દ.આફ્રિકા T20 વર્લ્ડ કપની સૌથી મૂર્ખ ટીમ હતી, ભારત બહાર ફેંકાઈ ગયું હતું : માઈકલ વૉન

Home » Latest Update » દ.આફ્રિકા T20 વર્લ્ડ કપની સૌથી મૂર્ખ ટીમ હતી, ભારત બહાર ફેંકાઈ ગયું હતું : માઈકલ વૉન
દ.આફ્રિકા-t20-વર્લ્ડ-કપની-સૌથી-મૂર્ખ-ટીમ-હતી,-ભારત-બહાર-ફેંકાઈ-ગયું-હતું-:-માઈકલ-વૉન

T20 World Cup : ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઈતિહાસ રચી દીધો છે, પરંતુ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને એક નવો વિવાદ છેડ્યો છે. વૉનનું માનવું છે કે જો દક્ષિણ આફ્રિકાએ થોડી ‘ચતુરાઈ’ વાપરી હોત તો ભારત સેમિ ફાઇનલ પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હોત.

શું છે સમગ્ર વિવાદ?

માઈકલ વૉને ‘Stick to Cricket’ પોડકાસ્ટ પર દક્ષિણ આફ્રિકાને ટૂર્નામેન્ટની ‘સૌથી મુર્ખ ટીમ’ ગણાવી છે. વૉનના જણાવ્યા મુજબ સુપર-8માં ભારતે દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ભારતનો નેટ રન રેટ (NRR) બગડ્યો હતો.જો દક્ષિણ આફ્રિકા વેસ્ટ ઈન્ડિઝ સામે જાણીજોઈને હારી ગયું હોત, તો ભારત સેમિ ફાઈનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું હોત. પરંતુ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવી દીધું, જેનાથી ભારત માટે સેમિ ફાઈનલના દરવાજા ખુલી ગયા.

“શ્રેષ્ઠ ટીમને બહાર કરવાનો આ જ રસ્તો હતો”

માઈકલ વૉને દલીલ કરી હતી કે, “જો તમે વર્લ્ડ કપ જીતવા માંગતા હોવ, તો સૌથી શ્રેષ્ઠ ટીમને ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ બહાર કરી દેવી જોઈએ. સાઉથ આફ્રિકા પાસે ભારતનો વિજય રથ રોકવાની તક હતી, પરંતુ તેમણે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ભારતને જીવનદાન આપ્યું.”

ભારતનો ઐતિહાસિક વિજય 

સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારત હવે સતત બે વાર T20 વર્લ્ડ કપ જીતનારો પ્રથમ દેશ બન્યો છે. કુલ 3 વાર T20 વર્લ્ડ કપ જીતનારો વિશ્વનો એકમાત્ર દેશ છે. 

Leave a Reply

Your email address will not be published.