સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં વધતા પ્રદૂષણના મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સ્વચ્છ હવાનો અધિકાર ફક્ત દિલ્હી-એનસીઆર સુધી મર્યાદિત રહી શકતો નથી, પરંતુ આખા દેશના નાગરિકોને મળવો જોઈએ. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે પોતાના અનુભવ શેર કરતાં જણાવ્યું કે, ગયા વર્ષે શિયાળામાં અમૃતસરની મુલાકાતે ગયાં ત્યારે ત્યાંનું પ્રદૂષણ દિલ્હી...
પાટીદાર અનામત આંદોલન કેસમાં હાર્દિક પટેલ માટે મુશ્કેલી વધી, કોર્ટમાં ગેરહાજરી બાદ બીજીવાર ધરપકડ વોરન્ટ
પાટીદાર અનામત આંદોલન સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધુ વધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટએ કડક વલણ અપનાવતા હાર્દિક પટેલ વિરુદ્ધ બીજીવાર ધરપકડ વોરન્ટ બહાર પાડ્યું છે. કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેવા છતાં ન્યાયિક પ્રક્રિયાનો સામનો ન કરતાં આ પગલું લેવામાં આવ્યું છે. આ કેસની અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ સુનાવણી દરમિયાન પણ હાર્દિક પટેલ...
નેપાળમાં હિંસક આંદોલન વચ્ચે ભારતીય વૉલીબૉલ ટીમનો સફળ બચાવ, દૂતાવાસની ત્વરિત કાર્યવાહી
નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન વચ્ચે ભારતીય દૂતાવાસે પ્રશંસનીય ઝડપ દર્શાવી ભારતીય વૉલીબૉલ ટીમને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આ ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઉપાસના ગિલ વૉલીબૉલ લીગ માટે નેપાળના પોખરા શહેરમાં હતી, પરંતુ અચાનક ફેલાયેલી હિંસામાં તે અને ટીમના સભ્યો ફસાઈ...
હિંસા બાદ PM મોદીનો મણિપુર પ્રવાસ: વિસ્થાપિતો સાથે સંવાદ અને 8500 કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ અને હિંસા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર રાજ્યની મુલાકાતે જઈ રહ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, વડાપ્રધાન 13 સપ્ટેમ્બરે બપોરે 12.15 વાગ્યે મિઝોરમની રાજધાની આઇઝોલથી ચુરાચાંદપુર પહોંચશે, જ્યાં તેઓ વિસ્થાપિત લોકો સાથે સીધો સંવાદ કરશે અને રાજ્યના વિકાસને નવી દિશા આપવાના હેતુથી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. માર્ચ 2023થી...
ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં અનેક હાઇવે બંધ, યાત્રીઓને મુશ્કેલી
ઋષિકેશ-ગંગોત્રી હાઇવે નરેન્દ્ર નગરના બગડધાર વિસ્તારમાં ગઇ રાત્રે આશરે 9.30 કલાકે ભૂસ્ખલનની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે પહાડ પરથી મોટી માત્રામાં કાટમાળ અને માટી નીચે ધસી આવી હતી, જેના કારણે વાહનોની અવરજવર બંધ કરવી પડી. ગઇ કાલ રાત્રિથી હાઇવે પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, અને ચાલતા જવા માટે પણ રસ્તો જોખમી...
અભિનેત્રી કરિશ્મા શર્મા ટ્રેનમાં ચઢતી વખતે પડીજ્તા ગંભીર ઈજાગ્રસ્ત થઈ, હોસ્પિટલમાં દાખલ
બોલીવૂડ ફિલ્મ “પ્યાર કા પંચનામા” માં કામ કરનારી અભિનેત્રી કરિશ્મા શર્મા મુંબઈની લોકલ ટ્રેનમાં ચાલતી વખતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર જાણકારી આપતા જણાવ્યું હતું કે તે ચર્ચગેટ માટે શૂટિંગ માટે જઈ રહી હતી. ટ્રેનમાં ચઢતાની સાથે જ ટ્રેનની ઝડપ વધી ગઈ અને તેના મિત્રો તેને ટ્રેનમાં યોગ્ય રીતે પકડી ન...
સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ
નવી દિલ્હી: સીપી રાધાકૃષ્ણન આજે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાજ્યપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યું, જયાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષણમંત્રી રાજનાથ સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યક્રમમાં પહેલીવાર ભાગ લીધો. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને એનડીએ ઉમેદવાર...
મહેસાણા: ધારાસભ્યના ફોન પર નાયબ ઈજનેરે કહ્યું, ખાડા નહીં પૂરાય, ઓડિયો વાયરલ
મહેસાણામાં સરકારી અધિકારીઓની મનમાની સામે ફરી એકવાર મામલો સામે આવ્યો છે. કડીના ભાજપ ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લોકોની હાજરીમાં નાયબ ઈજનેર ઓજસ પટેલને ખાડા પૂરવા ફોન કર્યો, પરંતુ અધિકારીએ સીધું કહ્યું કે, ખાડા નહીં પૂરાય. ધારાસભ્યએ પહેલા અધિકારીને લેખિતમાં અરજી આપવા કહ્યું, પરંતુ નાયબ ઈજનેર દ્વારા સીધું ના કહેતા વાતચીતમાં તણાવ સર્જાયો. ઘટના અંગેમાં જણાવાયું છે...
સિક્કિમમાં મોડી રાત્રે ભૂસ્ખલન: 4ના મોત, 3 લોકો હજુ ગુમ, પોલીસ-SSBનું રેસ્ક્યુ ઓપરેશન
પશ્ચિમી સિક્કિમના યાંગથાંગ વિસ્તારમાં ગુરુવાર (11 સપ્ટેમ્બર) મોડી રાત્રે ભારે વરસાદ બાદ વિનાશકારી ભૂસ્ખલન સર્જાયું. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો હજુ પણ ગુમ છે. સિક્કિમ પોલીસ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં અધિકારીઓને તોફાની પાણી અને તેજ વહેતા પ્રવાહમાં દોરડા અને ટેકો લઈને ઉભા રહી બચાવ કામગીરી કરતા જોવા મળ્યા હતા. પોલીસ...
લખનઉ-હરદોઈ માર્ગ પર બસ પલટતાં 5ના મોત, 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ નજીક ગુરુવાર સાંજે એક મોટો માર્ગ અકસ્માત બન્યો હતો. હરદોઈથી લખનઉ તરફ જઈ રહેલી સરકારી બસ અચાનક કાબૂ ગુમાવતાં માર્ગ પર પલટી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ મુસાફરોના મોત થયા છે, જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો...









