World Cup History : કપિલ દેવથી રોહિત શર્મા સુધી: જાણો કયા કેપ્ટને ભારતને કેટલી ટ્રોફી અપાવી

Home » Latest Update » World Cup History : કપિલ દેવથી રોહિત શર્મા સુધી: જાણો કયા કેપ્ટને ભારતને કેટલી ટ્રોફી અપાવી
world-cup-history-:-કપિલ-દેવથી-રોહિત-શર્મા-સુધી:-જાણો-કયા-કેપ્ટને-ભારતને-કેટલી-ટ્રોફી-અપાવી

World Cup History : ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1983માં કપિલ દેવની આગેવાનીમાં પહેલો વન ડે વર્લ્ડકપ જીતીને વિશ્વ મંચ પર પોતાની તાકાત બતાવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતે 2002માં શ્રીલંકા સાથે સંયુક્ત રીતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જોકે 2000 અને 2003ની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીના સુકાનીપદ હેઠળ ભારતીય ક્રિકેટનો સૌથી સફળ યુગ રહ્યો છે. જેમાં 2007નો પ્રથમ ટી-20 વર્લ્ડકપ, 2011નો વન ડે વર્લ્ડકપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી એમ ત્રણ મોટા આઈસીસી ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારત 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી પહોંચ્યું હતું.

હાલમાં રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર મજબૂત બનીને ઉભરી છે. વર્ષ 2024માં સાઉથ આફ્રિકાને હરાવીને ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ, તાજેતરમાં જ 2025માં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પણ પોતાના નામે કરી છે. આ જીત સાથે ભારતે અત્યાર સુધીમાં કુલ સાત આઈસીસી ટ્રોફીઓ મેળવી છે અને હવે આઠમી ટ્રોફી પર પોતાની નજર ટકાવી છે.

World Cup History : કપિલ દેવથી રોહિત શર્મા સુધી: જાણો કયા કેપ્ટને ભારતને કેટલી ટ્રોફી અપાવી 2 - image

1983 : કપિલ દેવની આગેવાનીમાં 1983ના વન ડે વર્લ્ડકપમાં પહેલીવખત ફાઈનલમાં પ્રવેશ મેળવતા ભારત 43 રનથી વિન્ડિઝને હરાવીને  લોડ્‌ર્ઝમાં ચેમ્પિયન બન્યું હતુ. મોહિન્દર અમરનાથને 26 રન ફટકારવાની સાથે 12 રનમાં ત્રણ વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારત 54.4 ઓવરમાં 183 (શ્રીકાંત 38, રોબટ્‌ર્સ 3/32), વિન્ડિઝ 52 ઓવરમાં 140 (રિચાડ્‌ર્સ 33, મોહિન્દર અમરનાથ-મદન લાલ 3-3 વિકેટ). 

World Cup History : કપિલ દેવથી રોહિત શર્મા સુધી: જાણો કયા કેપ્ટને ભારતને કેટલી ટ્રોફી અપાવી 3 - image

2000  : ગાંગુલીના નેતૃત્વ હેઠળની ટીમ આઇસીસી નોકઆઉટ ટુર્નામેન્ટ(હાલની ચેમ્પિયન્સ ટ્રોફી)ની ફાઈનલમાં ફ્‌લેમિંગની ન્યુઝીલેન્ડની ટીમ સામે સામે બે બોલ બાકી હતા, ત્યારે નૈરોબીમાં ચાર વિકેટથી હારી હતી. ભારત : 264/6 (ગાંગુલી 117, તેંડુલકર 69, સ્ટાયરિસ 2/53), ન્યુઝીલેન્ડ 49.4 ઓવરમાં 265/6  (પ્લેયર ઓફ ધ મેચ કેઈન્સ 102*, હેરિસ 46, વી. પ્રસાદ 3/27).

2002 : ગાંગુલીની ટીમ ઈન્ડિયા અને જયસુર્યાની શ્રીલંકાની ટીમ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ વરસાદના કારણે પુરી થઈ શકી નહતી. રિઝર્વ ડે પર પણ મેચ શરૂ થઈ હતી પણ અડધેથી વરસાદ ત્રાટક્યો હતો. આ કારણે મેચનું પરિણામ આવી શક્યું નહતુ. આખરે બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. 

2003 : ગાંગુલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને વન ડે વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 125 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા 359/2 (પ્લેયર ઓફ ધ મેચ પોન્ટિંગ 140*, માર્ટિન 88, હરભજન 2/49), ભારત 39.4 ઓવરમાં 234 (સેહવાગ 82, મેક્ગ્રા 3/52).

World Cup History : કપિલ દેવથી રોહિત શર્મા સુધી: જાણો કયા કેપ્ટને ભારતને કેટલી ટ્રોફી અપાવી 4 - image

2007 : ધોનીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે સૌપ્રથમ ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં આખરી ઓવરમાં પાકિસ્તાનને પાંચ રનથી હરાવી ટાઈટલ જીત્યું હતુ. ઈરફાન પઠાણ 16રનમાં ત્રણ વિકેટ ઝડપી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ભારત 157/5 (ગંભીર 75, ગુલ 3/28), પાકિસ્તાન 19.3 ઓવરમાં 152 (મિસ્બાહ 43, ઈરફાન-આરપી. સિંઘ 3-3 વિકેટ). 

2011 : ધોનીની આગેવાનીમાં ભારતે શ્રીલંકાને 10 બોલ બાકી હતા, ત્યારે છ વિકેટથી હરાવીને વન ડે વર્લ્ડકપ જીત્યો હતો. ધોનીને 79 બોલમાં 91* રન બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. શ્રીલંકા 274/6 (જયવર્દને 103*, ઝહીર-યુવરાજની 2-2 વિકેટ), ભારત 48.2 ઓવરમાં 277/4 (ગંભીર 97, ધોની 91*, મલિંગા 2/42). 

2013 : ધોનીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમે ઈંગ્લેન્ડને પાંચ રનથી હરાવીને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જાડેજા 33* રન બાદ બે વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. ભારત 129/7 (કોહલી 43, બોપારા 3/20), ઈંગ્લેન્ડ 124/8 (મોર્ગન 33, જાડેજા-અશ્વિન-ઈશાંત 2-2 વિકેટ). 

2014 : ધોનીના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમનો ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે છ વિકેટથી પરાજય થયો હતો. ભારત : 130/4 (કોહલી 77), શ્રીલંકા 17.4 ઓવરમાં 134/4 (પ્લેયર ઓફ ધ મેચ સંગાકારા 52*).

World Cup History : કપિલ દેવથી રોહિત શર્મા સુધી: જાણો કયા કેપ્ટને ભારતને કેટલી ટ્રોફી અપાવી 5 - image

2017 : કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમનો આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પાકિસ્તાન સામે 180 રનથી પરાજય થયો હતો. પાકિસ્તાન 338/4 (પ્લેયર ઓફ ધ મેચ ઝમાન 114), ભારત 30.3 ઓવરમાં 158 (હાર્દિક 76, આમીર-હસન અલી 3-3 વિકેટ). 

2021 : કોહલીની આગેવાનીમાં ભારતનો આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટથી પરાજય થયો હતો. ભારત પ્રથમ ઈનિંગ 217 (રહાણે 49, પ્લેયર ઓફ ધ મેચ જેમીસન 5/31), ન્યુઝીલેન્ડ પ્રથમ ઈનિંગ 249 (કોન્વે 54, શમી 4/76), ભારત બીજી ઈનિંગ 170 (પંત 41, સાઉથી 4/48), ન્યુઝીલેન્ડ બીજી ઈનિંગ 140/2 (વિલિયમસન 52*, અશ્વિન 2/17).

World Cup History : કપિલ દેવથી રોહિત શર્મા સુધી: જાણો કયા કેપ્ટને ભારતને કેટલી ટ્રોફી અપાવી 6 - image

2023 : રોહિતના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગ : 469 (હેડ 163, સ્મિથ 121, સિરાજ 4/108), ભારત પ્રથમ ઈનિંગ : 296 (રહાણે 89, કમિન્સ 3/83), ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ 270/8 ડિક. (કેરી 66*, જાડેજા 3/58), ભારત બીીજી ઈનિંગ 234 (કોહલી 49, લાયન 4/41). 

2023 : રોહિતની આગેવાની હેઠળની ભારતીય ટીમ આઇસીસી વન ડે વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટથી હાર્યું. ભારત 240 (રાહુલ 66, સ્ટાર્ક 3/55), ઓસ્ટ્રેલિયા 43 ઓવરમાં 241/4 ( પ્લેયર ઓફ ધ મેચ હેડ 137, બુમરાહ 2/43).

2024 : રોહિતના નેતૃત્વમાં ભારતે ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં 7 રનથી સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું. ભારત 176/7 (પ્લેયર ઓફ ધ મેચ કોહલી 76, મહારાજ-નોટ્‌ર્જે 2-2 વિકેટ), સાઉથ આફ્રિકા 169/8 (ક્લાસૅન 52, હાર્દિક પંડ્યા 3/20).

2025 : રોહિતના નેતૃત્વમાં ભારતે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને એક ઓવર બાકી હતી, ત્યારે 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ન્યુઝીલેન્ડ 251/7 (મિચેલ 63, વરૂણ-કુલદીપ 2-2 વિકેટ), ભારત 49 ઓવરમાં 254/6 (પ્લેયર ઓફ ધ મેચ  રોહિત 76, સાન્ટનર-બ્રેસવેલ 2-2 વિકેટ).

આ પણ વાંચો : IND vs NZ Final : વર્લ્ડ કપની ફાઈનલમાં હારનાર ટીમ પણ થશે કરોડપતિ, જાણો કોને મળશે કેટલા રૂપિયા

આ પણ વાંચો : T20 World Cup 2026 Final : ભારત કે ન્યૂઝીલેન્ડ… બંનેમાંથી કઈ ટીમ મજબૂત, જુઓ ચોંકાવનારા આંકડા

Leave a Reply

Your email address will not be published.