Category: INDIA

Home » INDIA » Page 82
ED એ સટ્ટાબાજી એપ્સને પ્રમોટ કરવા બદલ Google અને Meta ને પાઠવી નોટિસ
Post

ED એ સટ્ટાબાજી એપ્સને પ્રમોટ કરવા બદલ Google અને Meta ને પાઠવી નોટિસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી અંગે મોટી કાર્યવાહી કરી છે અને ટેક જાયન્ટ્સ Google અને Meta ને નોટિસ ફટકારી છે. EDનો આરોપ છે કે આ કંપનીઓએ તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન્સને જાહેરાતની જગ્યા જ પૂરી પાડી નથી, પરંતુ તેમને પ્રોત્સાહન પણ આપ્યું છે. 21 જુલાઈના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે...

ટ્રમ્પનો મોટો દાવો: ‘મારા હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું, 5 ફાઇટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા’
Post

ટ્રમ્પનો મોટો દાવો: ‘મારા હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું, 5 ફાઇટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા’

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે કરેલા દાવા સાથે ચર્ચામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે ડિનર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન હસ્તક્ષેપ કર્યો હતો અને જેના પરિણામે એક મોટું યુદ્ધ ટળી ગયું હતું. ટ્રમ્પનો દાવો: “ફાઈટર જેટ્સ તોડી પાડાયા, તણાવ હદે પહોંચી ગયો...

ટાટા સન્સે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ ની સ્થાપના કરી, દુર્ઘટનાના પીડિતોને મળશે ₹500 કરોડની સહાય
Post

ટાટા સન્સે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ ની સ્થાપના કરી, દુર્ઘટનાના પીડિતોને મળશે ₹500 કરોડની સહાય

ટાટા સન્સે શુક્રવારે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ નામના એક જાહેર ચેરિટેબલ ટ્રસ્ટની મુંબઈમાં નોંધણી પૂર્ણ કરી છે. આ ટ્રસ્ટ અમદાવાદમાં Air India ફલાઇટ AI-171ના દુર્ઘટનામાં મૃત અને ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને સમર્પિત છે. ટ્રસ્ટ દ્વારા દુર્ઘટનામાં જીવ ગુમાવનારના આશ્રિતો, ગંભીર રીતે ઘાયલ થયેલા અને પરોક્ષ રીતે અસરગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક તેમજ લાંબાગાળાની સહાય પૂરી પાડી...

દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી; પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ
Post

દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી; પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની EDએ ધરપકડ કરી છે. દારૂ કૌભાંડ કેસમાં EDએ આ કાર્યવાહી કરી છે. આજે સવારે જ્યારે EDની ટીમે દરોડો પાડ્યો ત્યારે ભૂપેશ બઘેલે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. બઘેલે ભાજપને ‘સાહેબ’ કહીને સંબોધન કર્યું હતું. તમને જણાવી દઈએ કે EDએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં આ કાર્યવાહી કરી છે....

ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ
Post

ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ

ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાં એક નવા વિવાદમાં ફસાઈ ગઇ હોય તેવું લાગે છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હસીન દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તેમના પર પાડોશી પર જીવલેણ હુમલો કરવાનો...

ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી, ઍડ્વોકેટ જનરલે માફી માગી
Post

ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી, ઍડ્વોકેટ જનરલે માફી માગી

વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે. વધુ એક પુલ તૂટવાની ઘટનાથી નારાજગી વ્યક્ત કરતાં હાઇકોર્ટે પુલના ઇન્સ્પેક્શનની કામગીરી પર ધારદાર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે માર્ગ અને મકાન વિભાગની કામગીરી મુદ્દે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે ખાસ કરીને ચોમાસા પહેલા અને પછી પુલનું...

સુરતમાં યુવકનો આપઘાત: ચોંકાવનારા CCTV ફૂટેજ આવ્યા સામે
Post

સુરતમાં યુવકનો આપઘાત: ચોંકાવનારા CCTV ફૂટેજ આવ્યા સામે

સુરતના પુણાગામ વિસ્તારમાં એક 31 વર્ષીય યુવકે ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કર્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ખેતલાઆપા ટી-સ્ટોલ નજીક યુવકે પોતાની બહેનના સસરાને મસાલો લેવા મોકલી આપઘાતનું પગલું ભર્યું. યુવકને આઈસર ટ્રકના ટાયર નીચે ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. મૃતક નિલેશ મૂળ...

સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત
Post

સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત

કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં અમદાવાદ પ્રથમ વખત 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મોખરું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. સાથે સાથે સુરતને સુપર સ્વચ્છ લીગમાં બીજું સ્થાન મળ્યું છે, જ્યારે ગાંધીનગર અને વડોદરાને પણ અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ અપાયા છે. જોકે, કડવી હકીકત એ છે કે ગુજરાતની 162 નગરપાલિકાઓમાંથી ફક્ત 26 શહેરો...

AI-171 દુર્ઘટના: પાયલટ સુમિતે ફ્યુઅલ સ્વિચ બંધ કર્યો હોવાનો અમેરિકી દાવો, ભારતે આક્ષેપોને નકારી કાઢ્યા
Post

AI-171 દુર્ઘટના: પાયલટ સુમિતે ફ્યુઅલ સ્વિચ બંધ કર્યો હોવાનો અમેરિકી દાવો, ભારતે આક્ષેપોને નકારી કાઢ્યા

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171, જે બોઈંગ 787-8 ડ્રીમલાઇનર હતી, અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી ત્યારે ઉડાન ભર્યાની માત્ર સેકન્ડોમાં જ ગુજરાતના ઘન વસતિવાળા વિસ્તારમાં ક્રેશ થઈ. આ ભીષણ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સહિત કુલ 260 લોકોના દયનિય મૃત્યુ થયા, જેને ભારતના હવાઈ ઇતિહાસમાં છેલ્લા ત્રણ દાયકાની સૌથી ભયંકર દુર્ઘટનામાં સ્થાન મળ્યું છે....

SC પ્રમાણપત્ર મુદ્દે ફડણવીસનું એલાન: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મના લોકોને નહીં મળે અનામતનો લાભ
Post

SC પ્રમાણપત્ર મુદ્દે ફડણવીસનું એલાન: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મના લોકોને નહીં મળે અનામતનો લાભ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના વિધાન પરિષદમાં મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે હવે અનુસૂચિત જાતિ (SC)નો પ્રમાણપત્ર માત્ર હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મના અનુયાયીઓ માટે જ માન્ય રહેશે. જો અન્ય કોઈ ધર્મના વ્યક્તિએ આ સર્ટિફિકેટ મેળવીને સરકારી સુવિધાઓનો લાભ લીધો હશે તો તે રદ કરવામાં આવશે અને કાયદેસર પગલાં ભરવામાં આવશે. SC સર્ટિફિકેટનો દુરુપયોગ કરનારા...