Photo: રિષભ પંતની ક્યારે થશે વાપસી? ઇજા અંગે સોશિયલ મીડિયા પર ખુદ આપી અપડેટ

Home » Latest Update » Photo: રિષભ પંતની ક્યારે થશે વાપસી? ઇજા અંગે સોશિયલ મીડિયા પર ખુદ આપી અપડેટ
photo:-રિષભ-પંતની-ક્યારે-થશે-વાપસી?-ઇજા-અંગે-સોશિયલ-મીડિયા-પર-ખુદ-આપી-અપડેટ

Image Source: IANS

Rishabh Pant News: ભારતીય વિકેટકીપર અને બેટર રિષભ પંતે પોતાની પગની ઇજા અંગે લેટેસ્ટ અપડેટ આપી છે. માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં આ ઈજા થતાં તે મેચમાંથી બહાર થયો છે. હાલમાં તેણે સોશિયલ મીડિયામાં પોતાના પગે પટ્ટો બાંધેલી તસવીર શેર કરીને લખ્યું છે કે, ‘How many more days in this?’ એટલે ‘હવે આ રીતે કેટલા દિવસ વિતાવવા પડશે ખબર નહીં.’

રિષભ પંતે થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર અન્ય એક પોસ્ટ શેર કરી હતી. તેમાં તેણે પોતાના પ્લાસ્ટરવાળા પગનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેને આવી પરિસ્થિતિ પસંદ નથી. એક વીડિયોમાં તેણે પોતાના પગમાંથી પ્લાસ્ટર કાઢી નાખતો બતાવ્યો હતો, પરંતુ બે આંગળીઓ પર પાટો બાંધેલો હતો. તે સ્વસ્થ થતી વખતે જીવનનો આનંદ માણતો પણ જોવા મળ્યો હતો, કારણ કે તે પોતે પીઝા બનાવતો પણ જોવા મળ્યો હતો.

Photo: રિષભ પંતની ક્યારે થશે વાપસી? ઇજા અંગે સોશિયલ મીડિયા પર ખુદ આપી અપડેટ 2 - image

Image Source: IANS

રિષભ પંતની વાપસીની તારીખ અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ થોડા અઠવાડિયા પહેલા એક અહેવાલ બહાર આવ્યો હતો કે પંતને આ ઈજામાંથી સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા 6 અઠવાડિયા લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published.