ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ વરસી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 34.72 ઈંચ વરસાદ સાથે સિઝનનો 100 ટકા વરસાદ નોંધાયો છે. આ સિદ્ધિ ગયા વર્ષની સરખામણીએ 10 દિવસ મોડી આવી છે. ગયા વર્ષે 26 ઓગસ્ટ સુધીમાં જ 100 ટકા વરસાદ પૂર્ણ થયો હતો, જ્યારે આ વર્ષે તે 6 સપ્ટેમ્બરે પૂર્ણ થયો છે. સિઝનનો પુરો વરસાદ થતા...
Category: BREAKING NEWS
ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી
પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શનિવારે પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ યથાવત રહી હતી. સતલજ અને બિયાસ નદીમાં આવેલા પૂરના કારણે પંજાબમાં 40 વર્ષમાં સૌથી ભયાનક પૂર આવ્યું છે. રાજ્યમાં 2,000થી વધુ ગામો જળબંબાકાર બન્યા છે અને 3.87 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 46થી વધુ લોકોનાં મોત થયા છે....
અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર
અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શનિવારે સાંજથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સાબરમતી નદી પર આવેલ વસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી...
પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો
પંચમહાલ: પાવાગઢમાં શનિવારે (6 સપ્ટેમ્બર) ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6 લોકોના મોત નીપજ્યાં. ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. જાણકારી મળતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ. મળતી માહિતી અનુસાર, પાવાગઢના માંચી થી નિજ મંદિર સુધી બાંધકામ માટે...
જયપુરમાં ચાર માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના મોત, સાત લોકો કાટમાળમાં દટાયા
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવાર રાત્રે એક ભયાનક દુર્ઘટના બની. સુભાષ ચોક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં આવેલું ચાર માળનું મકાન અચાનક ધરાશાયી થયું, જેના કારણે સમગ્ર મકાન પળવારમાં કાટમાળમાં ફેરવાઈ ગયું. આ દુર્ઘટનામાં 33 વર્ષીય પ્રભાત અને તેની 6 વર્ષની દીકરી પીહૂના કરુણ મોત થયા, જ્યારે સાત લોકો કાટમાળમાં દટાયા હતા. સ્થાનિક લોકો અને રાહતદળના...
ઝેલેન્સ્કીએ ઠુકરાવી પુતિનની મોસ્કો વાટાઘાટ ઓફર, કહ્યું: “હું આતંકવાદી દેશમાં પગ નહીં મૂકું”
રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ આશા હતી કે યુદ્ધ અટકાવવા દ્વિપક્ષીય કે ત્રિપક્ષીય સ્તરે વાટાઘાટ શરૂ થશે. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા મોસ્કોમાં બેઠક માટે અપાયેલું આમંત્રણ ઠુકરાવી દીધું છે. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,...
દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ
દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ (CWC) ના અહેવાલ મુજબ હાલમાં દેશની 24 નદીઓમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે 50 જેટલા ડેમ ખતરાની સપાટી નજીક પહોંચી ગયા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નદીઓના જળસ્તરમાં અતિશય વધારો થતાં લોકો મુશ્કેલીમાં...
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પાયલટે કર્યો ‘પાન-પાન’ કોલ; 161 મુસાફરો સુરક્ષિત
દિલ્હીથી ઈન્દોર જઈ રહી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આઈએક્સ-1028માં 5 સપ્ટેમ્બરના રોજ ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક ‘પાન-પાન’ ઈમરજન્સી કોલ કર્યો. ફ્લાઈટમાં 161 મુસાફરો સવાર હતા. પાયલટની વ્યાવસાયિક સમજદારી અને સમયસર લેવાયેલા નિર્ણયથી વિમાન ઈન્દોરના દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર સલામત રીતે લેન્ડ થઈ ગયું, જેનાથી મોટી દુર્ઘટના ટળી અને મુસાફરોના જીવ બચ્યા. ફ્લાઈટ દિલ્હીના...
ટ્રમ્પે ટિપ્પણી કરી: ભારત-રશિયા-ચીનની ત્રિપુટી ભવિષ્ય માટે મજબૂત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને રશિયાના સંબંધોને લઇને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે, “અમે ભારત અને રશિયાને ઊંડા, અંધારા ચીનના હાથોમાં ગુમાવી દીધા છે, અપેક્ષા છે કે તેઓ એકસાથે લાંબું અને સમૃદ્ધ ભવિષ્ય મેળવે.” આ નિવેદનથી ત્રિપુટી – ભારત, રશિયા અને ચીન – વચ્ચેની એકતા ખુલ્લી...
મહીસાગર: અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટના, 5 કર્મચારીઓ હજુ લાપતા, શોધખોળ અભિયાન ચાલુ
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ઉપરવાસના ભારે વરસાદને કારણે 3 લાખ ક્યુસેક પાણી છોડાતા અંજતા પ્રાઈવેટ લિમિટેડ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ખાતે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. તાત્રોલી નજીક આવેલા પ્લાન્ટમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતાં 200 ફૂટ નીચે કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ પાણીમાં તણાઈ ગયા. 24 કલાકથી વધુ સમય વિત્યા છતાં કોઈ પત્તો લાગ્યો નથી. NDRF,...









