વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસમાં પરત ફર્યા બાદ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ મોટો નિર્ણય કર્યો છે જે હજારો ભારતીયો માટે મહત્વપૂર્ણ છે. ટ્રમ્પ પ્રશાસને જાહેરાત કરી છે કે હવે H-1B વિઝાની ફી વધારીને $100,000 (લગભગ ₹90 લાખ) કરવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને આઇટી ક્ષેત્રમાં અમેરિકામાં નોકરી શોધતા ભારતીય પ્રોફેશનલ્સને અસર કરશે. વ્હાઇટ હાઉસ દ્વારા...
Category: BREAKING NEWS
દિલ્હીની શાળાઓમાં ફરી બોમ્બ ધમકી ઈમેલ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન
દિલ્હીમાં આજે ફરી એકવાર બોમ્બની ધમકીનો માહોલ સર્જાયો હતો. શહેરની અનેક શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મળતી માહિતી અનુસાર ડીપીએસ દ્વારકા, કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલ અને સર્વોદય વિદ્યાલય સહિત દ્વારકા અને નજફગઢ વિસ્તારમાં આવેલી કેટલીક શાળાઓને આજે સવારે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા....
સેબીનો મોટો નિર્ણય: હિન્ડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને સંપૂર્ણ ક્લીન ચીટ
અમદાવાદ: અદાણી ગ્રુપ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકન શોર્ટ-સેલર ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપોમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપી છે. ગુરુવારે જાહેર કરાયેલા અંતિમ આદેશમાં સેબીએ સ્પષ્ટ કર્યું કે હિન્ડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોઈ પણ...
ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં
દિલ્હી: ભાગેડુ આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ અને ઉદ્યોગપતિ સમીર મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હી પોલીસએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના દુષ્કર્મ કેસમાં તેમની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, સમીર મોદી વિદેશ જવાના ઈરાદે દિલ્હી એરપોર્ટ પર હતા ત્યારે પોલીસે તેમને અટકાયતમાં લીધા. બાદમાં તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા...
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક
રાહુલ ગાંધીના ગંભીર આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. પંચે કહ્યું કે કોઈ નાગરિક દ્વારા ઓનલાઈન આપવામાં આવેલા માહિતીના આધારે કોઈનું મત કાઢી શકાતું નથી અને આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ કડક રીતે થાય છે. ચૂંટણી પંચે જણાવ્યું કે...
જૈશ કમાન્ડરનો મોટો ખુલાસો: મસૂદ અઝહર સંસદ અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કબૂલ્યું
ભારત માટે મહત્વપૂર્ણ એવી એક મોટી કબૂલાત સામે આવી છે, જેમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વરિષ્ઠ કમાન્ડરે સ્વીકાર્યું છે કે સંગઠનના સ્થાપક મૌલાના મસૂદ અઝહર 2001ના દિલ્હી સંસદ હુમલા અને 2008ના 26/11 મુંબઈ આતંકવાદી હુમલાનો મુખ્ય સૂત્રધાર હતો. આ કબૂલાતથી ભારતના વર્ષોથી થતા દાવાઓને વાસ્તવિકતા મળી છે કે અઝહર પાકિસ્તાનની ધરતી પરથી ભારતને નિશાન બનાવતા આતંકવાદી...
કેનેડામાં ખાલિસ્તાની જૂથોની ધમકી: વાનકુવર ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરવાની ચેતવણી
કેનેડામાં ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોનો વિરોધ ભભૂકી ઉઠ્યો છે. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) નામના ખાલિસ્તાની જૂથે વાનકુવર ખાતેના ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરવાની ધમકી આપી છે. SFJએ ભારતીયોને તે વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી પણ આપી છે. હાલમાં ભારત કે કેનેડિયન સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, SFJએ...
ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા
ગેરકાયદેસર સટ્ટાબાજી એપ 1xBet કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તીને સમન્સ મોકલ્યા છે. મીમી ચક્રવર્તીને 15 સપ્ટેમ્બરે અને ઉર્વશી રૌતેલાને 16 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. બંનેએ દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં હાજર રહીને પોતાનો નિવેદન આપવાનો રહેશે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, 1xBet સહિતના પ્રતિબંધિત...
લંડનમાં 1.10 લાખથી વધુ લોકોના એન્ટી-ઈમિગ્રેશન દેખાવ, પોલીસ પર હુમલાના અહેવાલો વચ્ચે ભારે સુરક્ષા ગોઠવણ
લંડનમાં શનિવારે યૂનાઈટ ધ કિંગડમ માર્ચના નામે યોજાયેલા એન્ટી-ઈમિગ્રેશન દેખાવમાં આશરે 1.10 લાખ લોકો રસ્તા પર ઉતર્યા હતા. તાજેતરના ઇતિહાસમાં જમણેરી સંગઠનોના આ સૌથી મોટા દેખાવ છે. આંદોલનનું નેતૃત્વ ટોમી રોબિન્સન (અસલ નામ સ્ટીફન યેક્સલી-લેનન) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ કૂચને “અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઉજવણી” ગણાવી અને તાજેતરમાં હત્યા થયેલા અમેરિકન જમણેરી નેતા ચાર્લી કિર્કને શ્રદ્ધાંજલિ...
જાસ્મીન લેમ્બોરિયા બન્યા ભારતના પ્રથમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા
ભારતની જાસ્મીન લેમ્બોરિયાએ ઇતિહાસ રચ્યો છે. શનિવાર, 13 સપ્ટેમ્બર, 2025ના રોજ લિવરપૂલ, ઇંગ્લૅન્ડમાં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 57 કિગ્રા કેટેગરીના ફાઇનલમાં પોલેન્ડની જુલિયા સેરેમેટાને 4-1ના સ્પ્લિટ ડિસિઝનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ખાસ વાત એ છે કે જુલિયાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. વિજય બાદ Olympics.com સાથે વાત કરતાં જાસ્મીને કહ્યું, “આ અનુભવ શબ્દોમાં...









