Updated: Mar 14th, 2026
GS TEAM

Shubman Gill Post For India Winning T20 World Cup: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચના રોજ રમાયેલ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ફાઈનલ મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીત બાદ ટીમ ઈન્ડિયાના સેલિબ્રેશનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
આ વચ્ચે એક ફોટોને લઈને નવો વિવાદ શરૂ થયો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ચાહકોએ પ્રતિક્રિયા આપતા દાવો કર્યો છે કે ફોટો એડિટ કરવામાં આવ્યો છે અને વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને હટાવી દેવામાં આવ્યો છે.
તને સંજૂથી વાંધો શું છે?
ગિલે વર્લ્ડ કપ જીત બાદ સેલિબ્રેશનની એક તસવીર શેર કરી છે, જેમાં કેટલાક ખેલાડીઓ ટ્રોફી સાથે નજર આવી રહ્યા છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સે તરત જ જોયું કે સંજુ સેમસન ફ્રેમમાંથી ગાયબ છે. આ પછી, ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું.
એક યુઝરે લખ્યું કે, ‘Which app did you use to remove Sanju Samson? Very neatly done. એટલે કે, સંજુ સેમસનને હટાવવા માટે તમે કઈ એપનો ઉપયોગ કર્યો? ખૂબ જ સરસ રીતે કર્યું.’ બીજા એક યુઝરે કટાક્ષમાં લખ્યું કે, ‘ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર, ફર્સ્ટ-ક્લાસ એડિટર.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તને સંજૂથી વાંધો શું છે?’
કેટલાક ચાહકોએ ગિલની પોસ્ટ પર સીધી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘સંજુ સેમસન પણ ટીમનો ભાગ હતો અને ટૂર્નામેન્ટ દરમિયાન તેનું યોગદાન રહ્યું છે, તેથી તેને તસવીરમાંથી હટાવવો યોગ્ય નથી.’

કોમેન્ટ સેક્શનમાં ઘણા યુઝર્સે સંજુ સેમસનનું નામ લેતા ઈમોજીસ સાથે કોમેન્ટ કરી અને કહ્યું કે, ‘વર્લ્ડ કપ જીત જેવી ઐતિહાસિક ક્ષણમાં બધા ખેલાડીઓને સમાન સન્માન મળવું જોઈએ.’
શું છે વાઈરલ પોસ્ટનું સત્ય?
સોશિયલ મીડિયા પર ચાહકોએ શુભમન ગિલને ટાર્ગેટ કરીને ખૂબ હંગામો મચાવ્યો અને જીત સેલિબ્રેશનની તસવીરમાંથી સંજુ સેમસનને હટાવવાનો આરોપ લગાવ્યો. જોકે, આ આરોપો અને દાવાઓ ભ્રામક છે. કારણ કે ગિલ દ્વારા શેર કરવામાં આવેલ તસવીર ક્રોપ કરેલી નથી પરંતુ સ્ટેજ પર ભારતની જીતના સેલિબ્રેશનની અસલી તસવીર હતી.
આ પણ વાંચો: ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
યશસ્વી જયસ્વાલે પણ આ જ તસવીર પોસ્ટ કરી છે
ટીમ ઈન્ડિયાના ઉભરતા સ્ટાર યશસ્વી જયસ્વાલની સોશિયલ મીડિયા પોસ્ટથી એ વાતની પુષ્ટિ થાય છે, જેમાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જ તસવીર શેર કરી છે. આ તસવીરમાં પણ સંજુ સેમસન દેખાઈ નથી રહ્યો, જેનાથી એ પુષ્ટિ થાય છે કે શુભમન ગિલે તેને હટાવવા માટે તસવીરને એડિટ કે ક્રોપ નથી કરી. સેમસન ખુદ લાઈન-અપમાં સૌથી પાછળ અથવા છેલ્લા સ્થાને ઊભો હતો, જેના કારણે તે કેમેરાની ફ્રેમથી બહાર થઈ ગયો.

Leave a Reply