ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા...
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર
આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તે પહેલાં જ બે મહત્વના પક્ષો – કે. ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે...
ભાજપ વર્કશોપમાં વડાપ્રધાન મોદીનો સાદગીભર્યો અંદાજ, સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા સાંસદોની વિચારમંથન માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રવિવારે સંસદ પરિસરમાં શરૂ થયું. આ વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ સાંસદોએ ભાગ લીધો. અહીં પીએમ મોદીનો સાદગીભર્યો અને અનોખો અંદાજ જોવા મળ્યો – તેઓ એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા હતા. તેમની આ...
રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ
ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે અને તેમની ભારતીય નાગરિકતા રદ થવી જોઈએ. આ દાવાને આધારે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી શરૂ કરી છે અને વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે. માહિતી મુજબ, ઈડી રાહુલ ગાંધીની વિદેશી કંપનીઓ, વિદેશી બેન્ક ખાતાઓ તેમજ શક્ય...
સોશિયલ મીડિયા પોસ્ટ મામલે કેરળ કોંગ્રેસે માફી માગી, જવાબદાર નેતાનું રાજીનામું
કેરળ: કેરળ કોંગ્રેસે શનિવારે (6 સપ્ટેમ્બર) સ્વીકાર્યું છે કે, સોશિયલ મીડિયા પર બિહારને ‘બીડી’ કહેતા વિવાદાસ્પદ પોસ્ટ મોટી ભૂલ હતી. પોસ્ટ સામે રાજકીય અને સામાજિક સ્તરે પ્રતિક્રિયા વધતા, પાર્ટીએ તરત જ તેને હટાવી દીધું અને જાહેરમાં માફી માંગી. આ ઘટના બાદ કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ વી.ટી. બાલરામે પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેરળ...
અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ, વિવાદ ઉઠ્યો
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે થયેલી ફોન અને વીડિયો કોલ પરની ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાનો વીડિયો બહાર આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ બનાવ 31 ઓગસ્ટના બપોરે સોલાપુર જિલ્લાના કરમાલા વિસ્તારમાં થયો હતો. અહીંના કુર્દુ ગામમાં રસ્તા માટે મરૂમ (કાંકરી-કાંકરા) ના...
સોનિયા ગાંધી સામે ગુનાહિત ફરિયાદ દાખલ, નાગરિકતા પહેલા મતદાર યાદીમાં નામ હોવાનો આક્ષેપ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસની ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે ગુનાહિત ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ વકીલ વિકાસ ત્રિપાઠીએ દાખલ કરી છે. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોનિયાએ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા પહેલા મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. માહિતી અનુસાર, સોનિયાનું નામ 1980માં નવી દિલ્હીની મતદાર યાદીમાં ઉમેરાયું...
બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-ટીએમસી ધારાસભ્યો વચ્ચે મારામારી
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુરૂવારે ભારે હોબાળો થયો હતો, જ્યાં શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ (TMC) અને વિપક્ષ ભાજપના ધારાસભ્યો મારામારી પર ઉતર્યા. મામલામાં બંગાળ ભાજપના ચીફ વ્હિપ શંકર ઘોષની તબિયત લથડી હતી અને તેમને તરત એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. હોબાળો ત્યારે શરૂ થયો જ્યારે સરકારનો કથિત પ્રવાસીઓ પર અત્યાચાર સંબંધિત પ્રસ્તાવ ચર્ચામાં આવ્યો. મુખ્યમંત્રી મમતા...
ગુજરાતમાં મોટો રાજકીય વળાંક: 500થી વધુ લોકોએ આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને ઝટકો
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં આમ આદમી પાર્ટી (AAP)નું વિશાળ ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની ભાજપમાંથી ડીસ્ચાર્જ થયા બાદ જિલ્લાની પંચાયત ઉપપ્રમુખ અને બે વાર તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા દિનેશભાઈ રામાભાઈ તડવીએ પોતાનો પક્ષ છોડ્યો અને પોતાના સમર્થકો સાથે AAPમાં જોડાયા. આ પ્રસંગે આજુબાજુના ગામોના ભૂતપૂર્વ સરપંચો, ડેપ્યુટી સરપંચો,...
મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકારમાં આંતરિક વિવાદ, છગન ભુજબળે કર્યો કેબિનેટ બેઠકનો બહિષ્કાર
મહારાષ્ટ્ર સરકાર દ્વારા માન્ય મરાઠા સમાજના લોકોને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવાની તૈયારીને પગલે સરકારમાં આંતરિક વિખવાદના સંકેતો મળી રહ્યા છે. એનસિપીનાં વરિષ્ઠ મંત્રી છગન ભુજબળે આ નિર્ણયનો વિરોધ કરતાં કેબિનેટ બેઠકનો બહિષ્કાર કરવાનો એલાન કર્યો છે. બીજી તરફ, વિપક્ષ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસે ઓબીસી નેતાઓની બેઠક છ સપ્ટેમ્બરના રોજ બોલાવી છે. ભુજબળે સ્પષ્ટ કર્યું છે કે...









