સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત

સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત

કન્નડ ફિલ્મો સાથે જોડાયેલી જાણીતી અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના ગુનામાં ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) અંતર્ગત એક વર્ષની કાયદેસર જેલસજા ફટકારવામાં આવી છે. આ નિર્ણય એડવાઇઝરી બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો. રાન્યા રાવ ઉપરાંત અન્ય બે આરોપીઓની પણ આ કેસમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જામીન અરજીનો અધિકાર નહીં મળે આદેશ અનુસાર, તમામ ત્રણ આરોપીઓને સજા...

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે દીકરીનો જન્મ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે દીકરીનો જન્મ

બોલિવૂડના લોકપ્રિય કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના પ્રથમ સંતાનના જન્મથી ખુશીથી મહેકી ઉઠ્યાં છે. કિયારાએ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. સોશિયલ મીડિયામાં અભિનંદનનો વરસાદ આ સમાચાર મળતાની સાથે જ ફેન્સ અને સેલેબ્સ તરફથી તેમને અભિનંદનો મળી રહ્યા છે. ફેબ્રુઆરી 2025માં કપલે એક  તસવીર શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી,...

પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં ફેઈલ: RTIમાં ચોંકાવનારા ખુલાસા

પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં ફેઈલ: RTIમાં ચોંકાવનારા ખુલાસા

અમદાવાદના એરપોર્ટ પર તાજેતરમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર તૂટી પડ્યાની ઘટનાએ તોફાન મચાવ્યું છે. આ ઘટનાને લઈને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ પર વિવાદ ઉભો થયો છે. કેટલાકે આરોપ લગાવ્યો છે કે રિપોર્ટ પાઈલટને જવાબદાર ઠેરવીને બોઈંગ કંપનીને બચાવવાનો પ્રયાસ કરે છે. આ ઘટનાની વચ્ચે એક આરટીઆઈ અરજીમાં ખુલાસો થયો છે કે વર્ષ 2020થી 2025 વચ્ચે ભારતમાં...

રાહુલ ગાંધીનો કટાક્ષ: “દેશની વિદેશ નીતિને એક સર્કસમાં ફેરવી દેવામાં આવી છે”

રાહુલ ગાંધીનો કટાક્ષ: “દેશની વિદેશ નીતિને એક સર્કસમાં ફેરવી દેવામાં આવી છે”

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતને લઈને કટાક્ષ કર્યો છે. મંગળવારે (15 જુલાઈ) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ભારતની વિદેશ નીતિને એક “સંપૂર્ણ વિકસિત સર્કસ”માં ફેરવી રહી છે. શું કહ્યું રાહુલ ગાંધીએ? રાહુલે લખ્યું, “ચીની વિદેશ મંત્રી...

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી સજા મુલતવી, ભારત સરકારના પ્રયાસો સફળ

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી સજા મુલતવી, ભારત સરકારના પ્રયાસો સફળ

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. નિમિષા પર તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહેદીની હત્યાનો આરોપ છે અને 16 જુલાઈએ ફાંસી આપવામાં આવવાની હતી. પરંતુ ભારત સરકારના સતત પ્રયાસો અને યમન સરકાર સાથે ચાલી રહેલા સંપર્કોના પગલે તે સજા તાત્કાલિક અસરથી અટકાવવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, ન્યુદિલ્હી યમનમાં આવેલા સના જેલના...

18 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ શુભાંશુ શુક્લાની પૃથ્વી પર ભવ્ય વાપસી, કેલિફોર્નિયામાં સફળ ઉતરાણ

18 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ શુભાંશુ શુક્લાની પૃથ્વી પર ભવ્ય વાપસી, કેલિફોર્નિયામાં સફળ ઉતરાણ

ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ 18 દિવસની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) યાત્રા પૂર્ણ કરી પૃથ્વી પર વિજયી વાપસી કરી છે. તેઓ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા કેલિફોર્નિયાના તટે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતરી ગયા. ભારતીય સમય પ્રમાણે બપોરે 3:01 વાગ્યે થયેલું એ ઉતરાણ દેશ માટે ગૌરવની ક્ષણ બની. ડ્રેગન કેપ્સ્યુલ પૃથ્વીના વાયુમંડળમાં 27,000 કિમી પ્રતિ કલાકની ઝડપે પ્રવેશ્યું હતું. વજનદાર ઘર્ષણ...

દીકરીના જવારા પધરાવવા ગયેલા પિતા ડૂબ્યા: 6 વર્ષીય બાળકીએ ચીસો પાડી, પણ પિતાને બચાવી શકાયા નહીં

દીકરીના જવારા પધરાવવા ગયેલા પિતા ડૂબ્યા: 6 વર્ષીય બાળકીએ ચીસો પાડી, પણ પિતાને બચાવી શકાયા નહીં

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. કોશા બ્રહ્મભટ્ટના પતિ અને બાળ તબીબ ડૉ. નિરવ રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું શનિવારના રોજ અડાલજ નર્મદા કેનાલમાં  ડૂબી જવાથી મોત નીપજ્યું. આ  ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ પોતાની 6 વર્ષીય દીકરી દ્વીજાના ગોરાના જવારા પધરાવવા કેનાલ પર ગયા હતા. જવારા પધરાવતી ઘડી બની જીવલેણ ડૉ. નિરવ પોતાની દીકરીને સાથે લઈને એક્ટિવા પર...

“સર, મેં ચોરી નથી કરી”- વિદ્યાર્થી બોલતો રહ્યો અને IAS અધિકારીએ એક પછી એક લાફા ઝીંક્યા, વીડિયો વાયરલ

“સર, મેં ચોરી નથી કરી”- વિદ્યાર્થી બોલતો રહ્યો અને IAS અધિકારીએ એક પછી એક લાફા ઝીંક્યા, વીડિયો વાયરલ

મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક પરીક્ષા દરમિયાન ઘટના બની છે, જેમાં  IAS અધિકારી સંજીવ શ્રીવાસ્તવે એક વિદ્યાર્થીને લાફા ઝીંકી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના 1 એપ્રિલે ભિંડના દિનદયાળ ડંગરોલિયા મહાવિદ્યાલયમાં B.Sc બીજા વર્ષની ગણિતની પરીક્ષા દરમિયાન બની હતી, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થી પર ચીટિંગનો આરોપ કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવે તપાસ દરમિયાન એક વિદ્યાર્થી...

રાજ્યસભાને મળ્યાં 4 નવા સભ્ય, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી નિમણૂક

રાજ્યસભાને મળ્યાં 4 નવા સભ્ય, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી નિમણૂક

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણના અનુચ્છેદ 80 હેઠળ રાજ્યસભામાં ચાર સભ્યોની નિમણૂક કરી છે. આ સૂચિમાં જાણીતા ફોજદારી વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઈતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન, તથા કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે. ઉજ્જવલ નિકમ – કાયદાના મંચનો બળવાન અવાજ ઉજ્જવલ નિકમ દેશના અમુક સૌથી ચર્ચિત ગુનાખોરીના કેસોમાં સરકાર તરફથી વકીલ રહી ચૂક્યા છે....

વિરારમાં રિક્ષાચાલકને મરાઠી ન બોલવા મામલે ટોળાએ ઢોર માર માર્યો કહ્યું, “આ છે શિવસેના સ્ટાઇલ”

વિરારમાં રિક્ષાચાલકને મરાઠી ન બોલવા મામલે ટોળાએ ઢોર માર માર્યો કહ્યું, “આ છે શિવસેના સ્ટાઇલ”

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારના રોજ એક ઓટોરિક્ષા ડ્રાઈવર સાથે ટોળાએ ધક્કામુક્કી કરી, માર માર્યો અને જાહેરમાં માફી મંગાવડાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મનસેના (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના કાર્યકરો દ્વારા દબંગઈના દૃશ્યો જોવા મળે છે. શું છે આખો મામલો? માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં વિરાર રેલવે સ્ટેશન નજીક...