ભારત-અમેરિકા સંબંધો પર ટ્રમ્પના નિવેદન બાદ PM મોદી અને જયશંકરની પ્રતિક્રિયા

ભારત-અમેરિકા સંબંધો પર ટ્રમ્પના નિવેદન બાદ PM મોદી અને જયશંકરની પ્રતિક્રિયા

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર વધતી ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. જયશંકરે શનિવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્ત્વ આપે છે અને બંને દેશો સતત સંપર્કમાં છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં ભારતને “મિત્ર” કહીને સંબોધ્યા હતા. તેના પ્રતિસાદમાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “અમે ટ્રમ્પની ભાવનાઓ અને ભારત-અમેરિકા વચ્ચેના ખાસ સંબંધો અંગેના તેમના સકારાત્મક વિચારોની પ્રશંસા કરીએ છીએ અને તેનો સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.”

થોડા દિવસ પહેલાં જ ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે અમેરિકા “ભારતને ચીનના હાથમાં ગુમાવી દીધું છે.” જોકે, ત્યારબાદ તેમણે સ્પષ્ટતા કરી કે, ભારત-અમેરિકા સંબંધો હંમેશાં ખાસ રહેશે અને તેઓ મોદીના હંમેશાં મિત્ર રહેશે.

જયશંકરે પણ આ મુદ્દે ઉમેર્યું કે, “પીએમ મોદીના ટ્રમ્પ સાથે અંગત સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે અને ભારત અમેરિકા સાથે જોડાયેલું રહે છે.”

આ વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે ગયા મહિને ટ્રમ્પ સરકારે ભારત પર 50% ટેરિફ લાદ્યું હતું અને તેલ આયાતના મુદ્દે ભારતની ટીકા કરી હતી. SCO શિખર સંમેલનમાં પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે જોવા મળ્યા બાદ ટ્રમ્પના ટિપ્પણીઓ વધુ ચર્ચામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published.