“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ

“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ

અમદાવાદના એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કોકપીટમાં થયેલી વાતચીત અને ટેકનિકલ ખામીઓના ચોંકાવનારા ખુલાસા થયા છે. ટેકઓફ પછી બંને એન્જિન બંધ 12 જૂને અમદાવાદથી લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને ટેકઓફ કર્યા બાદ માત્ર થોડી સેકન્ડમાં જ બંને એન્જિન બંધ થઈ ગયા. એન્જિનના...

અમદાવાદ પ્લેન દુર્ઘટના: “વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું” – AAIBનો ખુલાસો

અમદાવાદ પ્લેન દુર્ઘટના: “વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું” – AAIBનો ખુલાસો

વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુઅલ કટઓફ સ્વિચ 'RUN'થી 'CUTOFF' સ્થિતિમાં એક જ સેકન્ડમાં ગઈ, જેના કારણે એન્જિનને ઈંધણ મળવાનું બંધ થયું.

જાણો શું કહી રહ્યું છે 11 જૂલાઈનું રાશિફળ

જાણો શું કહી રહ્યું છે 11 જૂલાઈનું રાશિફળ

રાશિફળનું આપણાં જીવનમાં વિશેષ સ્થાન છે. રાશિફળના આધારે આપણે ભવિષ્યમાં આવનારી ઘટનાઓ, સારો કે ખરાબ સમય કે કયા કાર્યોમાં સફળતા મળે એ વિશે પૂર્વઅનુમાન મેળવી શકીએ છીએ. રાશિફળનું નિર્માણ ગ્રહોની ગતિ, નક્ષત્રોની સ્થિતિ અને અન્ય ખગોળીય ઘનાઓના આધારે થાય છે. તો ચાલો, જાણીએ કે આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે – કયાં ક્ષેત્રે મળશે લાભ અને કયા બાબતમાં રાખવી...

બ્રાઝિલ બાદ હવે કેનેડા પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો, લગાવ્યો 35% ટેરિફ

બ્રાઝિલ બાદ હવે કેનેડા પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો, લગાવ્યો 35% ટેરિફ

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર (વેપાર યુદ્ધ)ની શરૂઆત કરી છે. છેલ્લા એક સપ્તાહથી ટ્રમ્પે વિવિધ દેશો પર એક પછી એક ટેરિફ (આયાત શુલ્ક) લગાવવાની જાહેરાત કરી છે, જેને કારણે ઘણા દેશોને આર્થિક ઝટકો લાગ્યો છે. કેનેડા પર 35% ટેરિફ અને ખુલ્લી ધમકી ટ્રમ્પે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે આગામી 1 ઓગસ્ટથી કેનેડાથી આયાત થતા ઉત્પાદનો પર...

અચૂક જાણો: રુદ્રાભિષેક અને જલાભિષેક વચ્ચેનો સ્પષ્ટ તફાવત – મોટાભાગના લોકો રહે છે અજાણ

અચૂક જાણો: રુદ્રાભિષેક અને જલાભિષેક વચ્ચેનો સ્પષ્ટ તફાવત – મોટાભાગના લોકો રહે છે અજાણ

શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. તેમા રુદ્રાભિષેક અને જલાભિષેકનો ખાસ મહત્ત્વ છે. ઘણાં ભક્તો બંનેને સમાન માને છે, પણ હકીકતમાં આ બંને વિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ તફાવત છે – જે જાણવું ખૂબ જ જરૂરી છે. શું છે જલાભિષેક? જલાભિષેક એટલે ભગવાન શિવને પવિત્ર જળથી અભિષેક કરવો. સામાન્ય રીતે ભક્તો શિવલિંગ પર પાણી ચઢાવે...

સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા; REEL બનાવવાને લઈને પિતાએ દીકરીને ગોળી મારી

સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા; REEL બનાવવાને લઈને પિતાએ દીકરીને ગોળી મારી

ગુરુગ્રામના સુશાંત લોક ફેઝ-2 વિસ્તારમાં ગુરુવાર, 10 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેમના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. શરુઆતની માહિતી અનુસાર, રાધિકાના પિતા સોશિયલ મીડિયા પર તેમની દીકરી દ્વારા Reels બનાવવાનો વિરોધ કરતા હતા. પોલીસ દ્વારા મળેલી વિગતો મુજબ, રાધિકા યાદવની ઉંમર 24 વર્ષ હતી...

ભારતને ઝટકો: ઋષભ પંત ઈજાગ્રસ્ત, વિકેટકીપિંગ માટે ધ્રુવ જુરેલ ઉતર્યા મેદાનમાં

ભારતને ઝટકો: ઋષભ પંત ઈજાગ્રસ્ત, વિકેટકીપિંગ માટે ધ્રુવ જુરેલ ઉતર્યા મેદાનમાં

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા જ દિવસે Team India ને મોટો ઝટકો લાગ્યો છે. મુખ્ય વિકેટકીપર ઋષભ પંતને બેટિંગ દરમિયાન બોલ પકડતી વખતે આંગળી પર ઈજા થતાં તેમને મેદાન છોડવું પડ્યું છે. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી છે. લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો ત્રીજો મુકાબલો રમાઈ રહ્યો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન...

કેનેડામાં હવામાં જ અથડાયા બે ટ્રેનિંગ પ્લેન, ભારતીય પાયલટ વિદ્યાર્થી સહિત બેના કરુણ મોત

કેનેડામાં હવામાં જ અથડાયા બે ટ્રેનિંગ પ્લેન, ભારતીય પાયલટ વિદ્યાર્થી સહિત બેના કરુણ મોત

કેનેડાના મૈનિટોબા શહેર નજીક હવામાં બે ટ્રેનિંગ પ્લેન વચ્ચે અથડામણ થવાની દુર્ઘટનામાં એક ભારતીય વિદ્યાર્થી સહિત બે પાયલટ તાલીમાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે. ઘટના મંગળવારે સવારે વિનીપેગથી લગભગ 50 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત સ્ટેઇનબેક નજીક બની હતી. ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટના, બંને વિમાનો સામસામે આવ્યા મળતી માહિતી મુજબ, બંને સિંગલ એંજિન ધરાવતા પ્લેન ટેક-ઓફ અને લેન્ડિંગની તાલીમ દરમિયાન હવામાં સામસામે અથડાયા હતા....

ઈમરજન્સી સમયે લોકશાહીની સ્વતંત્રતા છીનવાઇ, ક્રૂરતા થઈ: શશી થરુરનો પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ પ્રહાર

ઈમરજન્સી સમયે લોકશાહીની સ્વતંત્રતા છીનવાઇ, ક્રૂરતા થઈ: શશી થરુરનો પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ પ્રહાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાના જ પાર્ટી વિરુદ્ધ ખુલ્લો પ્રહાર કર્યો છે. આ વખતે તેમણે 1975ની કટોકટી (ઈમરજન્સી) ના કાળા યુગ અંગે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં ગંભીર ટિપ્પણીઓ કરી છે. મલયાલમ અખબારમાં લખેલા એક લેખમાં થરૂરે કહ્યું છે કે, “શિસ્ત અને વ્યવસ્થાના નામે તે સમયમાં ગંભીર ક્રૂરતા કરવામાં આવી હતી. માત્ર કટોકટી એક કાળો અધ્યાય...

એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને IT વિભાગની નોટિસ, સંપત્તિમાં વધારા અંગે માંગ્યો હિસાબ

એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને IT વિભાગની નોટિસ, સંપત્તિમાં વધારા અંગે માંગ્યો હિસાબ

મહારાષ્ટ્ર રાજકારણમાં ચકચાર મચાવતો વિકાસ સામે આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે તથા શિવસેના શિંદે જૂથના નેતા અને મંત્રી સંજય શિરસાટને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. બંનેને તેમની સંપત્તિમાં થયેલા આકસ્મિક વધારા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. ‘વર્ષ 2019થી 2024 વચ્ચે સંપત્તિમાં વધારો થયો’ મંત્રીએ નોટિસ અંગે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, “ઈન્કમટેક્સ વિભાગ...