સુરેન્દ્રનગરમાં 7 ઓગસ્ટે એક કોમ્પ્લેક્સના ધાબા પરથી મહિલાનો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલાના પતિએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ જેટલા શખ્સોએ તેની પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી દીધી. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાતમીદારોની મદદથી પોલીસએ પ્રકાશ પરમાર નામના એક આરોપીને ઝડપી...
500 રૂપિયાના બંડલમાં નવો સ્કેમ, નોટ ગણતી વખતે આ રીતે થઈ રહી છે છેતરપિંડી
આજના ડિજિટલ યુગમાં ભલે લોકો UPIનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા હોય, પરંતુ રોકડ વ્યવહાર હજી પૂરેપૂરો બંધ થયો નથી. રોકડ વ્યવહારોમાં પણ હવે નવો પ્રકારનો કૌભાંડ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે 500 રૂપિયાના બંડલમાં કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે. વિડિયોમાં એક વ્યક્તિ 50 હજાર...
જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા
અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે જુગાર રમાડતા શખ્સો પર દરોડો પાડી મોટો ગુનો ઉકેલી લીધો. પોલીસે કમિશન પર જુગાર રમાડતા જીગ્નેશ પટેલ સહિત 10 જુગારીઓને ઝડપી લીધા અને સ્થળ પરથી 7.57 લાખની રોકડ, 50 હજારની કમિશન રકમ, મોબાઇલ ફોન અને બે લક્ઝરી કાર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો....
નકલી દૂતાવાસ કૌભાંડ: 10 વર્ષમાં 162 વિદેશ યાત્રા અને ₹300 કરોડનો ફ્રોડ
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નકલી દૂતાવાસના કેસમાં ભેજાબાજ હર્ષવર્ધન જૈનની ધરપકડ બાદ સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. નોઈડા એસટીએફના અધિકારીઓએ જણાવ્યું કે, કવિનગર સ્થિત તેમના મકાનમાંથી મળેલા દસ્તાવેજોમાં ખુલ્યું છે કે હર્ષવર્ધને એહસાન અલી સૈયદ સાથે મળી વિદેશમાં 25 કંપનીઓ રજિસ્ટર કરી હતી અને અનેક બેંક એકાઉન્ટ પણ ધરાવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે...
ઑસ્ટ્રેલિયામાં BAPS સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાની તત્વોનો હુમલો, દીવાલો પર લખાયા ઉશ્કેરણીજનક સૂત્રો
ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના મિલ પાર્ક વિસ્તારમાં આવેલી BAPS સ્વામિનારાયણ મંદિરે ગુરુવારે સવારે ખાલિસ્તાની તત્વોએ હુમલો કર્યો હતો. આ તત્વોએ મંદિરની દીવાલો પર ઉશ્કેરણીજનક સૂત્રો લખ્યા અને તોડફોડ કરી. મેસેજમાં ખાલિસ્તાન સમર્થનમાં જરનૈલ સિંહ ભિંદરાનવાલેને “શહીદ” તરીકે દર્શાવતો graffiti લખાયો હતો અને ભારત તથા મોદી સરકાર વિરુદ્ધ સૂત્રો પણ લખાયા હતા. આ ઘટનાને લઇને હિન્દુ કાઉન્સિલ...
કંબોડિયામાં ડિજિટલ અરેસ્ટ ગેંગ પર સકંજો: 105 ભારતીય સહિત 3,075ની ધરપકડ
કંબોડિયામાં ચાલતા ડિજિટલ અરેસ્ટ સ્કેમના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે કંબોડિયા સરકારે છેલ્લા 15 દિવસમાં સમગ્ર દેશમાં દરોડા પાડ્યા હતા. આ દરોડાઓમાં કુલ 3,075 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 105 ભારતીય નાગરિકો પણ સામેલ છે....
ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસનો પર્દાફાશ: અસ્તિત્વમાં જ ન હોય એવા દેશોનો ‘રાજદૂત’ બન્યો ભેજાબાજ હર્ષવર્ધન!
ગાઝિયાબાદમાં એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હર્ષવર્ધન જૈન નામના ભેજાબાજએ નકલી દૂતાવાસ ચલાવતા પકડાયો છે. આરોપી પોતાને પશ્ચિમ આર્ટિકા, પૌલ્વિયા, લાડેનિયા અને સેબોરગા જેવા અસ્તિત્વમાં ન હોય એવા દેશોનો રાજદૂત જાહેર કરતો હતો. તેની દફતરમાં તેણે પીએમ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સાથેના મોર્ફ કરેલા ફોટા પણ લગાડ્યા હતા....
ઇરાદાપૂર્વક લોન ન ચુકવનારા 1600 કરતાં વધુ ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ દબાવ્યા
ભારતીય બેન્કો પર લોનનું ભારણ સતત વધતું જઈ રહ્યું છે અને તેની સાથે લોન લીધા બાદ તે રકમ ન ચૂકવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. આર્થિક રીતે સક્ષમ હોવા છતા લોન ન ચૂકવનારાઓને “વિલફુલ ડિફોલ્ટર્સ” તરીકે ઓળખવામાં આવે છે. સંસદમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે 31 માર્ચ 2025 સુધી પબ્લિક સેક્ટર બેન્કોએ...
અમદાવાદ એરપોર્ટ અને સુરતની સ્કૂલ સહિત 159 સ્કૂલોને બોમ્બ વિસ્ફોટની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
રાજ્યમાં ફરી એકવાર શાળાઓને ધમકી મળવાનો ખતરો સર્જાયો છે. ગુજરાત સહિત દેશની કુલ 159 સ્કૂલોને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઇમેલ મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ ઇમેલ Outjacked50.@gmail.com એકાઉન્ટ પરથી મોકલાયો હતો અને તે 12:59 કલાકે પ્રાપ્ત થયો હતો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જાણીતી ગોઇન્કા સ્કૂલને પણ બોમ્બ વિસ્ફોટ કરવાની સ્પષ્ટ...
પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ
એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી અને લક્ષ્મી માંચૂ સહિત ચાર સ્ટાર્સને સમન્સ મોકલ્યા છે. આ સમન્સ ઓનલાઈન બેટિંગ એપ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસને લઈને મોકલાયા છે. EDએ આ કાર્યવાહી સાઈબરાબાદ પોલીસે નોંધેલી FIRના આધારે શરૂ કરી છે. સ્ટાર્સ પર આરોપ છે કે તેઓ ગેરકાયદે બેટિંગ એપનો પ્રમોશન કરીને યુવાનોને આકર્ષિત...









