ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો.

ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને કચ્છના 7 રાજમાર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.

  • રાપરમાં 4.45 ઇંચ
  • ગાંધીધામમાં 3.43 ઇંચ
  • ભચાઉમાં 3.15 ઇંચ
  • નખત્રાણામાં 2.99 ઇંચ
  • ભુજમાં 2.64 ઇંચ
  • અંજારમાં 2.36 ઇંચ
  • અબડાસામાં 1.5 ઇંચ
  • માંડવીમાં 1.1 ઇંચ 
  • મુંદ્રામાં 1 ઇંચ 

પાટણના સાંતલપુરમાં 2.95 ઇંચ અને રાધનપુરમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી, પાટણ અને વલસાડના કેટલાક તાલુકામાં 4.50 ઇંચ વરસાદ ખાબકી ગયો, જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં આશરે 2.5 ઇંચ નોંધાયો.

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર ઍલર્ટ મોડ પર છે, અને કચ્છ કલેક્ટર આન્નંદ પટેલે નાગરિકોને જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. ભુજ, અંજાર અને પૂર્વ કચ્છમાં પાણી ભરાવાના ખતરાને પગલે પોલીસ તંત્ર સજ્જ છે, અને સ્થાનિક લોકોને મદદ માટે સતત પ્રાવસ્થા રાખવામાં આવી છે.

 

 

Leave a Reply

Your email address will not be published.