Gujarat crime news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-crime-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 04:25:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat crime news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-crime-news/ 32 32 નારોલ વીજકરંટ દુર્ઘટના: મોટા અધિકારીઓ બચાવાયા, નાના કર્મચારીઓ સામે કાર્યવાહીથી ચર્ચા તીવ્ર https://www.gujaratinside.com/2025/09/14/narol-electric-shock-incident-officers-escape-action/ https://www.gujaratinside.com/2025/09/14/narol-electric-shock-incident-officers-escape-action/#respond Sun, 14 Sep 2025 07:00:08 +0000 https://www.gujaratinside.com/?p=19312 અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલી કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં પાણી ભરાયેલા ખાબોચિયામાં વીજ કરંટ લાગતાં પતિ-પત્નીના મોત થયા હતા. આ ઘટનાએ શહેરમાં હલચલ મચાવી દીધી છે. હવે આ કેસમાં ચર્ચા ચાલી રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપનીએ મોટા અધિકારીઓને બચાવવા માટે નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરને બલીનો બકરો બનાવી દીધા છે. પોલીસે કોર્પોરેશનના એન્જિનિયર,...

The post નારોલ વીજકરંટ દુર્ઘટના: મોટા અધિકારીઓ બચાવાયા, નાના કર્મચારીઓ સામે કાર્યવાહીથી ચર્ચા તીવ્ર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલી કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં પાણી ભરાયેલા ખાબોચિયામાં વીજ કરંટ લાગતાં પતિ-પત્નીના મોત થયા હતા. આ ઘટનાએ શહેરમાં હલચલ મચાવી દીધી છે.

હવે આ કેસમાં ચર્ચા ચાલી રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપનીએ મોટા અધિકારીઓને બચાવવા માટે નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરને બલીનો બકરો બનાવી દીધા છે.

પોલીસે કોર્પોરેશનના એન્જિનિયર, સુપરવાઇઝર સહિતના નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર તથા તેના માણસો સામે ગુનો નોંધ્યો છે. ઘટના સ્થળે વીજ વાયરો ખુલ્લા હતા જેનાથી સ્પષ્ટ થાય છે કે નિયમિત તપાસ કરવામાં આવી ન હતી. જો સમયસર મરામત અને સલામતીના પગલાં લેવાયા હોત તો નિર્દોષ દંપતીના જીવ બચી શક્યા હોત.

કોર્પોરેશનના કર્મચારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલા ત્યાંથી બે વીજ થાંભલા કાઢવામાં આવ્યા હતા અને વીજ સપ્લાય બંધ કરી દેવાયો હતો, છતાં કરંટ કેવી રીતે ફેલાયો તે સ્પષ્ટ નથી.

તેમનું કહેવું છે કે આ જવાબદારી કોન્ટ્રાક્ટર પર આવે છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ બાદ જો મોટા અધિકારીઓની જવાબદારી સાબિત થશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ફોરેન્સિક સાયન્સ અને ટેકનિકલ નિષ્ણાતોની મદદથી તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તબક્કે થયેલી ધરપકડોને લઈને ચર્ચા છે કે નાના માણસો સામે તરત પગલાં લઈ મોટા અધિકારીઓને બચાવી લેવાનો પ્રયત્ન થયો છે.

લોકોના સવાલ છે કે રસ્તો બનાવવા માટે ખાડો ભરવામાં આવ્યો કે નહીં, પાણી ભરાવાનું કારણ શું હતું અને વીજપ્રવાહ બંધ હોવા છતાં કરંટ કેવી રીતે આવ્યો. હાલ કેસમાં અનેક સવાલો અનઉકેલાયેલા છે અને શહેરમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

 

The post નારોલ વીજકરંટ દુર્ઘટના: મોટા અધિકારીઓ બચાવાયા, નાના કર્મચારીઓ સામે કાર્યવાહીથી ચર્ચા તીવ્ર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/narol-electric-shock-incident-officers-escape-action/feed/ 0
સાંતલપુર ટોલ બૂથ પર પરિવાર પર હુમલો: ખરાબ રસ્તા પર વાંધો ઉઠાવતા કર્મચારીઓ ધોકા-લાકડી સાથે તૂટી પડ્યા https://www.gujaratinside.com/2025/09/11/santalpur-toll-booth-attack-on-family-over-bad-road/ https://www.gujaratinside.com/2025/09/11/santalpur-toll-booth-attack-on-family-over-bad-road/#respond Thu, 11 Sep 2025 12:10:19 +0000 https://www.gujaratinside.com/?p=19142 પાટણ જિલ્લાના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પર આવેલા બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર ગુરુવારે એક ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેમાં રસ્તાની ખરાબ હાલત અંગે ટોલ વસૂલાતને લઈને થયેલા વિવાદ બાદ ટોલ બૂથના કર્મચારીઓએ દાદાગીરી દાખવી પરિવાર પર ધોકા અને લાકડી વડે હુમલો કર્યો હતો. થરાદના દિલીપ સાધુ પોતાના પરિવાર સાથે અંજાઈ જવાના હતા...

The post સાંતલપુર ટોલ બૂથ પર પરિવાર પર હુમલો: ખરાબ રસ્તા પર વાંધો ઉઠાવતા કર્મચારીઓ ધોકા-લાકડી સાથે તૂટી પડ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પાટણ જિલ્લાના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પર આવેલા બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર ગુરુવારે એક ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેમાં રસ્તાની ખરાબ હાલત અંગે ટોલ વસૂલાતને લઈને થયેલા વિવાદ બાદ ટોલ બૂથના કર્મચારીઓએ દાદાગીરી દાખવી પરિવાર પર ધોકા અને લાકડી વડે હુમલો કર્યો હતો.

થરાદના દિલીપ સાધુ પોતાના પરિવાર સાથે અંજાઈ જવાના હતા ત્યારે તેમણે ટોલ બૂથ પર ખરાબ રસ્તા હોવા છતાં ટોલ વસૂલવામાં આવતો હોવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. પરિવારના આ વાંધા બાદ ટોલ કર્મચારીઓ ગુસ્સે થઈ ગયા અને પરિવાર સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ હિંસક બની ગયા.

પીડિત પરિવારે આક્ષેપ કર્યો કે ટોલ કર્મચારીઓએ માત્ર અપશબ્દો બોલ્યા જ નહીં પરંતુ ધોકા-લાકડી વડે મારામારી કરી હતી તેમજ પરિવારની મહિલાઓ સાથે ગેરવર્તન પણ કર્યું હતું.

આ હુમલામાં દિલીપ સાધુના પિતા દામોદરદારસને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેમના ભાઈ સાગરને ખભામાં ઇજા થઈ હતી, જ્યારે દિલીપ પોતે પણ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.

સમગ્ર બનાવ ટોલ બૂથ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેના આધારે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં હરેશ આહીર, લાલા આહીર, કમા આહીર અને વજા આહીર વિરુદ્ધ ગુનાની નોંધ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ બનાવ બાદ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખરાબ રસ્તા હોવા છતાં ટોલ વસૂલાતના મુદ્દે ફરી ચર્ચા તેજ થઈ છે.

 

 

The post સાંતલપુર ટોલ બૂથ પર પરિવાર પર હુમલો: ખરાબ રસ્તા પર વાંધો ઉઠાવતા કર્મચારીઓ ધોકા-લાકડી સાથે તૂટી પડ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/santalpur-toll-booth-attack-on-family-over-bad-road/feed/ 0
બાબરાની ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ, વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ https://www.gujaratinside.com/2025/09/04/babra-school-principal-pocso-case-amreli/ https://www.gujaratinside.com/2025/09/04/babra-school-principal-pocso-case-amreli/#respond Thu, 04 Sep 2025 15:44:26 +0000 https://www.gujaratinside.com/?p=18402 અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક ગંભીર કિસ્સો બહાર આવ્યો છે. કોટડા પીઠા ગામની રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક શૈલેષ શંભુભાઈ ખુટ (ઉંમર 39 વર્ષ) સામે ધોરણ 7ના વિદ્યાર્થી સાથે અડપલાં કરવાનો આક્ષેપ થયો છે. આ મામલે પોક્સો (POCSO) એક્ટ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. માહિતી મુજબ, સંચાલક પર વિદ્યાર્થી સાથે ચારથી પાંચ...

The post બાબરાની ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ, વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક ગંભીર કિસ્સો બહાર આવ્યો છે. કોટડા પીઠા ગામની રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક શૈલેષ શંભુભાઈ ખુટ (ઉંમર 39 વર્ષ) સામે ધોરણ 7ના વિદ્યાર્થી સાથે અડપલાં કરવાનો આક્ષેપ થયો છે. આ મામલે પોક્સો (POCSO) એક્ટ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

માહિતી મુજબ, સંચાલક પર વિદ્યાર્થી સાથે ચારથી પાંચ વખત અડપલાં કરવાનો ગંભીર આરોપ છે. આ ઘટનાની જાણ થતાં જ વાલીઓ તથા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

ફરિયાદ નોંધાયા બાદ બાબરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપ્યો હતો. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

 

The post બાબરાની ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ, વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/babra-school-principal-pocso-case-amreli/feed/ 0
સેવન્થ ડે સ્કૂલમાં હુમલો: પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં અંદર ઘુસ્યો, CCTVમાં શાળાની બેદરકારીનો ખુલાસો https://www.gujaratinside.com/2025/09/03/seventh-day-school-attack-student-cctv-footage-exposes-negligence/ https://www.gujaratinside.com/2025/09/03/seventh-day-school-attack-student-cctv-footage-exposes-negligence/#respond Wed, 03 Sep 2025 04:35:51 +0000 https://www.gujaratinside.com/?p=18163 અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ વીતી ગયા છે. હવે આ ઘટનાનો એક નવો CCTV વીડિયો સામે આવ્યો છે, જે શાળાની બેદરકારીનો પુરાવો આપે છે. વીડિયોમાં નયન હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં શાળાના ગેટમાંથી અંદર પ્રવેશતો જોવા મળે છે. તે પોતાના પેટ પર હાથ દબાવી રાખે છે જ્યાં બોક્સ કટરથી ઈજા...

The post સેવન્થ ડે સ્કૂલમાં હુમલો: પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં અંદર ઘુસ્યો, CCTVમાં શાળાની બેદરકારીનો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ વીતી ગયા છે. હવે આ ઘટનાનો એક નવો CCTV વીડિયો સામે આવ્યો છે, જે શાળાની બેદરકારીનો પુરાવો આપે છે. વીડિયોમાં નયન હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં શાળાના ગેટમાંથી અંદર પ્રવેશતો જોવા મળે છે. તે પોતાના પેટ પર હાથ દબાવી રાખે છે જ્યાં બોક્સ કટરથી ઈજા થઈ હતી. થોડા જ સમયમાં નયન અંદર ઢળી પડે છે, છતાં શાળાના સ્ટાફ કે સિક્યોરિટી દ્વારા કોઈ તાત્કાલિક મદદ કરવામાં આવી નથી. સિક્યોરિટી ગાર્ડ ફક્ત ઉભો રહીને ઘટના જુએ છે અને ભીડને દૂર કરવાનો પ્રયાસ કરે છે.

વિડિયોમાં સ્પષ્ટ થાય છે કે બપોરે 12:53 કલાકે નયન પીળા રંગના ટી-શર્ટ અને સફેદ પેન્ટમાં શાળાના ગેટમાંથી અંદર આવે છે. તેની સાથે બીજા ત્રણ-ચાર વિદ્યાર્થીઓ પણ જોવા મળે છે. હુમલાની ઘટના શાળાની બહાર બની હતી, જ્યાં નયન પર આરોપી વિદ્યાર્થી અને તેના મિત્રો દ્વારા બોક્સ કટરથી હુમલો કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં બાદમાં નયનના પરિજન અને અન્ય વિદ્યાર્થીઓ દોડી આવે છે. એક વિદ્યાર્થી રિક્ષા લાવે છે અને નયનને ઊંચકીને હોસ્પિટલ મોકલવામાં આવે છે. આ દરમિયાન શાળા સ્ટાફની કોઈ સક્રિય ભૂમિકા જોવા મળતી નથી, જે શાળાની બેદરકારી દર્શાવે છે.

શું હતી ઘટના?
19 ઓગસ્ટે ધોરણ 10ના બે વિદ્યાર્થીઓ વચ્ચે થોડા દિવસ પહેલા થયેલી ધક્કામુક્કી બાદ અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીએ 7-8 મિત્રો સાથે મળી નયન પર હુમલો કર્યો હતો. હુમલા બાદ નયન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનામાં સંડોવાયેલા કિશોરને ખોખરા પોલીસે અટકાયત કરી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજુ કર્યો હતો. હાલ કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો છે.

 

The post સેવન્થ ડે સ્કૂલમાં હુમલો: પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં અંદર ઘુસ્યો, CCTVમાં શાળાની બેદરકારીનો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/seventh-day-school-attack-student-cctv-footage-exposes-negligence/feed/ 0
પાનોલી GIDCમાં રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, ડ્રાઈવર પકડાયો, ત્રણ ફરાર https://www.gujaratinside.com/2025/08/23/liquor-smuggling-seized-in-panoli-gidc-bharuch/ https://www.gujaratinside.com/2025/08/23/liquor-smuggling-seized-in-panoli-gidc-bharuch/#respond Sat, 23 Aug 2025 11:04:35 +0000 https://www.gujaratinside.com/?p=17039 ભરૂચ એલસીબીની ટીમે પાનોલી GIDC વિસ્તારમાં મોટી કામગીરી કરતાં કન્ટેનરમાંથી રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં છુપાવેલા દારૂ-બિયરના 4629 નંગ તથા ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર સહિત કુલ મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના સંતોષ સોનલાલ પ્રજાપતિ નામના ચાલકને ઝડપી પાડ્યો છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર છે. બાતમીના આધારે પોલીસે મેઘમણી કંપની...

The post પાનોલી GIDCમાં રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, ડ્રાઈવર પકડાયો, ત્રણ ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભરૂચ એલસીબીની ટીમે પાનોલી GIDC વિસ્તારમાં મોટી કામગીરી કરતાં કન્ટેનરમાંથી રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં છુપાવેલા દારૂ-બિયરના 4629 નંગ તથા ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર સહિત કુલ મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના સંતોષ સોનલાલ પ્રજાપતિ નામના ચાલકને ઝડપી પાડ્યો છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર છે.

બાતમીના આધારે પોલીસે મેઘમણી કંપની તરફ જવાના માર્ગ પર કન્ટેનરને અટકાવ્યું હતું. ચાલકે કન્ટેનરમાં ફક્ત ઇલેક્ટ્રોનિક સામાન હોવાનું જણાવી રૂ.33,10,064નું બિલ બતાવ્યું, પરંતુ તપાસમાં દારૂના કાટમાળનો મોટો જથ્થો મળી આવ્યો. કન્ટેનરમાં રૂ.15,27,420ની કિંમતનો દારૂ તથા અન્ય ઇલેક્ટ્રોનિક સામાન મળી કુલ રૂ.68,47,484નો મુદામાલ કબજે થયો હતો.

ચાલકે કબૂલાત કરી કે ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપુતે તેને દારૂના ટ્રાન્સપોર્ટ માટે પ્રતિ ટ્રિપ રૂ.20-25 હજાર આપવાની ઓફર કરી હતી. તેણે ભિવંડીથી ઇલેક્ટ્રોનિક સામાન ભરી તલાશરી બોર્ડર પહોંચ્યા બાદ સેલવાસમાં ચેતનભાઈ પાસેથી દારૂનો જથ્થો લીધો હતો. ત્યારબાદ પાનોલી પહોંચતાં પોલીસની હિલચાલ જોતા ગોપાલસિંહ અને કારચાલક ફરાર થઈ ગયા હતા.

 

The post પાનોલી GIDCમાં રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, ડ્રાઈવર પકડાયો, ત્રણ ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/liquor-smuggling-seized-in-panoli-gidc-bharuch/feed/ 0
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થીની હત્યા બાદ અંતિમ યાત્રામાં ઉમટ્યો જનમેદની, ભારે પોલીસ બંદોબસ્ત https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-seventh-day-school-student-murder-funeral-procession/ https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-seventh-day-school-student-murder-funeral-procession/#respond Wed, 20 Aug 2025 09:45:56 +0000 https://www.gujaratinside.com/?p=16789 અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ ચોંકાવનારી પરિસ્થિતિ અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ભયાનક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારી હત્યા કરી દીધી. પ્રાથમિક તપાસ મુજબ સ્કૂલમાં થયેલા ધક્કામુક્કી જેવા નાના ઝઘડાને કારણે આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી....

The post અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થીની હત્યા બાદ અંતિમ યાત્રામાં ઉમટ્યો જનમેદની, ભારે પોલીસ બંદોબસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ ચોંકાવનારી પરિસ્થિતિ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ભયાનક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારી હત્યા કરી દીધી. પ્રાથમિક તપાસ મુજબ સ્કૂલમાં થયેલા ધક્કામુક્કી જેવા નાના ઝઘડાને કારણે આ ઘટના બની હતી.

મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા અને મૃતકને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી. યાત્રા દરમિયાન લોકોના આંખોમાં આંસુ અને આક્રોશ બંને જોવા મળ્યો. સુરક્ષા માટે પોલીસે ખાસ વ્યવસ્થા કરી હતી.

પ્રત્યક્ષદર્શીઓએ સ્કૂલ સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના કહેવા મુજબ, હુમલા બાદ વિદ્યાર્થી 30 મિનિટ સુધી લોહી લુહાણ હાલતમાં તડફડતો રહ્યો છતાં કોઈ મદદે ન આવ્યું. હુમલો કરનાર વિદ્યાર્થી ચાકૂ મારીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ પરિવારજનો અને સમાજના લોકો ઉગ્ર બન્યા. સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે ઝપાઝપી કરી અને ભારે તોડફોડ પણ કરી. વિરોધી લોકોએ રસ્તા રોકી ન્યાયની માંગણી કરી અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો.

સ્કૂલના એડમિનિસ્ટ્રેટર મયુરિકા પટેલે જણાવ્યું કે ઘટના સ્કૂલ બહાર બની હતી અને આરોપી વિદ્યાર્થી સામે પગલાં લેવાશે. બાળક છરી લઈને સ્કૂલમાં નહતો આવ્યો, તે બહાર રાખી આવ્યો હતો.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે, નાની ઉંમરે હિંસક પ્રવૃત્તિ વધવી એ સામાજિક ચિંતાનો વિષય છે. માતા-પિતાએ બાળકો પર નજર રાખવી જોઈએ.

પોલીસે લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. આરોપી વિદ્યાર્થીને અટકાયત કરીને જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ DEOએ પણ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી સ્કૂલને નોટિસ ફટકારી છે અને તપાસ શરૂ કરી છે. હાલ શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

 

The post અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થીની હત્યા બાદ અંતિમ યાત્રામાં ઉમટ્યો જનમેદની, ભારે પોલીસ બંદોબસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-seventh-day-school-student-murder-funeral-procession/feed/ 0
સુરતમાં 32.53 કરોડની હીરા ચોરી: પાંચ તસ્કરો બે રિક્ષામાં ફરાર, ફિંગરપ્રિન્ટથી ખુલશે ભેદ https://www.gujaratinside.com/2025/08/19/surat-diamond-theft-32-crore/ https://www.gujaratinside.com/2025/08/19/surat-diamond-theft-32-crore/#respond Tue, 19 Aug 2025 11:27:05 +0000 https://www.gujaratinside.com/?p=16699 સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. આ ચોરીમાં 32.48 કરોડના રફ અને પોલિશ્ડ હીરા સાથે 5 લાખ રોકડા રૂપિયા સમાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે મધરાત્રિએ પાંચ તસ્કરો બે રિક્ષામાં ગેસ કટર સાથે આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજીમાં બે શખ્સો...

The post સુરતમાં 32.53 કરોડની હીરા ચોરી: પાંચ તસ્કરો બે રિક્ષામાં ફરાર, ફિંગરપ્રિન્ટથી ખુલશે ભેદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. આ ચોરીમાં 32.48 કરોડના રફ અને પોલિશ્ડ હીરા સાથે 5 લાખ રોકડા રૂપિયા સમાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે મધરાત્રિએ પાંચ તસ્કરો બે રિક્ષામાં ગેસ કટર સાથે આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજીમાં બે શખ્સો હતા. ચોરી બાદ રાત્રે 2 વાગ્યાના આસપાસ તેઓ સુરત રેલવે સ્ટેશન પર ઉતરીને મુંબઈ અથવા રાજસ્થાન તરફ ફરાર થયા હોવાની સંભાવના છે.

ડાયમંડ કિંગ અને ડી.કે. એન્ડ સન્સ નામની બંને હીરાની પેઢીઓ કપુરવાડી બિલ્ડિંગના ચોથા માળે આવેલી છે, જે દેવેન્દ્રકુમાર ચૌધરી અને તેમના પરિવારની માલિકી હેઠળ છે. 15મી ઓગસ્ટે બપોરે 3.30 વાગ્યા સુધી કારખાનું ખુલ્લું હતું, ત્યારબાદ સાતમ-આઠમની રજાને કારણે બે દિવસ માટે બંધ હતું. આ દરમ્યાન તસ્કરો બિલ્ડિંગના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર ઘૂસ્યા અને ઓફિસની તિજોરીમાં ગેસ કટરથી ભોકારો પાડ્યો. ચોરીમાં ડાયમંડ કિંગના 5746.24 કેરેટ પોલિશ્ડ હીરા અને 87,068.35 કેરેટ રફ હીરા, તેમજ ડી.કે. એન્ડ સન્સના 3163.58 કેરેટ પોલિશ્ડ હીરા અને 16,583.72 કેરેટ રફ હીરા સામેલ છે.

તસ્કરોએ ઓળખ છુપાવવા માટે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા અને DVR પણ સાથે લઈ ગયા. નોંધનીય છે કે, બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ પણ હાજર નહોતો અને માત્ર નાનકડું તાળું મારેલું હતું. 300 કરોડનું ટર્નઓવર હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાને કારણે પોલીસ પર સવાલો ઊભા થયા છે. પોલીસને સ્થળ પરથી સિગારેટના ઠુંઠા, માવાની પડીકી અને બે થી ત્રણ અજાણ્યા શખ્સોના ફિંગરપ્રિન્ટ મળ્યા છે.

આ ચોરી જાણભેદુના સહકારથી થઈ હોવાની સંભાવના છે. સુરત પોલીસ તસ્કરોને પકડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

The post સુરતમાં 32.53 કરોડની હીરા ચોરી: પાંચ તસ્કરો બે રિક્ષામાં ફરાર, ફિંગરપ્રિન્ટથી ખુલશે ભેદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/surat-diamond-theft-32-crore/feed/ 0
સુરતમાં 25 કરોડના હીરાની મોટી ચોરી, તસ્કરો CCTV-DVR પણ લઇ ગયા https://www.gujaratinside.com/2025/08/18/surat-diamond-heist-25-crore-cctv-dvr-stolen/ https://www.gujaratinside.com/2025/08/18/surat-diamond-heist-25-crore-cctv-dvr-stolen/#respond Mon, 18 Aug 2025 10:21:09 +0000 https://www.gujaratinside.com/?p=16580 સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો 25 કરોડના કિંમતી હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા. આ ઘટનાએ સમગ્ર હીરા ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાનો લાભ લઇને આ...

The post સુરતમાં 25 કરોડના હીરાની મોટી ચોરી, તસ્કરો CCTV-DVR પણ લઇ ગયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો 25 કરોડના કિંમતી હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા. આ ઘટનાએ સમગ્ર હીરા ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે.

પ્રાથમિક માહિતી મુજબ, તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાનો લાભ લઇને આ ચોરીને અંજામ આપ્યો હતો. તેમણે તિજોરીને ખાસ કટર વડે કાપીને અંદર રાખેલા હીરા અને રોકડ ઉઠાવી લીધા. આશ્ચર્યની વાત એ છે કે, તસ્કરો કોઈ પુરાવા ન રહે તે માટે CCTV કેમેરા અને DVR પણ સાથે લઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. DCP અને ACP સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને FSL ની મદદથી તપાસ શરૂ કરી. આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે જેથી તસ્કરોની ઓળખ થઈ શકે. પ્રાથમિક તપાસમાં આટલી મોટી અને સુનિયોજિત ચોરી પાછળ કોઈ મોટી ગેંગ સામેલ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પોલીસ હાલ વધુ તપાસમાં લાગી છે.

 

The post સુરતમાં 25 કરોડના હીરાની મોટી ચોરી, તસ્કરો CCTV-DVR પણ લઇ ગયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/surat-diamond-heist-25-crore-cctv-dvr-stolen/feed/ 0
ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત https://www.gujaratinside.com/2025/08/17/seven-held-gambling-terrace-khatamba-residency/ https://www.gujaratinside.com/2025/08/17/seven-held-gambling-terrace-khatamba-residency/#respond Sun, 17 Aug 2025 11:08:15 +0000 https://www.gujaratinside.com/?p=16531 કપુરાઈ પોલીસે બપોરે બાતમીના આધારે ખટંબા રેસીડેન્સી ટાવર નં. A/2ના ટેરેસ પર દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે જણાવ્યું કે, નિતેન્દ્રસિંહ ગોહિલ, સતીશ વસાવા, વિપુલ પંડ્યા, શૈલેષ રાવળ, ધર્મેશ પરમાર, કલ્પેશ રાણા અને રામસિંહ સોલંકી (તમામ રહે- ખટંબા અર્બન રેસીડેન્સી, સવિતા હોસ્પિટલ રોડ)ને ઝડપવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10,400, સાત મોબાઇલ ફોન...

The post ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કપુરાઈ પોલીસે બપોરે બાતમીના આધારે ખટંબા રેસીડેન્સી ટાવર નં. A/2ના ટેરેસ પર દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે જણાવ્યું કે, નિતેન્દ્રસિંહ ગોહિલ, સતીશ વસાવા, વિપુલ પંડ્યા, શૈલેષ રાવળ, ધર્મેશ પરમાર, કલ્પેશ રાણા અને રામસિંહ સોલંકી (તમામ રહે- ખટંબા અર્બન રેસીડેન્સી, સવિતા હોસ્પિટલ રોડ)ને ઝડપવામાં આવ્યા છે.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10,400, સાત મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1,22,400નો મુદ્દામાલ કબ્જે કર્યો. તમામ આરોપીઓને જુગાર અધિનિયમ હેઠળ અટકાયત કરવામાં આવી છે.

 

The post ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/seven-held-gambling-terrace-khatamba-residency/feed/ 0
5 દિવસથી ફરાર લોકસાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હિંસક હુમલાનો આરોપ https://www.gujaratinside.com/2025/08/17/devayat-khavad-arrested-in-dhruvrajsinh-attack-case/ https://www.gujaratinside.com/2025/08/17/devayat-khavad-arrested-in-dhruvrajsinh-attack-case/#respond Sun, 17 Aug 2025 07:37:54 +0000 https://www.gujaratinside.com/?p=16504 ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લાં પાંચ દિવસથી ફરાર હતા, પરંતુ હવે તેઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. જુધઈ ગામ નજીક તેમના ફાર્મહાઉસથી દેવાયત ખવડ સહિત કુલ 6 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. સાથે જ તેમની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ, દુધઈ ગામ નજીકના સીસીટીવી ફૂટેજમાં દેવાયત ખવડ દેખાઈ આવ્યા હતા, જે...

The post 5 દિવસથી ફરાર લોકસાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હિંસક હુમલાનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લાં પાંચ દિવસથી ફરાર હતા, પરંતુ હવે તેઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. જુધઈ ગામ નજીક તેમના ફાર્મહાઉસથી દેવાયત ખવડ સહિત કુલ 6 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. સાથે જ તેમની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે.

મળતી માહિતી મુજબ, દુધઈ ગામ નજીકના સીસીટીવી ફૂટેજમાં દેવાયત ખવડ દેખાઈ આવ્યા હતા, જે આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં તેમને તેમના ફાર્મહાઉસ પરથી ઝડપી લીધા. હાલમાં દેવાયતની પત્નીની પણ પૂછપરછ શરૂ કરાઈ છે.

આ કેસમાં દેવાયત ખવડ પર આરોપ છે કે, તેમણે અને તેમના સાથીઓએ સનાથલના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો. ચિત્રોડ નજીકના રિસોર્ટથી સોમનાથ જતા વખતે તેમની કારને ટક્કર મારી અને 10-15 શખસોએ પાઇપ વડે હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપી રિવોલ્વર બતાવી ધમકી આપી હતી અને લગભગ ₹42,000થી વધુ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

ઘટનાની પૃષ્ઠભૂમિ મુજબ, દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે અગાઉ ડાયરાની ચુકવણી મુદ્દે વિવાદ થયો હતો, જેના કારણે એ મનદુઃખ હાલ પણ ચાલી રહ્યું છે. ભોગ બનનાર યુવાને આરોપ મૂક્યો છે કે, હુમલાથી પહેલાં પણ તેને ઇન્સ્ટાગ્રામ પર ધમકી મળી હતી અને દેવાયતના ગાંઠિયા તેમના પીછા કરતા હતા.

આ સમગ્ર ઘટના લોકસાહિત્યકારના પ્રતિષ્ઠિત ઈમેજ માટે મોટો આંચકો છે, તેમજ પોલીસ હવે આગળની તપાસમાં દોષિતોને કાનૂની જાળમાં લાવવાની દિશામાં કામ કરી રહી છે.

The post 5 દિવસથી ફરાર લોકસાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હિંસક હુમલાનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/devayat-khavad-arrested-in-dhruvrajsinh-attack-case/feed/ 0