T20 વર્લ્ડ કપ જીત્યાં બાદ ટ્રોફી સાથે સૂર્યા હનુમાન મંદિરે પહોંચ્યો, કોચ ગંભીર અને જય શાહ પણ સાથે દેખાયા

Home » Latest Update » T20 વર્લ્ડ કપ જીત્યાં બાદ ટ્રોફી સાથે સૂર્યા હનુમાન મંદિરે પહોંચ્યો, કોચ ગંભીર અને જય શાહ પણ સાથે દેખાયા
t20-વર્લ્ડ-કપ-જીત્યાં-બાદ-ટ્રોફી-સાથે-સૂર્યા-હનુમાન-મંદિરે-પહોંચ્યો,-કોચ-ગંભીર-અને-જય-શાહ-પણ-સાથે-દેખાયા

India T20 World Cup Win: આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો છે. ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ICC ચેરમેન જય શાહ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા પ્રસિદ્ધ હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

વિજયી ટ્રોફી સાથે આશીર્વાદ

ભારતે ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવના હાથમાં ચમકતી વર્લ્ડ કપ ટ્રોફી જોઈ શકાય છે. જીતની ખુશી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ ત્રણેય દિગ્ગજોએ હનુમાન દાદાના આશીર્વાદ લીધા હતા. દેશભરમાં જ્યારે જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ટીમ ઈન્ડિયાના આ નેતૃત્વની સાદગી અને આસ્થાએ ચાહકોના દિલ જીતી લીધા છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં સંજુ-ઈશાન સહિત ગુજરાતના 3 સ્ટાર ખેલાડીઓની મહત્ત્વની ભૂમિકા

ભારતે રચ્યો ઇતિહાસ 

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 96 રનથી કારમી હાર આપીને સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત T20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું છે. વર્ષ 2024માં દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. આ જીત સાથે ભારત હવે વિશ્વની સૌથી વધુ ત્રણ T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતનારી ટીમ બની ગઈ છે.

કેવી રહી ફાઈનલ મેચ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. 256 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ ભારતીય બોલરો સામે ઘૂંટણિયે પડી ગઈ હતી અને 19 ઓવરમાં માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.