વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું બમ્પર ઇનામ જાહેર

Home » Latest Update » વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું બમ્પર ઇનામ જાહેર
વર્લ્ડ-ચેમ્પિયન-ટીમ-ઇન્ડિયા-માટે-bcciએ-તિજોરી-ખોલી!-રૂ.-131-કરોડનું-બમ્પર-ઇનામ-જાહેર

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News

Google News

BCCI Prize Money for T20 World Cup Champion

BCCI Prize Money for T20 World Cup Champion: T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ પર ઇનામોનો વરસાદ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 10 માર્ચ, મંગળવારના રોજ ટીમ ઇન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ માતબર રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમને 125 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેની સરખામણીએ આ વખતે 6 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સતત બીજી વાર ટાઇટલ જીતી રચ્યો ઇતિહાસ

ભારતીય ટીમે રવિવાર, 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ન્યૂઝીલૅન્ડને 96 રને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ જીત સાથે ભારત T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત બીજી વાર ખિતાબ જીતનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ભારતે પોતાનો ખિતાબ સફળતાપૂર્વક ડિફેન્ડ કરીને ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો: વર્લ્ડ કપ ટ્રોફી અમદાવાદના મંદિરમાં લઈ જવા મુદ્દે ભડક્યા પૂર્વ ખેલાડી! કહ્યું- ટીમ ઇન્ડિયા પર શરમ આવે છે

T20 વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ: ભારત

આ શાનદાર પ્રદર્શન સાથે ટીમ ઇન્ડિયા હવે T20 વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 3 વાર(2007, 2024 અને 2026) આ ટ્રોફી જીતી છે. અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લૅન્ડ 2-2 વાર આ ખિતાબ જીતી ચૂક્યા છે, પરંતુ હવે ભારત 3 ખિતાબ સાથે મોખરે છે. BCCIએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ જીત ભારતીય ક્રિકેટ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું બમ્પર ઇનામ જાહેર 2 - image

Leave a Reply

Your email address will not be published.