Enforcement Directorate Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/enforcement-directorate/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 15:13:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Enforcement Directorate Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/enforcement-directorate/ 32 32 ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી: 34.26 કરોડની સંપત્તિ જપ્ત, કુલ 58.39 કરોડ સુધી પહોંચી કાર્યવાહી https://www.gujaratinside.com/2025/09/09/indore-dabba-trading-case-ed-seizes-34-crore-property/ https://www.gujaratinside.com/2025/09/09/indore-dabba-trading-case-ed-seizes-34-crore-property/#respond Tue, 09 Sep 2025 15:50:39 +0000 https://www.gujaratinside.com/?p=18937 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ હેઠળ લગભગ 34.26 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ મિલકતો વિશાલ અગ્રવાલ, તરુણ શ્રીવાસ્તવ, હિતેશ અગ્રવાલ, ધર્મેશ ત્રિવેદી, શ્રીનિવાસન રામાસ્વામી, કરણ સોલંકી, ધવલ જૈન અને તેમના પરિવારજનોની હોવાનું કહેવાય છે. ઈડીની આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ...

The post ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી: 34.26 કરોડની સંપત્તિ જપ્ત, કુલ 58.39 કરોડ સુધી પહોંચી કાર્યવાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ હેઠળ લગભગ 34.26 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ મિલકતો વિશાલ અગ્રવાલ, તરુણ શ્રીવાસ્તવ, હિતેશ અગ્રવાલ, ધર્મેશ ત્રિવેદી, શ્રીનિવાસન રામાસ્વામી, કરણ સોલંકી, ધવલ જૈન અને તેમના પરિવારજનોની હોવાનું કહેવાય છે. ઈડીની આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ઈડીની તપાસ ઈન્દોરના લાસુડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે શરૂ થઈ હતી, જેમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકો V Money/VM Trading, 11Starss, Lotusbook247, 8 Stock Heights, Goldmine, Vertex, Gamebetleague, iBull Capital, Playbook, TargetFX અને World777 જેવા પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી ચલાવતા હતા. રોકાણકારો પાસેથી એકત્રિત થયેલા નાણાં મ્યૂલ બેંક એકાઉન્ટ, હવાલા ચેનલો અને ક્રિપ્ટોકરન્સી મારફતે ફેરવવામાં આવતા હતા.

ડિસેમ્બર 2024 તેમજ જૂન-જુલાઈ 2025 દરમિયાન ઈન્દોર, ભોપાલ, મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી દસ્તાવેજો, ડિજિટલ સાધનો, રોકડ, સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી મળી આવી હતી. PMLAની કલમ 50 હેઠળ નોંધાયેલા નિવેદનમાં ખુલાસો થયો કે ગેરકાયદેસર કમાણીનો ઉપયોગ મિલકતો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. મિલકતો પરિવારજનો અને સહયોગીઓના નામે ખરીદવામાં આવી હતી.

હાલ સુધીમાં ઈડીએ 24.13 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરી છે, જેમાં રોકડ, મોંઘી ઘડિયાળો, સોનું, હીરા, બેન્ક અને ડીમેટ એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ તમામ સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી છે. કુલ મળીને અત્યાર સુધી 58.39 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત/ફ્રીઝ કરવામાં આવી છે. ઈડીની તપાસ હાલ પણ ચાલુ છે અને વધુ કાર્યવાહી શક્ય છે.

 

The post ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી: 34.26 કરોડની સંપત્તિ જપ્ત, કુલ 58.39 કરોડ સુધી પહોંચી કાર્યવાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/indore-dabba-trading-case-ed-seizes-34-crore-property/feed/ 0
AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 સ્થળોએ EDના દરોડા, હોસ્પિટલ કૌભાંડમાં તપાસ તેજ https://www.gujaratinside.com/2025/08/26/ed-raids-saurabh-bhardwaj-delhi-hospital-scam/ https://www.gujaratinside.com/2025/08/26/ed-raids-saurabh-bhardwaj-delhi-hospital-scam/#respond Tue, 26 Aug 2025 04:44:59 +0000 https://www.gujaratinside.com/?p=17334 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ જૂનમાં પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે કેસ નોંધ્યો હતો, જેમાં AAP સરકાર દરમિયાન આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. બાદમાં આ કેસ ઈડીને ટ્રાન્સફર...

The post AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 સ્થળોએ EDના દરોડા, હોસ્પિટલ કૌભાંડમાં તપાસ તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ જૂનમાં પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે કેસ નોંધ્યો હતો, જેમાં AAP સરકાર દરમિયાન આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. બાદમાં આ કેસ ઈડીને ટ્રાન્સફર થયો અને એજન્સીએ જુલાઈમાં કેસ નોંધ્યો.

અહેવાલો મુજબ, 5,590 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં AAP સરકારના બે આરોગ્ય મંત્રીઓની ભૂમિકા તપાસ હેઠળ છે. ઈડી મુજબ, આમ આદમી પાર્ટી સરકારે 2018-19માં 24 હોસ્પિટલ પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા હતા, જેમાં છ મહિનામાં ICU હોસ્પિટલ બનાવવા યોજના હતી. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 50% કામ થયું છે, જ્યારે 800 કરોડ રૂપિયા કરતા વધુ ખર્ચ થઈ ગયો છે.

ઈડીની તપાસમાં ખુલ્યું કે લોકનાયક હોસ્પિટલના બાંધકામ ખર્ચમાં ભારે વધારો થયો છે – 488 કરોડથી વધીને 1,135 કરોડ રૂપિયા થયો. સાથે જ ઘણી હોસ્પિટલોમાં યોગ્ય મંજૂરી વિના બાંધકામ શરૂ કરવામાં આવ્યા હતા.

ACBની ફરિયાદ અનુસાર, હોસ્પિટલ, પોલીક્લિનિક અને ICU ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં મોટી અનિયમિતતાઓ જોવા મળી છે, બિનજરૂરી વિલંબ અને ભંડોળના મોટા પાયે દુરુપયોગ થયો છે. ખર્ચમાં કરોડો રૂપિયાનો વધારો થયો હોવા છતાં, એકપણ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થયો નથી.

 

The post AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 સ્થળોએ EDના દરોડા, હોસ્પિટલ કૌભાંડમાં તપાસ તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/ed-raids-saurabh-bhardwaj-delhi-hospital-scam/feed/ 0
ઈડીના દરોડા દરમિયાન દીવાલ કૂદીને ભાગતા પ.બંગાળના ધારાસભ્ય ઝડપાયા https://www.gujaratinside.com/2025/08/25/ed-raid-tmc-mla-jiban-krishna-saha-arrest/ https://www.gujaratinside.com/2025/08/25/ed-raid-tmc-mla-jiban-krishna-saha-arrest/#respond Mon, 25 Aug 2025 09:40:33 +0000 https://www.gujaratinside.com/?p=17246 પશ્ચિમ બંગાળમાં શિક્ષક અને કર્મચારીઓની ભરતીમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. ઈડી (Enforcement Directorate) એ સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી લીધી. સત્તાવાર સૂત્રો મુજબ, જ્યારે ઈડીના દરોડાની ખબર ધારાસભ્યને પડી ત્યારે તેમણે દીવાલ કૂદી નાસી જવાનો પ્રયાસ કર્યો. તેમણે ઘરની પાછળના નાળામાં પોતાનો મોબાઇલ ફોન ફેંકી...

The post ઈડીના દરોડા દરમિયાન દીવાલ કૂદીને ભાગતા પ.બંગાળના ધારાસભ્ય ઝડપાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પશ્ચિમ બંગાળમાં શિક્ષક અને કર્મચારીઓની ભરતીમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. ઈડી (Enforcement Directorate) એ સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી લીધી.

સત્તાવાર સૂત્રો મુજબ, જ્યારે ઈડીના દરોડાની ખબર ધારાસભ્યને પડી ત્યારે તેમણે દીવાલ કૂદી નાસી જવાનો પ્રયાસ કર્યો. તેમણે ઘરની પાછળના નાળામાં પોતાનો મોબાઇલ ફોન ફેંકી દીધો હતો, પરંતુ અધિકારીઓએ એ ફોન રિકવર કરી લીધો.

સૂત્રો અનુસાર, ઘટનાના વીડિયો અને તસવીરોમાં ધારાસભ્ય ભાગતા જોવા મળે છે. સ્થળે ઈડી અને સીઆરપીએફના અધિકારીઓ પણ હાજર હતા, જ્યાં આસપાસ ઝાડીઓ, વૃક્ષો અને કચરો દેખાઈ રહ્યો હતો. ઈડીના દરોડા દરમિયાન સહકાર ન આપવાને કારણે ધારાસભ્ય ની ધરપકડ પીએમએલએ (Prevention of Money Laundering Act) હેઠળ કરવામાં આવી છે.

 

The post ઈડીના દરોડા દરમિયાન દીવાલ કૂદીને ભાગતા પ.બંગાળના ધારાસભ્ય ઝડપાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/ed-raid-tmc-mla-jiban-krishna-saha-arrest/feed/ 0
EDનો મોટો ખુલાસો: રોબર્ટ વાડ્રા પર ₹58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ, ચાર્જશીટ દાખલ https://www.gujaratinside.com/2025/08/10/robert-vadra-ed-chargesheet-money-laundering-58-crore/ https://www.gujaratinside.com/2025/08/10/robert-vadra-ed-chargesheet-money-laundering-58-crore/#respond Sun, 10 Aug 2025 15:02:24 +0000 https://www.gujaratinside.com/?p=16092 એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ED) રવિવારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ અને વ્યવસાયિક રોબર્ટ વાડ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ રોબર્ટ વાડ્રા પર બે અલગ-અલગ કંપનીઓના માધ્યમથી રૂ. 58 કરોડની ગેરકાયદે કમાણી કર્યાનો ગંભીર આરોપ મૂક્યો છે. આ રકમનો ઉપયોગ વિદેશી અને સ્થાનિક અચલ સંપત્તિ ખરીદવા, પોતાના પાર્ટનર્સના લેણાં ચૂકવવા અને રોકાણ માટે...

The post EDનો મોટો ખુલાસો: રોબર્ટ વાડ્રા પર ₹58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ, ચાર્જશીટ દાખલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ED) રવિવારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ અને વ્યવસાયિક રોબર્ટ વાડ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ રોબર્ટ વાડ્રા પર બે અલગ-અલગ કંપનીઓના માધ્યમથી રૂ. 58 કરોડની ગેરકાયદે કમાણી કર્યાનો ગંભીર આરોપ મૂક્યો છે. આ રકમનો ઉપયોગ વિદેશી અને સ્થાનિક અચલ સંપત્તિ ખરીદવા, પોતાના પાર્ટનર્સના લેણાં ચૂકવવા અને રોકાણ માટે થયો હોવાનું જણાયું છે.

ઈડીના જણાવ્યા મુજબ, સ્કાયલાઈટ હોસ્પિટાલિટી અને બ્લૂ બ્રિજ ટ્રેડિંગ નામની કંપનીઓ દ્વારા કરાયેલ આ ફાઈનાન્શિયલ ગેરરીતિઓથી સંકળાયેલા ટ્રાન્ઝેક્શન્સમાં વાડ્રાની સંડોવણી સાબિત થાય છે. આ પૈકી સ્કાયલાઈટ મારફતે રૂ. 53 કરોડ અને બ્લૂ બ્રિજ ટ્રેડિંગ મારફતે રૂ. 5 કરોડ ટ્રાન્સફર થયાનું દર્શાવવામાં આવ્યું છે.

EDની ચાર્જશીટ અનુસાર, વાડ્રાએ આ રકમથી અચલ સંપત્તિઓ ખરીદી, ફંડિંગ, લોન ચુકવવા અને ગ્રૂપ કંપનીઓનું દેવું ભરવામાં ઉપયોગ કર્યો. તેમનાં પર 2008ના ગુરુગ્રામના શિકોહપુર જમીન સોદામાં પણ મની લોન્ડરિંગ કર્યાના આક્ષેપ છે.

રાઉઝ એવેનીયુ કોર્ટના વિશેષ ઈડી જજ સુશાંત ચગોતરાએ ચાર્જશીટનો સંજ્ઞાન લઈ વાડ્રાને 28 ઑગસ્ટે કોર્ટમાં હાજર થવાનો સમન્સ મોકલ્યો છે. વાડ્રા આ દિવસે પોતાનું વકીલાતી નિવેદન આપી શકે છે અને ઈડીના આરોપો સામે પોતાની જાતનું બચાવ કરી શકે છે.

 

The post EDનો મોટો ખુલાસો: રોબર્ટ વાડ્રા પર ₹58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ, ચાર્જશીટ દાખલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/10/robert-vadra-ed-chargesheet-money-laundering-58-crore/feed/ 0
સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો” https://www.gujaratinside.com/2025/07/22/supreme-court-slams-ed-political-bias/ https://www.gujaratinside.com/2025/07/22/supreme-court-slams-ed-political-bias/#respond Tue, 22 Jul 2025 08:35:18 +0000 https://www.gujaratinside.com/?p=15081 સુપ્રીમ કોર્ટે Enforcement Directorate (ED) પર આકરો પ્રહાર કરતા કહ્યું છે કે એજન્સીએ પોતાનું તટસ્થ વલણ રાખવું જોઈએ અને રાજકારણના પ્યાદા ન બને. વકીલોને સમન્સ મોકલવા બાબતે શરૂ થયેલી સુઓમોટો સુનાવણી દરમિયાન CJI બી. આર. ગવઇ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રને તીખી ટિપ્પણીઓ કરી. અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલ જેવા વરિષ્ઠ વકીલોને ED દ્વારા સમન્સ...

The post સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુપ્રીમ કોર્ટે Enforcement Directorate (ED) પર આકરો પ્રહાર કરતા કહ્યું છે કે એજન્સીએ પોતાનું તટસ્થ વલણ રાખવું જોઈએ અને રાજકારણના પ્યાદા ન બને. વકીલોને સમન્સ મોકલવા બાબતે શરૂ થયેલી સુઓમોટો સુનાવણી દરમિયાન CJI બી. આર. ગવઇ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રને તીખી ટિપ્પણીઓ કરી.

અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલ જેવા વરિષ્ઠ વકીલોને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા, જે બાદમાં પરત ખેંચવામાં આવ્યા હતા. વકીલોના સંગઠને આ કાર્યવાહીના વિરોધમાં મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને દખલ આપવા રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ વકીલ અને અસીલ વચ્ચે થયેલા સંવાદને આધારે ED કે પોલીસ સમન્સ જાહેર કરી શકે નહીં.

અટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે સમગ્ર એજન્સી વિરુદ્ધ પૂર્વગ્રહ ન રાખવો જોઈએ. તેમ છતાં, કોર્ટે સ્પષ્ટ સૂચના આપી કે કાયદાકીય સલાહ માટે કોઇ વકીલને સમન્સ મોકલવાનું યોગ્ય નથી.

બીજા કેસમાં, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની અને મંત્રી બૈરાઠી સુરેશ સામે ઈડીએ સમન્સ બહાર પાડ્યાં હતાં, જેને હાઇકોર્ટે રદ કરી દીધાં હતાં. જ્યારે ED એ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, ત્યારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો જ ઇન્કાર કરી દીધો.

CJI ગવઇએ સ્પષ્ટ સૂચન આપ્યું કે “અમને મો ખોલવા મજબૂર ન કરશો, નહીં તો ઇડી વિશે બહુ કડક ટિપ્પણી કરવી પડશે. રાજકીય લડાઈ ઈલેક્શનમાં થવી જોઈએ, એજન્સીઓના દબાણથી નહીં.”

અંતે, ઇડીએ પોતાની અપીલ પરત ખેંચી લીધી હતી, અને આ મામલે સુપ્રીમ કોર્ટનો મજબૂત સંદેશ સ્પષ્ટ થઈ ગયો — કે તપાસ એજન્સીઓએ બંધારણીય મર્યાદાઓમાં રહીને કાર્ય કરવું જોઈએ.

The post સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/supreme-court-slams-ed-political-bias/feed/ 0