T20 World Cup 2026 Final : ભારત કે ન્યૂઝીલેન્ડ… બંનેમાંથી કઈ ટીમ મજબૂત, જુઓ ચોંકાવનારા આંકડા

Home » Latest Update » T20 World Cup 2026 Final : ભારત કે ન્યૂઝીલેન્ડ… બંનેમાંથી કઈ ટીમ મજબૂત, જુઓ ચોંકાવનારા આંકડા
t20-world-cup-2026-final-:-ભારત-કે-ન્યૂઝીલેન્ડ…-બંનેમાંથી-કઈ-ટીમ-મજબૂત,-જુઓ-ચોંકાવનારા-આંકડા

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News

Google News

T20 World Cup 2026 Final : ભારત કે ન્યૂઝીલેન્ડ... બંનેમાંથી કઈ ટીમ મજબૂત, જુઓ ચોંકાવનારા આંકડા 1 - image

T20 World Cup 2026, Final Match, India vs New Zealand Record : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. આ મહા મુકાબલા પહેલા બંને ટીમોના અત્યાર સુધીના આંકડા અને રેકોર્ડ પર નજર કરીએ તો ટી20 મેચોમાં ભારત મજબૂત છે, તો વર્લ્ડકપમાં રમાયેલી ટી20 મેચોમાં ન્યૂઝીલેન્ડનો દબદબો જોવા મળ્યો છે.

T20 મેચોમાં ઈંગ્લેન્ડ સામે ભારત મજબૂત

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 ટી-20 મેચો રમાઈ છે જેમાં ભારતીય ટીમનું પલ્લું ભારે રહ્યું છે. ભારત અત્યાર સુધીમાં 18 મેચ જીત્યું છે જ્યારે ન્યૂઝીલેન્ડના ફાળે 11 જીત આવી છે અને 1 મેચ ટાઈ રહી છે.

ભારતમાં રમાયેલી કુલ 16 મેચોમાં 11માં ટીમ ઈન્ડિયાનો વિજય

ભારતીય ધરતી પરના રેકોર્ડની વાત કરીએ તો અહીં પણ ભારત પ્રભુત્વ ધરાવે છે. ભારતમાં રમાયેલી 16 મેચોમાંથી ટીમ ઈન્ડિયાએ 11માં જીત મેળવી છે જ્યારે ન્યૂઝીલેન્ડ 5 મેચ જીતવામાં સફળ રહ્યું છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર રમાયેલી 12 મેચોમાં ભારત 7 અને ન્યૂઝીલેન્ડ 4 મેચ જીત્યું છે જ્યારે 1 મેચ ટાઈ રહી હતી. તટસ્થ મેદાન પર રમાયેલી 2 મેચોમાં ન્યૂઝીલેન્ડે બંનેમાં જીત મેળવી છે.

આ પણ વાંચો : IND vs NZ Final : વર્લ્ડ કપની ફાઈનલમાં હારનાર ટીમ પણ થશે કરોડપતિ, જાણો કોને મળશે કેટલા રૂપિયા

ટી-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડનું પલ્લું ભારે

ભલે ઓવરઓલ રેકોર્ડમાં ભારત આગળ હોય પરંતુ ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પર હંમેશા હાવી રહી છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 3 મુકાબલા થયા છે અને ત્રણેયમાં ન્યૂઝીલેન્ડે જીત નોંધાવી છે.

  • 16 સપ્ટેમ્બર 2007: ન્યૂઝીલેન્ડનો 10 રનથી વિજય
  • 15 માર્ચ 2016: ન્યૂઝીલેન્ડનો 47 રનથી વિજય
  • 31 ઓક્ટોબર 2021: ન્યૂઝીલેન્ડનો 8 વિકેટથી વિજય

આ પણ વાંચો : ક્રિકેટના 254 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર: આ બોલરે 5 બોલમાં 5 વિકેટ ઝડપી રચ્યો વર્લ્ડ રેકોર્ડ!

Leave a Reply

Your email address will not be published.