IPL ઈતિહાસના સૌથી ખતરનાક 5 બોલરો, આ ભારતીય સ્પિનરના નામે છે મોટો રેકોર્ડ

Home » Latest Update » IPL ઈતિહાસના સૌથી ખતરનાક 5 બોલરો, આ ભારતીય સ્પિનરના નામે છે મોટો રેકોર્ડ
ipl-ઈતિહાસના-સૌથી-ખતરનાક-5-બોલરો,-આ-ભારતીય-સ્પિનરના-નામે-છે-મોટો-રેકોર્ડ

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News

Google News

Yuzvendra Chahal

Best Bowlers In IPL History : ક્રિકેટની દુનિયામાં સૌથી મોટી લોકપ્રિય લીગ IPLમાં બોલર્સના શાનદાર પ્રદર્શનની અનેક ચર્ચા થતી હોય છે. જેમાં કેટલાય એવા બોલર્સ રહ્યા છે, જેઓએ તેમની જોરદાર બોલિંગથી મેચની આખી બાજી પલટી નાખી હોય. IPL ઈતિહાસના સૌથી ખતરનાક 5 બોલરો વિશે જાણીશું. જેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલના નામે છે. 

યુઝવેન્દ્ર ચહલ

યુઝવેન્દ્ર ચહલે 2013થી 2025 વચ્ચે રમાયેલી મેચોમાં કુલ 221 વિકેટ લીધી છે. તેણે 174 મેચોમાં બોલિંગ કરતી વખતે આ સિદ્ધિ મેળવી હતી. તેની બોલિંગ સરેરાશ 22.76 અને ઇકોનોમી રેટ આશરે 7.96 છે. ચહલનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 40 રન આપીને 5 વિકેટ લેવાનું છે. IPLમાં તે મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB), રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ જેવી ટીમો માટે રમી ચૂક્યો છે.

ભુવનેશ્વર કુમાર

આ લિસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર બીજા સ્થાને છે. 2011 થી 2025 દરમિયાન ભુવનેશ્વર કુમારે 190 મેચ રમી હતી, જેમાં તેણે કુલ 198 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વરનું શ્રેષ્ઠ પ્રદર્શન 19 રન આપીને 5 વિકેટનું છે. પોતાની સ્વિંગ બોલિંગના દમ પર આધાર રાખીને ભુવનેશ્વરે ઘણી વખત ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકાળી છે.

આ પણ વાંચો: IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ

સુનીલ નારાયણ

ત્રીજા સ્થાને વેસ્ટ ઇન્ડીઝના રહસ્યમય સ્પિનર ​​સુનીલ નારાયણ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટેના આ સ્ટાર બોલરે IPLમાં 192 વિકેટ લીધી છે. નારાયણનો ઇકોનોમી રેટ આશરે 6.79 છે, જે આ લિસ્ટમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

પીયુષ ચાવલા

ભારતીય લેગ-સ્પિનર ​​પીયુષ ચાવલા આ લિસ્ટામાં ચોથા સ્થાને છે. પીયુષે IPLમાં 192 વિકેટ લીધી છે. પીયુષે ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમોમાં જે-તે સમયગાળા દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો: અબરાર અહેમદના વિવાદમાં BCCIનું મોટું નિવેદન, કહ્યું – આ અમારો મામલો નથી, અમે કંઈ ના કરી શકીએ

રવિચંદ્રન અશ્વિન

ભારતના દિગ્ગજ ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 221 મેચમાં 187 વિકેટ લીધી છે. અશ્વિન પરફેક્ટ લાઈન-લેન્થ અને વિવિધતા માટે ઓળખાય છે. આમ, તેમને IPLમાં સૌથી અનુભવી બોલર માનવામાં આવે છે.

હવે ક્રિકેટ ફેન્સની નજર આગામી IPL સિઝન પર છે. IPL 2026ની શરૂઆત 28 માર્ચથી થવાની છે અને ફાઇનલ મેચ 31 મેના રોજ રમાશે. તેવામાં જોવાનું એ રહ્યું કે, શું કોઈ બોલર્સ આ સિઝન દરમિયાન ચહલના રેકોર્ડ નજીક પહોંચી શકે છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published.