દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે એ મુદ્દે સમગ્ર દેશમાં તીવ્ર ચર્ચા ચાલી રહી છે. હજી સુધી શાસક પક્ષ BJP કે વિપક્ષે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી, પરંતુ 17 ઓગસ્ટના રવિવારે યોજાનારી ભાજપની સંસદીય બોર્ડની મહત્વપૂર્ણ બેઠકમાં નવા ઉપરાષ્ટ્રપતિના નામ પર અંતિમ મોહર લાગી શકે છે. જણાવાઈ રહ્યું છે કે, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, ઝારખંડના રાજ્યપાલ...
Category: BREAKING NEWS
ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ...
લગ્નના ખોટા વચન પર શારીરિક સંબંધ બાંધવો હવે દુષ્કર્મ ગણાશે: દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય
દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે લગ્ન કરવાનો ખોટો વચન આપી શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ ગણાશે. ન્યાયમૂર્તિ સ્વર્ણકાંત શર્માની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ જાણતો હોય કે લગ્ન શક્ય નથી અને માત્ર શારીરિક લાભ માટે ખોટું વચન આપે છે, તો તે કાયદા હેઠળ બળાત્કારના જૂથમાં...
બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ: 10 વર્ષના બાળકનું મોત, 12 લોકો ઘાયલ
કર્ણાટકના બેંગલુરુમાં 15 ઓગસ્ટના દિવસે થયેલા સિલિન્ડર વિસ્ફોટમાં એક નાનકડું જીવન અકાલે ખૂંટી ગયું. મધ્ય બેંગલુરુના વિલ્સન ગાર્ડન વિસ્તારના ચિન્નાયનપાલ્યામાં આવેલા ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં 10 વર્ષના બાળકનું મોત થયું છે જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું છે કે તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને...
સાળંગપુર હનુમાનજી મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 નકલી સાઇટનો પર્દાફાશ
સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર માટે બનાવાયેલી નકલી વેબસાઈટનો ભાંડાફોડ થયો છે. ભક્તોએ ઓનલાઈન આરતી દર્શન અને બુકિંગ માટે નકલી વેબસાઈટનો ઉપયોગ થતાં ફરીયાદ કર્યા બાદ મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમ્યાન ઉત્તર પ્રદેશના અમરજીત કુમાર નામના આરોપીને ઝડપવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ માત્ર સાળંગપુર મંદિર જ નહીં,...
પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં બસ-ટ્રક અકસ્માત, 10ના મોત અને 30 ઘાયલ
પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના નેશનલ હાઈવે પર મંગળવારે વહેલી સવારે એક દુર્ઘટનાજનક ઘટના સર્જાઈ હતી, જેમાં એક ખાનગી બસ ફુલ સ્પીડે રસ્તાની સાઈડલાઈન પર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ ગઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો અને યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા. ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળે જ દમ તૂટી ગયા...
ગુજરાતમાં દેશભક્તિનો ઉત્સવ: પોરબંદરમાં 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
દેશભરમાં 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી વચ્ચે, ગુજરાતના પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આ અવસરે મુખ્યમંત્રીએ નાગરિકોને ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર સ્વચ્છતા અભિયાન’ માં જોડાવા માટે અપીલ કરી. પોરબંદર આજે દેશભક્તિના રંગે રંગાયું હતું. કાર્યક્રમ દરમિયાન ‘બાપુના પગલે તિરંગા...
કિશ્તવાડમાં આભ ફાટતાં ભયાનક ત્રાસદી: 50થી વધુના મોત, યાત્રા અચાનક અટકાવી દેવી પડી
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલ માતા ચંડીના મંદિર તરફ જતી મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે ભારે ત્રાસદી સર્જાઈ. બપોરના લગભગ 12:30 વાગ્યે ચિશોતી વિસ્તારના પર્વતો પર અચાનક વાદળ ફાટતાં ભારે પૂર આવ્યું. આ પૂરે સાથે સાથે કાદવ અને કાટમાળ વહન કરીને આખા વિસ્તારને ધોઈ નાંખ્યો. આ વિપત્તિમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ પોતાનો જીવ...
લાલ કિલ્લાથી ભારત માટે નવી દિશા: GST ઘટશે, રોજગાર માટે રૂ. 1 લાખ કરોડ, સુરક્ષા માટે ‘સુદર્શન ચક્ર’ મિશનનો પ્રારંભ
ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાનું 12મું સતત સંબોધન આપ્યું. 103 મિનિટના લાંબા અને ઊર્જાવાન ભાષણમાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ, યુવાનો માટે રોજગાર, ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા અને આંતરરાષ્ટ્રીય દબદબાને લઈને ઐતિહાસિક ઘોષણાઓ કરી. GST ઘટાડાની ભેટ સાથે “ડબલ દિવાળી”નું એલાન વડાપ્રધાન મોદીએ સામાન્ય લોકો માટે કરમાં મોટો...
“લોકશાહી એ ભારતની ઓળખ છે”: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સ્વતંત્રતા દિવસ પૂર્વ સંધ્યાનું સંબોધન
15 ઓગસ્ટ, 2025ના રોજ ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. એ પૂર્વે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવાર સાંજે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારતની લોકશાહી પ્રણાલીની મજબૂતી અને બંધારણ પ્રત્યેના સન્માન અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે, “અમે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ લોકશાહીનો માર્ગ સ્વીકાર્યો અને દરેક પુખ્ત વયના નાગરિકોને મતાધિકાર...









