ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ મતદાર યાદીમાં બનાવટી નામોના મોટા ગોટાળા સામે આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખુલ્યું કે રાજ્યમાં આશરે સવા કરોડ મતદારો એવા છે જેઓના નામ બે અલગ અલગ મતદાર યાદીમાં સામેલ છે. એટલે કે એક જ વ્યક્તિ ગ્રામ...
Category: BREAKING NEWS
GST 2.0થી રાહત ગ્રાહકો સુધી પહોંચે તે માટે સરકાર તૈયાર, NDA સાંસદોને પણ જવાબદારી સોંપી
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બુધવારે (૩ સપ્ટેમ્બર) લગભગ 400 વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. હવે સરકાર એ સુનિશ્ચિત કરવા માટે તંત્ર તૈયાર કરી રહ્યું છે કે આ રાહતનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચી જાય. સુત્રોના જણાવ્યા મુજબ, ટેક્સ ઘટાડા પછી ઉદ્યોગની કંપનીઓ ટૂંકા સમયમાં કિંમતો ઘટાડે અને...
અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ, વિવાદ ઉઠ્યો
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે થયેલી ફોન અને વીડિયો કોલ પરની ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાનો વીડિયો બહાર આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ બનાવ 31 ઓગસ્ટના બપોરે સોલાપુર જિલ્લાના કરમાલા વિસ્તારમાં થયો હતો. અહીંના કુર્દુ ગામમાં રસ્તા માટે મરૂમ (કાંકરી-કાંકરા) ના...
EU અધ્યક્ષે PM મોદીને ફોન પર કહ્યું: ‘ભારત રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી શકે છે’
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. હાલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મનીના વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ યુરોપિયન યુનિયન (EU) કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર ચર્ચા કરી છે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષએ જણાવ્યું કે, રશિયાએ આક્રમકતા બંધ કરીને શાંતિનો માર્ગ અપનાવવો...
સોનિયા ગાંધી સામે ગુનાહિત ફરિયાદ દાખલ, નાગરિકતા પહેલા મતદાર યાદીમાં નામ હોવાનો આક્ષેપ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસની ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે ગુનાહિત ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ વકીલ વિકાસ ત્રિપાઠીએ દાખલ કરી છે. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોનિયાએ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા પહેલા મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. માહિતી અનુસાર, સોનિયાનું નામ 1980માં નવી દિલ્હીની મતદાર યાદીમાં ઉમેરાયું...
નેપાળમાં 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટ્સએપ સહિત
નેપાળ સરકાર દ્વારા દેશના તમામ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, નેપાળ ટેલિકોમ ઓથોરિટીને 26 સોશિયલ મીડિયા વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, વોટ્સએપ, યુટ્યુબ, ટ્વિટર, લિંક્ડઇન, સ્નેપચેટ, રેડિટ, ડિસ્કોર્ડ, પિન્ટરેસ્ટ, સિગ્નલ, થ્રેડ્સ, વીચેટ, ક્વોરા, ટમ્બલર, ક્લબહાઉસ, રમ્બલ, MI વીડીયો, MI વાઇકે,...
PM મોદીએ GST સુધારાની જાહેરાત કરી, કહ્યું- 5% અને 18% સ્લેબથી મધ્યમ વર્ગ અને ગરીબોને મોટી રાહત
કેન્દ્રીય GSTમાં કરેલા તાજેતરના સુધારાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું કે હવે GST વધુ સરળ અને અસરકારક બની ગયું છે. તેમણે કહ્યું, “ભારત સરકારે રાજ્યો સાથે મળીને GSTમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે GSTનો મુખ્યત્વે માત્ર બે જ રેટ રહેશે, 5% અને 18%, અને નવરાત્રિના પ્રથમ...
બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-ટીએમસી ધારાસભ્યો વચ્ચે મારામારી
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુરૂવારે ભારે હોબાળો થયો હતો, જ્યાં શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ (TMC) અને વિપક્ષ ભાજપના ધારાસભ્યો મારામારી પર ઉતર્યા. મામલામાં બંગાળ ભાજપના ચીફ વ્હિપ શંકર ઘોષની તબિયત લથડી હતી અને તેમને તરત એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. હોબાળો ત્યારે શરૂ થયો જ્યારે સરકારનો કથિત પ્રવાસીઓ પર અત્યાચાર સંબંધિત પ્રસ્તાવ ચર્ચામાં આવ્યો. મુખ્યમંત્રી મમતા...
GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે
ભારતના વસ્તુ અને સેવા કર (GST) માળખામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મોટો નિર્ણય લેવાયો છે. હવે દેશમાં માત્ર બે જ મુખ્ય ટેક્સ સ્લેબ — 5 ટકા અને 18 ટકા રહેશે. જૂના સ્લેબ્સ રદ, નવું માળખું અમલમાં અત્યાર સુધીમાં 5%, 12%, 18% અને...
પંજાબમાં ભયાનક પૂર: 12 જિલ્લા અસરગ્રસ્ત, 3 લાખ લોકો ખસેડાયા, તબાહી પાછળના 5 મોટા કારણ
ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં પંજાબ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. હાલ પંજાબની મુખ્ય નદીઓ સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે રાજ્યમાં અરાજકતા ફેલાઈ છે. અત્યાર સુધીમાં 1,000 થી વધુ ગામો પૂરથી...









