Updated: Mar 13th, 2026
GS TEAM

Kuldeep Yadav -Vanshika Wedding : ભારતીય ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ સ્પિનર અને ચાઈનામેન તરીકે જાણીતા કુલદીપ યાદવના લગ્નની ધમધોકાટ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કુલદીપ ઉત્તરાખંડના મસૂરીમાં 14 માર્ચે મંગેતર વંશિકા સાથે સાત ફેરા ફરશે. બંને કપલ ગુરુવારે દેહરાદુન પહોંચી ગયા છે અને લગ્નની તમામ વિધિઓ મસૂરીમાં આયોજન કરાઈ છે. મસૂરીની પ્રતિષ્ઠિત હોટલ સવોયમાં લગ્નનું આયોજન ચાલી રહ્યું છે.
કુલદીપ-વંશિકાએ ડાન્સ કર્યો, વીડિયો સામે આવ્યો
કુલદીપ-વંશિકાના લગ્ન પહેલા સોશિયલ મીડિયા પર લગ્નની તૈયારીઓની તસવીરો સામે આવી છે, જેમાં બંને કપલ ડાંસ કરતા જોવા મળ્યા છે. કુલદીપની સાથે ટીમ ઈન્ડિયા કોમેડિયન બોલર યજુવેન્દ્ર ચહલ પણ ડાન્સ કરતો જોવા મળ્યો છે. મહેમાનોની સુવિધા માટે હોટલના લગભગ 80 રૂમ બુક કરવામાં આવ્યા છે. હોટલ પરિસરમાં ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે સંગીત સમારોહ માટે પણ અલગથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
રિન્કુ સિંહ મસૂરીમાં પહોંચ્યા, ધોની પણ પહોંચશે
ઉત્તરાખંડના સૌથી ખૂબસુરત હિલ સ્ટેશન મસૂરીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવની શાહી શાધીની ધૂમધામથી તૈયારીઓ ચાલી રહી છે અને લગ્નની ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે. આ ભવ્ય સમારોહમાં ક્રિકેટ અને ફિલ્મ જગતના અનેક દિગ્ગજો સામેલ થવાની આશા છે. મસૂરીના જૉલી ગ્રાન્ટ એરપોર્ટ પર મહેમાનું આગમન પણ શરૂ થઈ ગયું છે. શુક્રવારે સવારે ટીમ ઈન્ડિયાના ખેલાડી યજુવેન્દ્ર ચહલ, રિન્કુ સિંહ અને કોચ ટી.દિલીપ ઉત્તરાખંડ પહોંચી ગયા છે. આ ઉપરાંત ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની પણ સમારોહમાં સામેલ થઈ શકે છે.
આ પણ વાંચો : ભારત જ નહીં અન્ય દેશોના ક્રિકેટ બોર્ડ પણ વિરાટ-રોહિતની જોડી માટે આતુર, BCCIને કરી ખાસ માંગ
શુક્રવારે કુલદીપ વંશિકાની હલ્દી સમારોહ યોજાયો હતો
મસૂરીની પ્રતિષ્ઠિત હોટલમાં આજે સવારે કુલદીપ યાદવના પીઠીની વિધિનું આયોજન કરાયું હતું. કુલદીપ અને વંશિકાના સગાઈ કાર્યક્રમની તસવીરો પણ સામે આવી છે, જેમાં બંને કપલ ખૂબ જ ખૂબસુરત દેખાઈ રહ્યાં છે. કુલદીપ અને વંશિકા 14 માર્ચે લગ્નગ્રંથિથી જોડાશે. લગ્ન સંબંધીત કાર્યક્રમો 12મી માર્ચથી શરૂ થઈ ગયા છે.
લખનઉમાં યોજાશે ભવ્ય રિસેપ્શન
લગ્ન બાદ લખનઉની પ્રતિષ્ઠિત હોટલ સેન્ટ્રમમાં 17 માર્ચે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં ક્રિકેટ, રાજકારણ અને વેપાર જગતની અનેક મોટી હસ્તી સામેલ થવાની સંભાવના છે. કુલદીપે ચોથી જૂન-2025માં વંશિકા સાથે લખનઉમાં સગાઈ કરી હતી. કુલદીપ-વંશિકા એકબીજાને નાનપણથી જાણે છે. બંને મૂળ કાનપૂરના રહેવાસી છે. બંને વચ્ચે વર્ષો પહેલા મિત્રતા થઈ અને હવે આ સંબંધ પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો છે.
આ પણ વાંચો : IPL ઈતિહાસના સૌથી ખતરનાક 5 બોલરો, આ ભારતીય સ્પિનરના નામે છે મોટો રેકોર્ડ

Leave a Reply