Gujarat weather update Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-weather-update/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 08 Sep 2025 03:53:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat weather update Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-weather-update/ 32 32 બનાસકાંઠાના સુઇગામમાં 14 ઈંચ અને કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત https://www.gujaratinside.com/2025/09/08/banaskantha-suigam-rain-14-inch-kutch-rapar-9-inch/ https://www.gujaratinside.com/2025/09/08/banaskantha-suigam-rain-14-inch-kutch-rapar-9-inch/#respond Mon, 08 Sep 2025 03:45:15 +0000 https://www.gujaratinside.com/?p=18679 ગુજરાત રાજ્યમાં આ વરસે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલુ વરસાદે શનિવારથી રવિવાર વચ્ચે ઘણા જિલ્લાઓમાં અવિરત ત્રાટક કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા અને કચ્છ સહિતના વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં મેઘરાજાનો તાંડવ બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં આભ ફાટી પડતાં 14.17 ઈંચ વરસાદ...

The post બનાસકાંઠાના સુઇગામમાં 14 ઈંચ અને કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત રાજ્યમાં આ વરસે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલુ વરસાદે શનિવારથી રવિવાર વચ્ચે ઘણા જિલ્લાઓમાં અવિરત ત્રાટક કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા અને કચ્છ સહિતના વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠામાં મેઘરાજાનો તાંડવ

બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં આભ ફાટી પડતાં 14.17 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદે નગર અને ગામડાંઓને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ બન્યો હતો. અનેક વિસ્તારોમાં ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘુસી જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.

સુઇગામ સિવાય અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભાભરમાં 8.62 ઈંચ, થરાદમાં 7.83 ઈંચ, વાવમાં 7.8 ઈંચ અને દિયોદરમાં 4.41 ઈંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસતા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ કાદવમાં ફેરવાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે, તો બીજી બાજુ કેટલીક ખેતીને તાત્કાલિક ફાયદો પણ થયો છે.

કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદ

કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 9.25 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. માર્ગોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ સ્થાનિકો હેરાન થયા હતા. ખાસ કરીને પ્રવાસીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય જિલ્લાઓમાં પણ મેઘરાજાની કૃપા

બનાસકાંઠા અને કચ્છ સિવાય અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. તાપી, પાટણ અને વલસાડના કેટલાક તાલુકાઓમાં 4.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં 2.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાગરિકો પરેશાન બન્યા હતા.

તંત્ર સજાગ

અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્ર ચેતી ગયું છે. દમકલ વિભાગ તેમજ તાલુકા સ્તરે રાહત ટીમોને તૈનાત કરવામાં આવી છે. જો વરસાદનું ત્રાટક આવનારા કલાકોમાં યથાવત રહેશે તો અનેક વિસ્તારોમાં ખાલી કરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી શકે છે.

લોકોમાં ચિંતા, ખેડૂતોમાં મિશ્ર ભાવના

ભારે વરસાદને કારણે સામાન્ય નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ઘરોમાં પાણી ઘુસી જતાં સામાનને નુકસાન થયું છે, જ્યારે માર્ગોમાં પાણી ભરાતા રોજિંદી જિંદગી અસરગ્રસ્ત થઈ છે. બીજી તરફ ખેડૂતોમાં મિશ્ર ભાવનાઓ છે. કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થવાની ભીતિ છે, તો કેટલાક વિસ્તારોમાં પાકને જીવતદાન મળ્યું છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદે એક તરફ રાહતનો શ્વાસ આપ્યો છે, તો બીજી તરફ ચિંતા અને મુશ્કેલીઓ ઊભી કરી છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી, રાજ્યના નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

The post બનાસકાંઠાના સુઇગામમાં 14 ઈંચ અને કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/banaskantha-suigam-rain-14-inch-kutch-rapar-9-inch/feed/ 0
નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી https://www.gujaratinside.com/2025/09/06/gujarat-rain-continues-during-navratri-2025/ https://www.gujaratinside.com/2025/09/06/gujarat-rain-continues-during-navratri-2025/#respond Sat, 06 Sep 2025 12:15:39 +0000 https://www.gujaratinside.com/?p=18580 અમદાવાદ: ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ મોડું વિદાય લેતો આવી રહ્યો છે. આ વર્ષે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન પણ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે. આજ (6 સપ્ટેમ્બર) સુધી ગુજરાતમાં મૌસમનો સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા,...

The post નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ મોડું વિદાય લેતો આવી રહ્યો છે. આ વર્ષે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન પણ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે.

આજ (6 સપ્ટેમ્બર) સુધી ગુજરાતમાં મૌસમનો સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા, સૌરાષ્ટ્રમાં 87 ટકા અને કચ્છમાં 88 ટકા વરસાદ નોંધાયો છે. કેટલાક તાલુકાઓમાં તો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો-ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યા છે.

વિશેષતા એ છે કે નવરાત્રિ 2025ની શરૂઆત 22 સપ્ટેમ્બરે થશે, અને હવામાન વિભાગના અનુમાન અનુસાર ચોમાસુ નવરાત્રિના દિવસોમાં પણ સક્રિય રહેશે. ચોમાસાની વિદાય ગાંધીજયંતિ આસપાસ થવાની શક્યતા છે. વર્ષ 2020 થી 2024 દરમિયાન પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું વિદાય લેવા મોડું થયું છે.

હવામાન વિભાગ મુજબ, ચોમાસાની વિદાય માટેની સામાન્ય તારીખ રાજ્યના વિસ્તારો પ્રમાણે અલગ છે. રાજસ્થાનમાં 17 સપ્ટેમ્બર, કચ્છમાં 20 સપ્ટેમ્બર અને દક્ષિણ ગુજરાત અને વેરાવળ સહિતના વિસ્તારોમાં 30 સપ્ટેમ્બર. વર્ષ 2024માં ચોમાસું કચ્છમાંથી 23 સપ્ટેમ્બરે શરૂ થયું અને સમગ્ર ગુજરાતમાં 5 ઓક્ટોબરે વિદાય લીધી હતી. આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

 

The post નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/gujarat-rain-continues-during-navratri-2025/feed/ 0
ગુજરાતમાં બે દિવસ વરસાદનો વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદની આગાહી https://www.gujaratinside.com/2025/09/01/gujarat-heavy-rain-alert-september-2024/ https://www.gujaratinside.com/2025/09/01/gujarat-heavy-rain-alert-september-2024/#respond Mon, 01 Sep 2025 15:25:07 +0000 https://www.gujaratinside.com/?p=18022 ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે મેઘરાજા આવતા બે દિવસ માટે થોડો વિરામ લેશે. 2 અને 3 સપ્ટેમ્બરે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ પડશે, જેમાં 2 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ અને 3 સપ્ટેમ્બરે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નર્મદા,...

The post ગુજરાતમાં બે દિવસ વરસાદનો વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે મેઘરાજા આવતા બે દિવસ માટે થોડો વિરામ લેશે. 2 અને 3 સપ્ટેમ્બરે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ પડશે, જેમાં 2 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ અને 3 સપ્ટેમ્બરે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 4 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદને કારણે ઑરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ભરુચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

5 અને 6 સપ્ટેમ્બરે રાજ્યના 28થી વધુ જિલ્લાઓમાં યલો અને ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરુચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

7 સપ્ટેમ્બરે પણ 27 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, ભરુચ, સુરત, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

 

The post ગુજરાતમાં બે દિવસ વરસાદનો વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/gujarat-heavy-rain-alert-september-2024/feed/ 0
ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ https://www.gujaratinside.com/2025/08/20/gujarat-heavy-rain-forecast-saurashtra-south-gujarat/ https://www.gujaratinside.com/2025/08/20/gujarat-heavy-rain-forecast-saurashtra-south-gujarat/#respond Wed, 20 Aug 2025 11:20:09 +0000 https://www.gujaratinside.com/?p=16792 ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ આગામી બે કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના...

The post ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ આગામી બે કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જ્યારે ભરૂચ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ આગામી બે કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી છે.

ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે દ્વારકા અને જામનગરમાં પણ આગામી બે કલાકમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હાલ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં આભ ફાટી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ અનરાધાર વરસાદથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

 

The post ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/gujarat-heavy-rain-forecast-saurashtra-south-gujarat/feed/ 0
ગુજરાતમાં ઝરમરથી ધોધમાર સુધી: રાજકોટ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ https://www.gujaratinside.com/2025/08/18/gujarat-heavy-rainfall-update/ https://www.gujaratinside.com/2025/08/18/gujarat-heavy-rainfall-update/#respond Mon, 18 Aug 2025 12:01:41 +0000 https://www.gujaratinside.com/?p=16588 ગુજરાતમાં ફરીથી મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 ઓગસ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાજા આંકડા મુજબ, સોમવારે (18 ઓગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના...

The post ગુજરાતમાં ઝરમરથી ધોધમાર સુધી: રાજકોટ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં ફરીથી મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 ઓગસ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાજા આંકડા મુજબ, સોમવારે (18 ઓગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 2-2 ઇંચ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 193 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજકોટના ધોરાજીમાં સૌથી વધુ 3.15 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત, જૂનાગઢના માળીયા હાટીના, ડાંગના આહવા, કચ્છના અબડાસા, સુરતના કામરેજ અને ડાંગના સુબિરમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ સિટી, તાપીના વ્યારા, બનાસકાંઠાના અમીરગઢ, ગીર સોમનાથના તલાલા, પાટણના સિદ્ધપુર, સાબરકાંઠાના ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં 1 ઇંચ સુધી વરસાદ થયો છે.

જ્યારે બનાસકાંઠાના કાંકરેજ, રાજકોટના ઉપલેટા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢના વંથલી, માણાવદર, અમદાવાદના દેત્રોજ, અરવલ્લીના મેઘરજ, રાજકોટના લોધિકા અને જામકંડોરાણા સહિત 163 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે, તેથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

 

The post ગુજરાતમાં ઝરમરથી ધોધમાર સુધી: રાજકોટ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/gujarat-heavy-rainfall-update/feed/ 0