શિક્ષક દિને રાજ્યભરના શિક્ષકોના આંદોલનનું દૃશ્ય ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં જોવા મળ્યું. શુક્રવારે (5 સપ્ટેમ્બર) અહીં એકઠા થયેલા શિક્ષક ભરતીના ઉમેદવારોએ સરકાર અને શિક્ષણ મંત્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. ઉમેદવારો દ્વારા 10,700 જેટલી ખાલી જગ્યાઓને ભરવાની માંગ, અનામત નીતિનો અમલ, તેમજ શિક્ષણ ક્ષેત્રનું ખાનગીકરણ અને વેપારીકરણ બંધ કરવાની માંગ રજૂ કરવામાં આવી હતી. આંદોલન દરમિયાન શાળાના ઉમેદવારો સાથે પોસ્ટર અને બેનરો લઈને ‘ભાજપ હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા.

સત્યાગ્રહ છાવણીમાં ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની કાયમી ભરતી માટે પણ અલગ આગ્રહો કરવામાં આવ્યા. આંદોલનમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ખુલ્લેઆમ ઉપસ્થિત રહ્યા અને આંદોલનને સમર્થન આપ્યું. આ સમગ્ર ઘટનાએ રાજ્યની શિક્ષક ભરતી અને શિક્ષણ નીતિ અંગે સરકાર પર સવાલ ઊભા કર્યા છે.

Leave a Reply