ભારતના મુખ્યમંત્રીઓની સંપત્તિ પર આધારિત તાજેતરની રિપોર્ટમાં એ ખુલ્યું છે કે એન્ડ્રાપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચના રિપોર્ટ અનુસાર, ચંદ્રબાબુ નાયડુ પાસે 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. રિપોર્ટ મુજબ, પંજાબના મુખ્યમંત્રી પેમા ખાંડૂ 332 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવે છે, જ્યારે...
Author: Inside Media Network (Aarohi Patel)
ગિરનાર પર્વત પર 3 ઇંચ વરસાદ, દામોદર કુંડમાં ઘોડાપૂરથી યાત્રાળુઓનો પ્રવેશ બંધ
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગિરનાર અને દાતાર પર્વત પર પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગિરનાર પર્વત પર માત્ર બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. આજે અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ માટે દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા, પરંતુ સલામતીને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રએ દામોદર કુંડ,...
પાનોલી GIDCમાં રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, ડ્રાઈવર પકડાયો, ત્રણ ફરાર
ભરૂચ એલસીબીની ટીમે પાનોલી GIDC વિસ્તારમાં મોટી કામગીરી કરતાં કન્ટેનરમાંથી રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં છુપાવેલા દારૂ-બિયરના 4629 નંગ તથા ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર સહિત કુલ મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના સંતોષ સોનલાલ પ્રજાપતિ નામના ચાલકને ઝડપી પાડ્યો છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર છે. બાતમીના આધારે પોલીસે મેઘમણી કંપની...
મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને મહી નદીમાં 39,600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ પાવર હાઉસ મારફતે 20,400 ક્યૂસેક પાણી છોડતા કુલ 60,000 ક્યૂસેક પાણી મહી નદીમાં મુકવામાં આવ્યું છે. હાલ મહી...
જાફરાબાદ દરિયાઈ દુર્ઘટના: બે મૃતદેહ મળ્યા, નવ માછીમારો હજી લાપતા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં થયેલી દરિયાઈ દુર્ઘટનાએ સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અરબી સમુદ્રમાં માછીમારી માટે ગયેલી ત્રણ બોટ તોફાની હવામાનને કારણે જળ સમાધિ લીધી હતી. આ ત્રણ બોટમાં કુલ 28 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 17 માછીમારોને અન્ય બોટ દ્વારા સલામત બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, 11 ખલાસીઓ લાપતા રહ્યા હતા. પાંચ દિવસથી...
ઈસરોનો મહત્ત્વાકાંક્ષી વિઝન 2047: આગામી 15 વર્ષમાં 100થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો)એ પોતાના ભવિષ્યના આયોજન માટે વિઝન 2047 રજૂ કર્યું છે. અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નીલેશ દેસાઈએ જણાવ્યું કે આગામી 15 વર્ષમાં એટલે કે 2040 સુધી ઈસરો 100થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ઉપગ્રહોમાં મોટાભાગના પૃથ્વી અવલોકન ઉપગ્રહો હશે, જે જમીન, મહાસાગર અને વાયુમંડળના પ્રયોગો માટે...
પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રક-રિક્ષાની ટક્કરથી 8ના મોત અને 6 ઘાયલ
બિહારના પટણા જિલ્લામાં શનિવારે (23 ઓગસ્ટ) થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, મલમા ગામના કેટલાક લોકો રિક્ષામાં ફતુહા ખાતે ગંગા સ્નાન...
ચમોલીમાં મધરાતે વાદળ ફાટ્યું, થરાલી વિસ્તારમાં તબાહી, એકનું મોત અને અનેક ઘર કાટમાળમાં દટાયા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે (22 ઓગસ્ટ) મધરાતે વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. ભારે વરસાદ અને કાટમાળના પ્રવાહથી અનેક ઘર, દુકાનો અને રસ્તાઓ ખોરવાઈ ગયા હતા. થરાલી શહેર, આસપાસના ગામો અને બજારોમાં જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું હતું. વહીવટી તંત્ર અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ...
પંજાબમાં કાર અને LPG ટેન્કરની ભીષણ ટક્કર બાદ વિસ્ફોટ, 2ના મોત અને 50થી વધુ ઘાયલ
પંજાબના હોશિયારપુર-ઝાલંધર નેશનલ હાઇવે પર શુક્રવારે રાત્રે બનેલી ભીષણ દુર્ઘટનાએ હાહાકાર મચાવી દીધો. રાત્રે આશરે 10:45 વાગ્યે એક LPG ટેન્કર અને કાર વચ્ચે ભારે ટક્કર થઈ, જેના કારણે ગેસ લીક થયો અને ભયાનક વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસના ચારથી પાંચ મકાનો અને 15થી વધુ દુકાનો ખાખ થઈ ગયા. ઘણા...
ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશ્વાસુ સહાયક સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ તેમને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. ટ્રમ્પે આ મહત્વપૂર્ણ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કરી હતી. હાલમાં સર્જિયો ગોર વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ...









