T20 World Cup Final : સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફિફ્ટી, કોહલી-આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી

Home » Latest Update » T20 World Cup Final : સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફિફ્ટી, કોહલી-આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી
t20-world-cup-final-:-સંજૂ-સેમસને-વર્લ્ડકપમાં-ફટકારી-હેટ્રિક-ફિફ્ટી,-કોહલી-આફ્રિદીના-રેકોર્ડની-બરાબરી-કરી

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News

Google News

T20 World Cup Final : સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફિફ્ટી, કોહલી-આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી 1 - image

T20 World Cup Most Fiftie Record, Sanju Samson : ભારતના વિસ્ફોટક બેટર સંજૂ સેમસને ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચમાં શાનદાર બેટિંગ કરતા ઈતિહાસ રચી દીધો છે. સેમસને આ ટૂર્નામેન્ટમાં સતત ત્રણ ફિફ્ટી ફટકારીને વિરાટ કોહલી અને પાકિસ્તાની બેટર શાહિદ આફ્રિદી જેવા દિગ્ગજોના ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. સેમસને આ મેચમાં અડધી સદી ફટકારીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સેમીફાઈનલ અને ફાઈનલમાં અડધી સદીનો રેકોર્ડ

ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં એક જ એડિશનની સેમીફાઈનલ અને ફાઈનલ એમ બંને મહત્વની મેચોમાં 50 કે તેથી વધુ રન બનાવનાર બેટર્સની યાદીમાં સંજૂ સેમસને સ્થાન મેળવ્યું છે. આ અગાઉ વર્ષ 2009માં શાહિદ આફ્રિદી અને વર્ષ 2014માં વિરાટ કોહલીએ આ કારનામું કર્યું હતું. હવે 2026માં સેમસને આ સિદ્ધિ મેળવીને દિગ્ગજોની ક્લબમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેકની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, 3 બેટરોના રેકોર્ડ બરાબરી કરી

સતત ત્રણ મેચમાં ફિફ્ટી ફટકારવાની સિદ્ધિ

સંજૂ સેમસને માત્ર સેમીફાઈનલ અને ફાઈનલ જ નહીં, પરંતુ તે પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામેની નિર્ણાયક મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. આમ, વર્લ્ડકપમાં સતત ત્રણ મેચમાં 50 પ્લસ સ્કોર કરનાર બેટર્સની યાદીમાં તે સામેલ થયો છે. આ યાદીમાં શ્રીલંકાના મહેલા જયવર્ધને (2010), વિરાટ કોહલી (2016-2021), બાબર આઝમ (2021) અને કેએલ રાહુલ (2021) જેવા ખેલાડીઓ અગાઉ સ્થાન મેળવી ચૂક્યા છે.

2026ના અન્ય રેકોર્ડ બ્રેકર ખેલાડીઓ

વર્ષ 2026ના આ ટી20 વર્લ્ડકપમાં માત્ર સંજૂ સેમસન જ નહીં, પરંતુ અન્ય બે વિદેશી ખેલાડીઓએ પણ સતત ત્રણ ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. શ્રીલંકાના બેટર કુસલ મેન્ડિસ અને પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન પણ આ ટૂર્નામેન્ટમાં સતત ત્રણ મેચમાં 50થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચો : World Cup History : કપિલ દેવથી રોહિત શર્મા સુધી: જાણો કયા કેપ્ટને ભારતને કેટલી ટ્રોફી અપાવી

Leave a Reply

Your email address will not be published.