Tag: #Ahmedabad

Home » #Ahmedabad » Page 2
અમદાવાદમાં PM મોદીની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી, કોંગ્રેસના આક્ષેપ
Post

અમદાવાદમાં PM મોદીની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી, કોંગ્રેસના આક્ષેપ

અમદાવાદમાં 25 ઓગસ્ટે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કડક આક્ષેપ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના જણાવ્યા મુજબ, દરેક સ્કૂલમાંથી ઓછામાં ઓછા દસ શિક્ષકોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે અને આ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ મિટિંગો યોજી રહ્યા છે. વોટ્સએપ સંદેશાઓ અને શાળાના આચાર્યોને...

અમદાવાદમાં 885 ભાવિકોની ઐતિહાસિક માસક્ષમણ તપશ્ચર્યા પૂર્ણ, રિવરફ્રન્ટ પર થશે ભવ્ય પારણાંનો કાર્યક્રમ
Post

અમદાવાદમાં 885 ભાવિકોની ઐતિહાસિક માસક્ષમણ તપશ્ચર્યા પૂર્ણ, રિવરફ્રન્ટ પર થશે ભવ્ય પારણાંનો કાર્યક્રમ

જૈન સમાજના ચાતુર્માસ દરમિયાન અમદાવાદમાં ઐતિહાસિક માસક્ષમણ તપશ્ચર્યા યોજાઈ રહી છે, જેમાં 885 ભાવિકોએ સામૂહિક માસક્ષમણ કરીને અનોખી પ્રેરણા આપી છે. આ પ્રસંગે તપસ્વીઓનો ભવ્ય વરઘોડો યોજાયો હતો અને હવે 15 ઓગસ્ટ, શુક્રવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર પારણાંનું ભવ્ય આયોજન કરાયું છે. સવારે 8:30 વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં શહેર સહિત સમગ્ર જૈન સમાજને આમંત્રણ આપવામાં...

ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી
Post

ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી

મહેસાણા જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત 156 ગામની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતું વળતર આપવામાં આવતું નથી. સુધારેલ જંત્રી દર પ્રમાણે વળતર ચુકવવા ખેડૂતોની મુખ્ય માંગ છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય...

જશોદાનગરમાં એએમસીની ડિમોલિશન કાર્યવાહી દરમિયાન હંગામો, મહિલાનો આત્મવિલોપન પ્રયાસ અને પથ્થરમારો
Post

જશોદાનગરમાં એએમસીની ડિમોલિશન કાર્યવાહી દરમિયાન હંગામો, મહિલાનો આત્મવિલોપન પ્રયાસ અને પથ્થરમારો

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં એએમસીની ડિમોલિશન કાર્યવાહી દરમિયાન ભારે હંગામો સર્જાયો. એસ્ટેટ વિભાગની ટીમ જયશ્રી સોસાયટી નજીક રોડ પર આવેલી દુકાનો તોડવા પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો. આ દરમિયાન એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સુરક્ષા કાફલો તૈનાત કર્યો....

AIના યુગમાં દાણા જોવડાવવાનો વિવાદ: અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ વિવાદમાં ઘેરાયા
Post

AIના યુગમાં દાણા જોવડાવવાનો વિવાદ: અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ વિવાદમાં ઘેરાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વીડિયોમાં તેઓ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે દાણા જોવડાવા પહોંચ્યા હોવાની વાતે ચર્ચા જગાવી છે. આ ઘટનાએ રાજ્યમાં અંધશ્રદ્ધા સામેની લડત વચ્ચે નવી ચર્ચા ઉભી કરી છે. શુ છે મામલો? પ્રાપ્ત માહિતી મુજબ,...

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા
Post

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા

અમદાવાદમાં એર ઇન્ડિયાના ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે શુક્રવારની મોડી રાતે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ બાદ હવે એર ઈન્ડિયા અને બોઇંગની તરફથી તેમની પ્રથમ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી છે. એર ઈન્ડિયાએ તપાસમાં સહયોગ આપવાનું કહ્યું એર ઈન્ડિયાએ શનિવારે X (હવેના ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે,...

“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ
Post

“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ

અમદાવાદના એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કોકપીટમાં થયેલી વાતચીત અને ટેકનિકલ ખામીઓના ચોંકાવનારા ખુલાસા થયા છે. ટેકઓફ પછી બંને એન્જિન બંધ 12 જૂને અમદાવાદથી લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને ટેકઓફ કર્યા બાદ માત્ર થોડી સેકન્ડમાં જ બંને...

અમદાવાદ પ્લેન દુર્ઘટના: “વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું” – AAIBનો ખુલાસો
Post

અમદાવાદ પ્લેન દુર્ઘટના: “વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું” – AAIBનો ખુલાસો

વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુઅલ કટઓફ સ્વિચ 'RUN'થી 'CUTOFF' સ્થિતિમાં એક જ સેકન્ડમાં ગઈ, જેના કારણે એન્જિનને ઈંધણ મળવાનું બંધ થયું.

ક્યારે સુધરશે બેકાર અધિકારીઓથી ભરેલું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર
Post

ક્યારે સુધરશે બેકાર અધિકારીઓથી ભરેલું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર

શહેરના રસ્તાઓની દયનીય સ્થિતિ સામે ફરીથી વહીવટીતંત્રના દાવાઓની પોલ ખુલીછે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે નવા રોડ બનાવવા અને રિસરફેસિંગ માટે આશરે ₹1000 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. છતાં માત્ર જૂન-2025 મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 838 ભૂવા પડવાના બનાવો સામે આવ્યા છે. આ ખાડાઓના સમારકામ માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી...