Category: INDIA

Home » INDIA » Page 8
મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી ચમોલીમાં પહોંચ્યા, અસરગ્રસ્ત પરિવારને સહાયની સંપૂર્ણ ખાતરી મેળવી
Post

મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી ચમોલીમાં પહોંચ્યા, અસરગ્રસ્ત પરિવારને સહાયની સંપૂર્ણ ખાતરી મેળવી

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન થયું છે. નંદનગર નગર પંચાયતના કુંત્રી વોર્ડમાં લગભગ અડધો ડઝન ઘરો કાટમાળ નીચે દટાયા હતા અને અનેક લોકો ગુમ થયા હોવાનું અંદાજ છે. આવા સંજોગોમાં, મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી આજે (શનિવાર, 20 સપ્ટેમ્બર) ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. સ્થળ પર પહોંચીને...

પંચમહાલમાં RTO ઈન્સ્પેક્ટર પર હુમલો, સરકારી વાહનને નુકસાન, કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ પર પ્રશ્ન
Post

પંચમહાલમાં RTO ઈન્સ્પેક્ટર પર હુમલો, સરકારી વાહનને નુકસાન, કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ પર પ્રશ્ન

પંચમહાલ જિલ્લાના હાલોલ વિસ્તારમાં એક ગંભીર ઘટનામાં RTO ઈન્સ્પેક્ટર ભગદેવસિંહ ચાવડા પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. ઘટના ત્યારે બની જ્યારે ઈન્સ્પેક્ટર તેમના ફરજ દરમિયાન હાલોલ ટોલ નાકા પર હાજર હતા. એક કારમાં આવેલા શખ્સોએ તેમના પર બબાલ કરી અને કંજરી ચોકડી પાસે રોકીને મારામારી કરી. હુમલામાં સરકારી વાહનને પણ નુકસાન પહોંચ્યું, જેમાં કારના કાચ...

કેટરિના કૈફ બેબી બમ્પ સાથે નજરે આવી, પ્રેગ્નન્સી અંગે ફેન્સમાં ઉત્સાહ
Post

કેટરિના કૈફ બેબી બમ્પ સાથે નજરે આવી, પ્રેગ્નન્સી અંગે ફેન્સમાં ઉત્સાહ

પાછલા થોડા સમયથી બોલીવૂડ કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ માતાપિતા બનવાના હોવાના ચર્ચાઓ ચાલી રહી છે. હજુ સુધી કપલ દ્વારા આ બાબતની સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી. તાજેતરમાં વિકી કૌશલ આર્યન ખાનની ફિલ્મ ‘બેડ્સ ઓફ બોલીવુડ’ના પ્રીમિયર ઈવેન્ટમાં હાજર રહ્યો હતો, જ્યારે કેટરિના કૈફ હાજર ન હતી, જેના કારણે ચર્ચાઓને વધુ તેજી મળી. હાલમાં...

અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા
Post

અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા

અમદાવાદ: શહેરમાં ગુનેગારોને પકડવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ અભિયાન ઓપરેશન ક્લિન સ્વીપ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ઝોન 7 વિસ્તારમાં ફરાર થયેલા 74 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ અભિયાન માત્ર એક જ રાતમાં પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. ઓપરેશન દરમિયાન કુલ 255 પોલીસકર્મીઓની 9 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડતી...

સુરતના હજીરા વિસ્તારમાં હિટ એન્ડ રન દુર્ઘટના, બેફામ ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લીધા, મહિલાનું મોત
Post

સુરતના હજીરા વિસ્તારમાં હિટ એન્ડ રન દુર્ઘટના, બેફામ ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લીધા, મહિલાનું મોત

સુરત શહેરના હજીરા વિસ્તારમાં એક ગંભીર હિટ એન્ડ રન દુર્ઘટના બની છે, જેમાં બેફામ ડમ્પર ચાલકે લારીવાળી મહિલાને અડફેટે લીધા પછી ઘટના સ્થળે જ મહિલાનું મોત થયું. અકસ્માત બાદ ડ્રાઈવર તરત જ ગાડીને લઈને ફરાર થઇ ગયો હતો, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિક લોકો તાત્કાલિક પોલીસને જાણ કરી અને ગુનેગારને ઝડપી પાડવાની માંગ...

નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ
Post

નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ

અમદાવાદ: નવરાત્રિની ઉજવણી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી શહેરના વસ્ત્રાપુર, નવા વાડજ, રાણીપ, ગોતા, એસજી હાઇવે, બોડકદેવ, સિંધુભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયખડ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મેમનગર, બાપુનગર અને વિજય ચાર રસ્તા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. GMDC ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો...

દિલ્હી-એનસીઆરમાં જોવા મળ્યો અદ્ભૂત ઉલ્કાપિંડનો નજારો, લોકોમાં ઉત્સુકતા અને ચિંતા બંને જગાવી
Post

દિલ્હી-એનસીઆરમાં જોવા મળ્યો અદ્ભૂત ઉલ્કાપિંડનો નજારો, લોકોમાં ઉત્સુકતા અને ચિંતા બંને જગાવી

દિલ્હી-એનસીઆર: દિલ્હીના આકાશમાં એક તેજસ્વી ઉલ્કાપિંડ દેખાયો, જેને જોતા કેટલાક લોકો અચંબામાં પડ્યા તો કેટલાક ડરી ગયા. આ પ્રકાશની તેજસ્વી રેખા થોડા ક્ષણ માટે દૂર સુધી ફેલાઈ હતી અને કેટલાક લોકોએ તેને કેમેરામાં કેદ કર્યું. આ દ્રશ્ય દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને અલીગઢ સહિતના વિસ્તારોમાં જોવા મળ્યો. વિડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ...

બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Post

બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર...

મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, ભારતના ક્રૂઝ પર્યટન ક્ષેત્રને મળશે મોટો વેગ
Post

મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, ભારતના ક્રૂઝ પર્યટન ક્ષેત્રને મળશે મોટો વેગ

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના બૈલાર્ડ પિયર ખાતે સ્થિત અત્યાધુનિક મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ (MICT) નું ઉદ્ઘાટન કર્યું. આ ટર્મિનલ ક્રૂઝ ભારત મિશન હેઠળ વિકસાવવામાં આવ્યું છે, જે ભારતની સમુદ્રી અવસથાપનાને મજબૂત બનાવશે અને મુંબઈને એક અગત્યના ક્રૂઝ પર્યટન હબ તરીકે વિકસાવશે. મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ 4,15,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને...

PM મોદી ભાવનગરના રોડ શોમાં, 27 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
Post

PM મોદી ભાવનગરના રોડ શોમાં, 27 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગર શહેરની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં તેઓ ગુજરાતને 27 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. આ મુલાકાત દરમિયાન, PM મોદી વિવિધ વિભાગોના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જે રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપશે. વડાપ્રધાનના આગમનને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. PM મોદીના ભવ્ય રોડ શો...