EDનો મોટો ખુલાસો: રોબર્ટ વાડ્રા પર ₹58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ, ચાર્જશીટ દાખલ

EDનો મોટો ખુલાસો: રોબર્ટ વાડ્રા પર ₹58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ, ચાર્જશીટ દાખલ

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ED) રવિવારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ અને વ્યવસાયિક રોબર્ટ વાડ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ રોબર્ટ વાડ્રા પર બે અલગ-અલગ કંપનીઓના માધ્યમથી રૂ. 58 કરોડની ગેરકાયદે કમાણી કર્યાનો ગંભીર આરોપ મૂક્યો છે. આ રકમનો ઉપયોગ વિદેશી અને સ્થાનિક અચલ સંપત્તિ ખરીદવા, પોતાના પાર્ટનર્સના લેણાં ચૂકવવા અને રોકાણ માટે થયો હોવાનું જણાયું છે.

ઈડીના જણાવ્યા મુજબ, સ્કાયલાઈટ હોસ્પિટાલિટી અને બ્લૂ બ્રિજ ટ્રેડિંગ નામની કંપનીઓ દ્વારા કરાયેલ આ ફાઈનાન્શિયલ ગેરરીતિઓથી સંકળાયેલા ટ્રાન્ઝેક્શન્સમાં વાડ્રાની સંડોવણી સાબિત થાય છે. આ પૈકી સ્કાયલાઈટ મારફતે રૂ. 53 કરોડ અને બ્લૂ બ્રિજ ટ્રેડિંગ મારફતે રૂ. 5 કરોડ ટ્રાન્સફર થયાનું દર્શાવવામાં આવ્યું છે.

EDની ચાર્જશીટ અનુસાર, વાડ્રાએ આ રકમથી અચલ સંપત્તિઓ ખરીદી, ફંડિંગ, લોન ચુકવવા અને ગ્રૂપ કંપનીઓનું દેવું ભરવામાં ઉપયોગ કર્યો. તેમનાં પર 2008ના ગુરુગ્રામના શિકોહપુર જમીન સોદામાં પણ મની લોન્ડરિંગ કર્યાના આક્ષેપ છે.

રાઉઝ એવેનીયુ કોર્ટના વિશેષ ઈડી જજ સુશાંત ચગોતરાએ ચાર્જશીટનો સંજ્ઞાન લઈ વાડ્રાને 28 ઑગસ્ટે કોર્ટમાં હાજર થવાનો સમન્સ મોકલ્યો છે. વાડ્રા આ દિવસે પોતાનું વકીલાતી નિવેદન આપી શકે છે અને ઈડીના આરોપો સામે પોતાની જાતનું બચાવ કરી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published.