રાજ્યમાં મેઘરાજાએ વધુ એકવાર દસ્તક આપી છે. રવિવાર, 6 જુલાઈના રોજ સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 8 કલાકમાં, સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં નોંધાયો છે, જ્યાં 5.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના બારડોલીમાં 4.69 ઈંચ, પલસાણા...

લાફા કાંડ કેસમાં ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન રાજપીપળા કોર્ટે નામંજૂર કર્યા, આવતીકાલે સેશન્સ કોર્ટમાં કરશે અપીલ
દેડિયાપાડા લાફા કાંડ મામલામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આજે તેમને રાજપીપળાની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જોકે કોર્ટ તે ફગાવી દીધી છે. સાથે જ ચૈતર વસાવાની જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં આવશે જામીન અરજી કોર્ટના નિર્ણય અનુસાર, હવે ચૈતર વસાવા જામીન મેળવવા માટે ડિસ્ટ્રિક્ટ સેશન્સ...

ક્યારે સુધરશે બેકાર અધિકારીઓથી ભરેલું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર
શહેરના રસ્તાઓની દયનીય સ્થિતિ સામે ફરીથી વહીવટીતંત્રના દાવાઓની પોલ ખુલીછે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે નવા રોડ બનાવવા અને રિસરફેસિંગ માટે આશરે ₹1000 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. છતાં માત્ર જૂન-2025 મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 838 ભૂવા પડવાના બનાવો સામે આવ્યા છે. આ ખાડાઓના સમારકામ માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, છતાં સમસ્યા યથાવત...

ક્રિપ્ટો કરન્સીનો દુરુપયોગ કરીને 335 કરોડના વિદેશી હવાલાનું કૌભાંડનો પર્દાફાશ
ભારતમાં વધુ એક મોટો આર્થિક ભાંડાફોડ થયો છે. ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીને ₹335 કરોડના હવાલા વ્યવહાર દ્વારા દુબઈ નાણા મોકલવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ વ્યવહાર SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) તથા RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)ની મંજૂરી વિના ચલાવવામાં આવ્યો હતો. ક્રિપ્ટોનો ઉપયોગ કરીને વિદેશી ચલણની હેરાફેરી જાંચ એજન્સીઓના જણાવ્યા મુજબ આરોપીઓએ વિવિધ નકલી કંપનીઓ બનાવી...

ઈલોન મસ્કનો ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર, નવી રાજકીય ‘અમેરિકા પાર્ટી’ની કરી સ્થાપના
249મા સ્વતંત્રતા દિવસની ઊજવણી દરમિયાન અમેરિકાના રાજકારણમાં ભારે હલચલ સર્જાઈ અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો કાયદો ‘વન બિગ બ્યુટીફુલ લૉ’ અમલમાં મૂક્યો છે. પરંતુ આ દરમિયાન વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે એક મહત્વપૂર્ણ રાજકીય પગલું ભર્યું છે. ઈલોન મસ્કે X પર જાહેરાત કરીને ‘અમેરિકા પાર્ટી’ નામે એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરી....

નીરજ ચોપરાએ NC ક્લાસિકમાં 86.18 મીટર થ્રો સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ભારતીય ભાલાફેંક ચેમ્પિયન નીરજ ચોપરાએ NC ક્લાસિક 2025માં શાનદાર પ્રદર્શન કરી ટાઈટલ જીતી લીધો છે. 86.18 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે તેણે આ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો. ખાસ વાત એ છે કે આ ટુર્નામેન્ટ પહેલી વાર આયોજિત કરવામાં આવી હતી અને નીરજ ચોપરા પહેલો વિજેતા બન્યો છે. ટુર્નામેન્ટ દરમિયાન નીરજનો પહેલો થ્રો ફાઉલ ગયો હતો, છતાં તેણે બીજા પ્રયાસમાં 82.99...

દિલજીત દોસાંઝની મુશ્કેલીમાં વધારો; ટી-સીરીઝે મૂક્યો પ્રતિબંધ, હવે ક્યારેય સાથે નહીં કરે કામ
પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે કામ કરવાને કારણે તે સોશિયલ મીડિયા પર ઘેરા વિવાદમાં ફસાઈ ગયો છે. હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સંસ્થા FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ)એ દિલજીત દોસાંઝને ફિલ્મમાંથી હટાવવાની માંગ કરી છે. ‘બોર્ડર 2’ની ટીમ સાથે બેઠક, દિલજીતને દૂર કરવાની માંગ FWICEના પ્રમુખ બીએન તિવારીએ માહિતી...

વૈભવ સુર્યવંશીએ 52 બોલમાં સદી ફટકારી ઈંગ્લેન્ડમાં કરી કમાલ, U-19માં રચ્યો ઈતિહાસ
ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડમાં અંડર-19 યુથ વનડે સિરીઝમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ અંડર-19 સામેની ચોથી યુથ વનડેમાં તેણે માત્ર 78 બોલમાં 143 રનની વિસ્ફોટક ઇનિંગ રમતાં બે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે 13 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા અને સ્ટ્રાઈક રેટ 183.33 રહ્યો હતો. યુથ વનડેમાં સૌથી ઝડપી સદી અને સૌથી નાની ઉંમરે...

PNB કૌભાંડમાં મોટી સફળતા: નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં પકડાયો, પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ
PNB ના હજારો કરોડના કૌભાંડમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી ભારતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની સંયુક્ત અપીલના આધારે કરવામાં આવી છે. 4 જુલાઈએ થઈ ધરપકડ, હવે પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 4 જુલાઈ, 2025ના રોજ નેહલ મોદીની...

ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા, પુત્રની પણ આ રીતે જ થઈ હતી હત્યા
બિહારના જાણીતા ઉદ્યોગપતિ અને વેપારી ગોપાલ ખેમકાની શુક્રવાર રાત્રે તેમની જ રહેણાંક એપાર્ટમેન્ટ બહાર હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક શખ્સ હેલ્મેટ પહેરીને કારની રાહ જોતા નજરે પડે છે અને માત્ર 6 સેકન્ડમાં ગોળી ચલાવીને સ્કૂટી પરથી ફરાર થઈ જાય છે. સીસીટીવી ફૂટેજ અનુસાર, રાત્રે 11:38 વાગ્યે ગોપાલ ખેમકા જ્યારે પોતાની કારમાં ઘરે...
