T20 World Cup Record : સંજૂ-અભિષેકની દમદાર બેટિંગના કારણે ભારતે રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડકપની ફાઈનલમાં પાંચ મોટા રેકોર્ડ

Home » Latest Update » T20 World Cup Record : સંજૂ-અભિષેકની દમદાર બેટિંગના કારણે ભારતે રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડકપની ફાઈનલમાં પાંચ મોટા રેકોર્ડ
t20-world-cup-record-:-સંજૂ-અભિષેકની-દમદાર-બેટિંગના-કારણે-ભારતે-રચ્યો-ઈતિહાસ,-t20-વર્લ્ડકપની-ફાઈનલમાં-પાંચ-મોટા-રેકોર્ડ

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News

Google News

T20 World Cup Record : સંજૂ-અભિષેકની દમદાર બેટિંગના કારણે ભારતે રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડકપની ફાઈનલમાં પાંચ મોટા રેકોર્ડ 1 - image

T20 World Cup 2026 Final Record : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં અનેક રેકોર્ડ નોંધાયા છે. મેચમાં ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન નોંધાવ્યા છે, જે ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર છે. આ ઉપરાંત ફાઈનલ મેચમાં ટોચના ત્રણ બેટરોએ ફિફ્ટી ફટકારી હોય, તેવું ટી20 વર્લ્ડકપમાં પહેલીવાર બન્યું છે. અન્ય રેકોર્ડની વાત કરીએ તો એક જ ઓવરમાં ત્રણ વિકેટ પડી હોય તેવું પણ પહેલીવાર બન્યું છે.

ફાઈનલ મેચમાં અનેક રેકોર્ડ નોંધાયા

પહેલીવાર મોટો સ્કોર : ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન નોંધાવ્યો છે, જે અત્યાર સુધીની ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં સૌથી મોટો સ્કોર છે. અત્યાર સુધી કોઈપણ ટીમ આટલો મોટો સ્કોર નોંધાવી શકી નથી.

પહેલીવાર ત્રણ બેટરોની ફિફ્ટી : આજની મેચમાં સંજૂ સેમસને (Sanju Samson) 46 બોલમાં 5 ફોર અને 8 સિક્સ ફટકારીને 89 રન, અભિષેક શર્મા (Abhishek Sharma)એ 21 બોલમાં 6 ફોર અને 3 સિક્સ ફટકારી 52 રન જ્યારે ઈશાન કિશને (Ishan Kishan) 25 બોલમાં 4 ફોર અને 4 સિક્સ ફટકારી 54 રન નોંધાવ્યા છે, ત્યારે ટી20 વર્લ્ડકપ ઈતિહાસમાં અત્યાર સુધી કોઈપણ ટીમના ટોચના ત્રણ બેટરોએ બેટર ફટકારી શક્યા નથી. હવે આ રેકોર્ડ ભારતના નામે નોંધાયો છે.

આ પણ વાંચો : T20 World Cup Final : સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફિફ્ટી, કોહલી-આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી

ફાઈનલ મેચમાં 1 ઓવરમાં 3 વિકેટની પ્રથમ ઘટના : ભારત-ન્યૂઝીલેન્ડની ફાઈનલ મેચમાં એક જ ઓવરમાં ત્રણ વિકેટ પડી છે. ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચના રેકોર્ડ મુજબ અત્યાર સુધી કોઈપણ ટીમના ખેલાડીએ એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી નથી, ત્યારે ન્યૂઝીલેન્ડના બોલર જેમ્સ નીશમે (James Neesham) એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને આ કારનામું કરી બતાવ્યું છે. નીશમે 15 ઓવરમાં સંજૂ સેમસન, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને આઉટ કર્યા છે.

પ્રથમ વિકેટ માટે મોટી ભાગીદારી પણ એક રેકોર્ડ : અભિષેક શર્મા અને સંજૂ સેમસને 98 રનની ભાગીદારી કરી છે, જે ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચના ઈતિહાસમાં કોઈપણ આટલી મોટી ભાગીદારી કરી શક્યું નથી. અગાઉ કામરાન અકમલ અને શાહજાએબ હસને 2009માં શ્રીલંકુ વિરુદ્ધ 48 રનની ભાગીદારી કરી હતી.

પાવરપ્લેમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ : ફાઈનલ મેચમાં ઓપનિંગમાં આવેલા સંજૂ સેમસન અને અભિષેક શર્માએ વિસ્ફોટ બેટિંગ કરી હતી, જેના કારણે પાવરપ્લે એટલે છ ઓવરમાં સૌથી વધુ 92 રન ફટકારવાનો રેકોર્ડ નોંધાયો છે. અગાઉ 2024માં વેસ્ટ ઈન્ડિઝની ટીમે અફઘાનિસ્તાન વિરુદ્ધ પાવરપ્લેમાં એક વિકેટે 92 રન નોંધાવ્યા હતા.

આ પણ વાંચો : T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેકની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, 3 બેટરોના રેકોર્ડ બરાબરી કરી

Leave a Reply

Your email address will not be published.