15 ઓગસ્ટ, 2025ના રોજ ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. એ પૂર્વે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવાર સાંજે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારતની લોકશાહી પ્રણાલીની મજબૂતી અને બંધારણ પ્રત્યેના સન્માન અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે, “અમે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ લોકશાહીનો માર્ગ સ્વીકાર્યો અને દરેક પુખ્ત વયના નાગરિકોને મતાધિકાર...
કપિલ શર્માના કેફે પર હુમલા કેસમાં ઇન્ટરપોલની એન્ટ્રી, FBIએ રણદીપ મલિકની અમેરિકામાં ધરપકડ કરી
કોમેડિયન કપિલ શર્માના કેનેડામાં સ્થિત કેફે પર થયેલા હુમલાના કેસમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી કાર્યવાહી થઈ છે. આ મામલે ઇન્ટરપોલ જોડાયું છે અને અમેરિકામાં તપાસ દરમિયાન એફબીઆઈએ રણદીપ મલિક નામના શખ્સને ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રણદીપ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. માહિતી મુજબ, રણદીપ મલિક એક કુખ્યાત ગુનેગાર છે અને દિલ્હીમાં થયેલા...
જેનિફર મિસ્ત્રીનો દાવો: દિલીપ જોશીએ અસિત મોદીને કોલર પકડી લીધો, થયો હતો મોટો ઝઘડો
પ્રસિદ્ધ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી દર્શકોને મનોરંજન આપી રહ્યો છે. આ શોના પ્રોડ્યુસર અસિત મોદી છે, જ્યારે દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકા ભજવી રહ્યા છે. શોમાં મિસિસ રોશનના રોલમાં દેખાયેલી જેનિફર મિસ્ત્રીએ હવે ચોંકાવનારો દાવો કર્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જેનિફરે જણાવ્યું કે, હોંગકોંગ ટૂર દરમિયાન દિલીપ જોશી અને અસિત...
જન્માષ્ટમી નિમિત્તે વડોદરા-ડાકોર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે
જન્માષ્ટમી તહેવાર અને સતત રજાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા-ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વડોદરા થી આ ટ્રેન 16 ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 11:15 કલાકે ડાકોર પહોંચશે. પાછી ડાકોર-વડોદરા સ્પેશિયલ ટ્રેન 17 ઓગસ્ટે રાત્રે 2 વાગ્યે ડાકોરથી...
કિશ્તવાડમાં ભયાનક ક્લાઉડબર્સ્ટ: 33ના મોત, 200થી વધુ ગુમ, ગામ કાટમાળમાં દફન
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે બપોરે ભયાનક કુદરતી હોનારત સર્જાઈ હતી. ચિશોતી ગામમાં આભ ફાટતાં આખું ગામ પૂરના પાણીમાં તણાઈ ગયું અને 33 લોકોના મોત થયા જ્યારે 200થી વધુ લોકો ગુમ છે. આ ઘટનાથી લોકોની વર્ષોની મહેનત ક્ષણોમાં કાટમાળમાં દફનાઈ ગઈ. મચેલ માતાના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા ત્યારે અચાનક આભ ફાટતાં આંખના પલકારામાં જળબંબાકાર...
ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2025ની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની યાદી, 30 શિક્ષકોનો સન્માન
ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની જાહેરાત કરી છે. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ થાય છે. દર વર્ષે રાજ્ય સરકાર આ પુરસ્કાર શિક્ષણ ક્ષેત્રે પ્રેરક યોગદાન આપનારા...
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતાં પૂરથી ભારે વિનાશ: 30થી વધુના મોત, 200થી વધુ ગુમ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં વાદળ ફાટ્યાના કારણે વિનાશક પૂર આવ્યું છે. ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક થયેલા આભ ફાટવાના કારણે અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું હતું, જેના કારણે હાલત ગંભીર બની ગઈ હતી. અત્યાર સુધી 30થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જેમાં CISFના 2 જવાનો પણ સામેલ છે. ઉપરાંત 100થી વધુ...
જન્માષ્ટમી પર ગુજરાતમાં મુસાફરી સહેલી બનશે: 1200 એક્સ્ટ્રા ST બસો દોડશે
ગુજરાતમાં જન્માષ્ટમીના પાવન અવસર પર લોકો મોટા પ્રમાણમાં પોતાના વતન તરફ રવાના થાય છે. તહેવાર દરમ્યાન મુસાફરોને સહુલિયત મળી રહે તે માટે એસ.ટી નિગમે વિશેષ આયોજન કર્યું છે. આ વર્ષે નિગમ દ્વારા અંદાજે 1200 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને મુશ્કેલી વિના પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકાય. અંદાજ મુજબ બે...
વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી: શહેરમાં ચેકિંગ દરમિયાન ખોરાકના 11 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે અચાનક તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસ દરમિયાન કુલ 11 સ્થળો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. આજવા-વાઘોડિયા રીંગ રોડ પર આવેલી ગાંધી મહેશ પ્રોવિઝન સ્ટોરમાંથી તેલવાળી તુવેરની દાળનો નમૂનો લેવામાં આવ્યો. અકોટા વિસ્તારમાં આવેલી...
જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા
અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે જુગાર રમાડતા શખ્સો પર દરોડો પાડી મોટો ગુનો ઉકેલી લીધો. પોલીસે કમિશન પર જુગાર રમાડતા જીગ્નેશ પટેલ સહિત 10 જુગારીઓને ઝડપી લીધા અને સ્થળ પરથી 7.57 લાખની રોકડ, 50 હજારની કમિશન રકમ, મોબાઇલ ફોન અને બે લક્ઝરી કાર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો....









