પોતાની ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરી અને કહ્યું કે, હવે મારી નજર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર છે. આટલું જ નહીં તેની નજર T20 વર્લ્ડ કપ 2028 પર પણ છે. સૂર્યાએ સંકેત આપ્યો કે તે હજુ ઓછામાં ઓછા બે વર્ષ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા  માગે છે. T20 વર્લ્ડ કપની આગામી એડિશન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાશે.

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાના એ ‘નવરત્ન’, જેમણે બે-બે વખત ભારતને જીતાડ્યો T20 વર્લ્ડકપ! લિસ્ટમાં 3 ગુજરાતી

T20 વર્લ્ડ કપ 2026માં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન

સૂર્યકુમાર યાદવ માટે T20 વર્લ્ડ કપ 2026 કેપ્ટન તરીકે ખૂબ જ ખાસ રહ્યો. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ માત્ર એક જ મેચ ગુમાવીને ટાઈટલ જીત્યું. સુપર 8માં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે હારી ગઈ હતી, બાકી તો ટીમ પોતાની તમામ મેચ જીતવામાં સફળ રહી. સૂર્યાનું બેટિંગમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, તેણે નવ મેચમાં 242 રન બનાવ્યા હતા. તેની બેસ્ટ ઈનિંગ અમેરિકા સામેની પહેલી જ મેચમાં આવી હતી, જ્યારે તેણે અણનમ 84 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેની બેટથી એક પણ અસરકારક ઈનિંગ નહોતી આવી. ફાઈનલમાં સૂર્યા પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.