VIDEO: વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ થયો ભાવુક, માટીને માથે લગાવી

Home » Latest Update » VIDEO: વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ થયો ભાવુક, માટીને માથે લગાવી
video:-વર્લ્ડ-કપ-જીત્યા-બાદ-કેપ્ટન-સૂર્યકુમાર-યાદવ-થયો-ભાવુક,-માટીને-માથે-લગાવી

Suryakumar Yadav gets Emotional: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતે ઐતિહાસિક જીત નોંધાવી છે. આ જીત બાદ મેદાન પર ઉત્સાહ અને જશ્નનો માહોલ હતો, પરંતુ આ દરમિયાન એક એવી ભાવુક ક્ષણ જોવા મળી જેણે કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ જીતની ખુશીમાં ભાવુક થઈ ગયા હતા અને તેમણે પિચની માટીને સ્પર્શીને તેને પોતાના માથે લગાવી હતી.

મેચ પૂરી થયા બાદ જ્યારે આખી ટીમ મેદાન પર દોડી આવી અને જીતની ઉજવણી કરી રહી હતી, ત્યારે સૂર્યકુમાર યાદવ થોડીવાર માટે શાંત થઈ ગયા હતા. તેઓ જે પિચ પર રમીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું, તે પિચ પાસે ગયા, નીચે નમીને માટીને સ્પર્શ કર્યો અને અત્યંત આદર સાથે તેને પોતાના માથા પર લગાવી. સૂર્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને ‘ક્રિકેટ પ્રત્યેનું અસલી સમર્પણ’ ગણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.