IPL 2026 : આઇપીએલની શરૂઆત પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ચર્ચામાં છે. KKR એ મુસ્તાફિઝુર રહેમાનના રિપ્લેસમેન્ટ તરીકે ઝિમ્બાબ્વેના સ્ટાર બોલર બ્લેસિંગ મુઝારબાનીને ટીમમાં સામેલ કર્યો છે. પરંતુ આ સમાચાર સામે આવતા જ PCB (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) જોરદાર રોષે ભરાયું છે.
PCB શા માટે થયું નારાજ?
રિપોર્ટ્સ મુજબ, બ્લેસિંગ મુઝારબાનીને પાકિસ્તાન સુપર લીગ (PSL) ની ટીમ ઇસ્લામાબાદ યુનાઇટેડે 1.1 કરોડ PKR માં સાઇન કર્યો હતો. મુઝારબાનીએ PSL સાથેનો પોતાનો કરાર અધવચ્ચેથી તોડી નાખ્યો અને IPL માં જોડાવાનો નિર્ણય લીધો છે. આ કોન્ટ્રાક્ટ ભંગને કારણે PCB હવે મુઝારબાની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો : LIVE : ઈરાનના આર્મી ચીફની અમેરિકાને મોટી ધમકી, સાઉદી અરબે ઓઈલ ઉત્પાદન ઘટાડ્યું
મુઝારબાનીની 6 ફૂટ 8 ઇંચની ઊંચાઈ
મુઝારબાની તેની અદભૂત ઊંચાઈ અને બાઉન્સ માટે જાણીતો છે. હાલમાં જ પૂર્ણ થયેલા T20 વર્લ્ડ કપ 2026 માં તેણે તરખાટ મચાવ્યો હતો. 6 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા સામે માત્ર 17 રન આપી 4 વિકેટ ઝડપીને ઝિમ્બાબ્વેને સુપર-8 માં પહોંચાડ્યું હતું. વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તે ચોથા સ્થાને રહ્યો હતો.
મુસ્તાફિઝુરનો વિવાદ
નોંધનીય છે કે, BCCI ના નિર્દેશ બાદ KKR એ મુસ્તાફિઝુર રહેમાનને રીલીઝ કરવો પડ્યો હતો. જેના કારણે ભારે વિવાદ થયો હતો. હવે મુઝારબાનીના આવવાથી KKR ની ફાસ્ટ બોલિંગ લાઇન-અપ વધુ મજબૂત બની છે, પણ સાથે જ PSL અને IPL વચ્ચેનો વિવાદ પણ ઘેરો બન્યો છે.

Leave a Reply