અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પછી એક આક્રમક નીતિઓ અપનાવી રહ્યા છે. હવે તેમણે ભારતના મિત્ર ગણાતા દેશો સહિત વધુ સાત દેશો પર ભારે ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ખાસ કરીને બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લગાડીને આર્થિક ઝટકો આપ્યો છે. આ નવા ટેરિફનો અમલ આગામી 1 ઓગસ્ટથી થશે. આ દેશો પર લાગશે ટેરિફ: બ્રાઝિલ – 50% અલ્જીરિયા,...

દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા
ગુરવારે સવારે 9:04 વાગ્યે દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ધરતી હલતાની અનુભૂતિ થતાં લોકોમાં દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો અને ઘરો તથા ઑફિસોમાંથી દોડીને બહાર આવી ગયા હતા. ભૂકંપના આંચકા સાતથી દસ સેકન્ડ સુધી સતત લાગ્યા હતા. જોકે, હજી સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. ભયભીત લોકો મકાનો બહાર દોડી આવ્યા...

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી પરનો બ્રિજ બુધવાર, 9 જુલાઈના રોજ તૂટી પડ્યો, જેના પગલે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 15 મૃતદેહો મળ્યા છે, જ્યારે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત્ છે. દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે પગલાં લીધા છે અને માર્ગ અને મકાન વિભાગના 6 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચાઈ છે. કમિટી બ્રિજ તૂટી પડવાનું...

UAE ગોલ્ડન વિઝા સ્કેમ: 23 લાખમાં વિઝાની લાલચથી ભારતીયો સાથે ઠગાઈ, સરકાર દ્વારા ચેતવણી જાહેર
UAE વિઝા માટે ભારતીય નાગરિકો સાથે ખોટા વાયદા કરી સાઇબર ઠગો વધી રહ્યા છે તાજેતરમાં સોશિયલ મીડિયા અને કેટલીક ઈમેઇલ વેબસાઇટ્સ પરથી એવા સંદેશાઓ વાઈરલ થયા છે કે ભારતના નાગરિકોને ₹23 લાખમાં UAE ગોલ્ડન વિઝા આપવામાં આવશે – જે ઘણા ભારતીય યુવાનો અને વ્યાપારીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જોકે યુએઈ સરકારે આ પ્રકારના દાવાઓને ખોટા જાહેર કરતા ચેતવણી આપી...

ભારતીય મૂળના સાબિહ ખાન બન્યા Apple ના નવા COO, હવે CEO બનવાની ચર્ચા જોરમાં
એપલે કંપનીના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે ભારતીય મૂળના સાબિહ ખાનની નિમણૂક કરી છે. સાબિહ ખાન હવે નિવૃત્ત થતાં Jeff Williamsની જગ્યાએ જવાબદારી સંભાળશે. સાથે જ સિલિકોન વેલીમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે – શું સાબિહ ખાન હવે ટિમ કૂકના પદના આગામી દાવેદાર બની શકે? સીઓઓ તરીકે મહત્ત્વની ભૂમિકા, CEO બનવાના સંકેતો પણ હાલમાં 59 વર્ષના સાબિહ ખાન...

ચીનના ‘સુપર ડેમ’થી ભારતને વિનાશક ખતરો, અરૂણાચલના મુખ્યમંત્રીએ કહ્યું,’આ વોટર બોમ્બ છે’
બ્રહ્મપુત્રા નદી પર ચીન બાંધે છે વિશ્વનો સૌથી મોટો ડેમ, અરૂણાચલ, આસામ અને બાંગ્લાદેશ પર જોખમ ચીન દ્વારા તિબેટમાં બ્રહ્મપુત્રા નદી (યારલુંગ ત્સાંગપો) પર વિશ્વનો સૌથી વિશાળ અને શક્તિશાળી સુપર ડેમ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેમના નિર્માણ અંગે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ ચિંતાજનક નિવેદન આપતાં ચેતવણી આપી છે કે, “આ કોઈ સામાન્ય ડેમ નહીં, પણ ભારત...

‘નિવૃત્તિ બાદ મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતી માટે સમર્પિત કરીશ’: અમિત શાહ
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે મહિલાઓ સાથે સંવાદ દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રીનો સંકલ્પ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષના પ્રસંગે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સહકારી ક્ષેત્રે કાર્યરત મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે સહકાર ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ સહકારી ક્ષેત્ર મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું મજબૂત સાધન બની...
‘મારો છોકરો ડૂબી ગયો…’, પુત્રની માનતા પૂરી કરવા જતાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પરિવાર ગુમાવ્યો
સોનલબેન પઢિયારએ પતિ અને બે સંતાનો ગુમાવ્યા, નદીમાં માતાનો આક્રંદ જોઈ લોકોના દિલ વીંધાઈ ગયા વડોદરા જિલ્લામાં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી બ્રિજ 9 જુલાઈ સવારે તૂટી પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં સાતથી વધુ વાહનો નદીમાં ખાબક્યા હતા અને અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયાનું સામે આવ્યું છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ગંભીર દુર્ઘટનામાં...

દુ:ખ વ્યક્ત કરવામાં પણ વટાવી બેશરમીની હદ, બેશરમ નેતાઓએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મેસેજ પણ કોપી-પેસ્ટ કર્યા
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલી ગંભીરા નદી ઉપરના બ્રિજનો એક ભાગ તૂટી પડતાં 12 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. આ દુર્ઘટનાએ રાજ્યની માળખાકીય સુવિધાઓ અંગે તંત્રની ગંભીર બેદરકારી અને જવાબદારીના અભાવને ફરીથી સ્પષ્ટ કર્યો છે. દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો, જોકે કોપી-પેસ્ટ...

વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ આજે અચાનક તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા. દુર્ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ સુધીમાં 8 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. શરૂમાં ત્રણ મૃતદેહ મળ્યા હતા, બાદમાં વધુ પાંચ મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક 8એ પહોંચ્યો...
