India-US Trade War Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-us-trade-war/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 27 Aug 2025 04:40:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png India-US Trade War Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-us-trade-war/ 32 32 ભારત સામે ટ્રમ્પના વધારાના 25% ટેરિફનો અમલ શરૂ, અમેરિકન બજારમાં 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં https://www.gujaratinside.com/2025/08/27/trump-50-percent-tariff-on-india-exports/ https://www.gujaratinside.com/2025/08/27/trump-50-percent-tariff-on-india-exports/#respond Wed, 27 Aug 2025 04:40:25 +0000 https://www.gujaratinside.com/?p=17434 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વેપાર ક્ષેત્રમાં કડક વલણ અપનાવતા વધારાના 25 ટકા ટેરિફ લાગુ કરવાનો નોટિફિકેશન જાહેર કર્યો છે. આ પગલાથી હવે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના ઉત્પાદનો પર કુલ 50 ટકા ‘ટ્રમ્પ ટેરિફ’ લાગુ થશે. તાજેતર સુધી લાગુ કરેલા 25 ટકા ટેરિફ બાદ મંગળવારે જાહેર કરાયેલા આ વધારાના ટેરિફનો...

The post ભારત સામે ટ્રમ્પના વધારાના 25% ટેરિફનો અમલ શરૂ, અમેરિકન બજારમાં 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વેપાર ક્ષેત્રમાં કડક વલણ અપનાવતા વધારાના 25 ટકા ટેરિફ લાગુ કરવાનો નોટિફિકેશન જાહેર કર્યો છે. આ પગલાથી હવે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના ઉત્પાદનો પર કુલ 50 ટકા ‘ટ્રમ્પ ટેરિફ’ લાગુ થશે. તાજેતર સુધી લાગુ કરેલા 25 ટકા ટેરિફ બાદ મંગળવારે જાહેર કરાયેલા આ વધારાના ટેરિફનો અમલ બુધવારથી શરૂ થયો છે.

ટ્રમ્પે આ નિર્ણય ભારતના રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીના મુદ્દે દબાણ બનાવવા માટે લીધો હોવાનું જણાવાયું છે. અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે જાહેર કરેલી નોટિસમાં જણાવાયું છે કે બુધવાર સવારે 9:31 કલાક પછી આયાત થનારા અથવા ગોદામમાંથી બહાર પાડવામાં આવતા ભારતીય ઉત્પાદનો પર આ વધારાનો ટેરિફ લાગુ રહેશે.

આ નવા ટેરિફના કારણે ભારતના શ્રમ આધારિત નિકાસ સેક્ટર્સને ભારે ઝટકો લાગશે. તેમાં ખાસ કરીને શ્રીમ્પ, ટેક્સટાઈલ, એપેરલ, લેધર, જેમ્સ અને જ્વેલરી, ફૂટવેર, પશુ ઉત્પાદનો, રસાયણો અને ઈલેક્ટ્રિકલ તથા મિકેનિકલ મશીનરીનો સમાવેશ થાય છે. જોકે, ફાર્મા, એનર્જી પ્રોડક્ટ્સ અને ઈલેક્ટ્રોનિક ગૂડ્સને આ ટેરિફમાંથી છૂટ આપવામાં આવી છે.

વાણિજ્ય મંત્રાલયના અંદાજ મુજબ, ટ્રમ્પના 50 ટકા ટેરિફના અમલથી અમેરિકામાં ભારતની 48.2 અબજ ડોલરની નિકાસ પર સીધી અસર થશે. જ્યારે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI)ના અહેવાલ અનુસાર, આ ઝટકાથી ભારતની કુલ 50 થી 70 ટકા નિકાસ પ્રભાવિત થશે અને લગભગ 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં મુકાઈ શકે છે.

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમેરિકા ટેરિફ મુદ્દે આકરા પગલાં લઈ રહ્યું છે, પરંતુ ભારત ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓના હિતોમાં કોઈ સમજૂતી નહીં કરે અને તમામ મુશ્કેલીઓનો સામનો કરવા સજ્જ છે.

ટ્રમ્પના આ નિર્ણયથી માત્ર ભારત જ નહીં, પરંતુ બ્રાઝિલ જેવા કેટલાક દેશો પર પણ અસર થઈ છે. અમેરિકા દ્વારા અન્ય સ્પર્ધકો પર લગાવવામાં આવેલા ટેરિફની તુલનામાં ભારત માટે સૌથી વધુ દર નક્કી કરવામાં આવ્યો છે. મ્યાનમાર પર 40%, થાઈલેન્ડ અને કંબોડિયા પર 36%, બાંગ્લાદેશ પર 35%, ઈન્ડોનેશિયા પર 32%, ચીન અને શ્રીલંકા પર 30%, મલેશિયા પર 25%, જ્યારે વિયેતનામ અને ફિલિપાઈન્સ પર 20% ટેરિફ લાગુ છે.

અમેરિકા ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. વર્ષ 2024-25માં દ્વિપક્ષીય વેપાર 131.8 અબજ ડોલર રહ્યો હતો, જેમાં ભારતે 86.5 અબજ ડોલરની નિકાસ અને 43.3 અબજ ડોલરની આયાત કરી હતી. અમેરિકાના આંકડા અનુસાર 2024માં ભારતમાં થઈ રહેલી નિકાસ 91.2 અબજ ડોલર જેટલી હતી. આ સ્થિતિમાં ટ્રમ્પના 50% ટેરિફના અમલથી ભારતના નિકાસ ક્ષેત્રને મોટો આર્થિક ઝટકો લાગી શકે છે.

The post ભારત સામે ટ્રમ્પના વધારાના 25% ટેરિફનો અમલ શરૂ, અમેરિકન બજારમાં 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/trump-50-percent-tariff-on-india-exports/feed/ 0
ટ્રમ્પની નફ્ફટાઈ: “ભારત સાથે હવે જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં, ત્યાં સુધી કોઈ વાત નહીં” https://www.gujaratinside.com/2025/08/08/trump-freezes-india-trade-talks-over-tariff-dispute/ https://www.gujaratinside.com/2025/08/08/trump-freezes-india-trade-talks-over-tariff-dispute/#respond Fri, 08 Aug 2025 04:27:31 +0000 https://www.gujaratinside.com/?p=16020 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે પોતાનું દબદબાવાળું વલણ યથાવત રાખતાં, 50% ટેરિફ મુદ્દે વધુ એક કડક સંદેશો આપ્યો છે. એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જ્યારે ટ્રમ્પને પુછ્યું કે શું આ ટેરિફ બાદ ભારત સાથે વેપાર મંત્રણાઓ વધુ ઝડપી થશે, ત્યારે ટ્રમ્પે તૂંકો પરંતુ ગંભીર જવાબ આપ્યો: “ના… જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં, ત્યાં સુધી...

The post ટ્રમ્પની નફ્ફટાઈ: “ભારત સાથે હવે જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં, ત્યાં સુધી કોઈ વાત નહીં” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે પોતાનું દબદબાવાળું વલણ યથાવત રાખતાં, 50% ટેરિફ મુદ્દે વધુ એક કડક સંદેશો આપ્યો છે. એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જ્યારે ટ્રમ્પને પુછ્યું કે શું આ ટેરિફ બાદ ભારત સાથે વેપાર મંત્રણાઓ વધુ ઝડપી થશે, ત્યારે ટ્રમ્પે તૂંકો પરંતુ ગંભીર જવાબ આપ્યો: “ના… જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં, ત્યાં સુધી કોઈ વાત નહીં.”

ટ્રમ્પના આ સ્પષ્ટ સંકેતથી સાબિત થાય છે કે અમેરિકા હાલ કોઈપણ ધીમી નીતિથી આગળ વધવા માટે તૈયાર નથી. 50% ટેરિફના આકસ્મિક નિર્ણય બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા વ્યાપારિક તણાવ હવે ઊંડા રાજદ્વારી મતભેદોમાં ફેરવાઈ ચૂક્યા છે. ભારતે આ ટેરિફને એકપક્ષીય અને અન્યાયી ગણાવતાં તેની નીતિ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આ મુદ્દા પર રાજદ્વારી વાટાઘાટો શરૂ કરી છે.

હાલના સંજોગોમાં, ભારત અને અમેરિકાના સંબંધો ઈતિહાસના એવા વળાંકે છે જ્યાં બંને દેશોએ વેપાર સાથે સાથે રાજકીય નફો-નુકશાનનું પણ મૂલ્યાંકન કરવાનું છે. ટ્રમ્પના શબ્દો માત્ર એક નિવેદન નથી, પણ તે એક સંકેત છે કે ભવિષ્યના વ્યાપાર સંબંધો કેટલી હદ સુધી આ મુદ્દા પર આધાર રાખશે. ભારતે ભલે શાંતિપૂર્ણ દિશામાં વાતચીત શરૂ કરી હોય, પણ ટ્રમ્પની આ દબાવવાદી ભૂમિકા ભારતની કૂટનીતિક કળાને પડકાર આપી રહી છે.

The post ટ્રમ્પની નફ્ફટાઈ: “ભારત સાથે હવે જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં, ત્યાં સુધી કોઈ વાત નહીં” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/08/trump-freezes-india-trade-talks-over-tariff-dispute/feed/ 0
ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પુતિનની ભારત યાત્રા બની શકે છે મોટો રાજકીય સંકેત https://www.gujaratinside.com/2025/08/07/putin-india-visit-us-tariff-war/ https://www.gujaratinside.com/2025/08/07/putin-india-visit-us-tariff-war/#respond Thu, 07 Aug 2025 12:06:43 +0000 https://www.gujaratinside.com/?p=15992 ભારત-અમેરિકા વચ્ચે વધતા ટેરિફ વિવાદ વચ્ચે, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન ઓગસ્ટ મહિનામાં ભારતની મુલાકાત લઈ શકે છે એવી સંભાવના છે, જો કે આ અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તાજેતરમાં મોસ્કો ગયા હતા, જેના પછી પુતિનની યાત્રાની અટકળો જોર પકડવા લાગી છે. આ યાત્રાને...

The post ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પુતિનની ભારત યાત્રા બની શકે છે મોટો રાજકીય સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત-અમેરિકા વચ્ચે વધતા ટેરિફ વિવાદ વચ્ચે, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન ઓગસ્ટ મહિનામાં ભારતની મુલાકાત લઈ શકે છે એવી સંભાવના છે, જો કે આ અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તાજેતરમાં મોસ્કો ગયા હતા, જેના પછી પુતિનની યાત્રાની અટકળો જોર પકડવા લાગી છે. આ યાત્રાને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે અમેરિકા દ્વારા ભારત પર વધારવામાં આવેલા ટેરિફના દબાણનો પ્રત્યાઘાત હોઈ શકે છે.

અમેરિકા સતત ભારત પર રશિયા સાથે વેપાર બંધ કરવા દબાણ કરી રહ્યું છે. તાજેતરમાં તેણે ભારત પરથી આયાત થતા કેટલાક ઉત્પાદનો પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો છે અને વધુ પ્રતિબંધોની ધમકી પણ આપી છે. આવી સ્થિતિમાં, ભારત અને રશિયા વચ્ચે વ્યાપાર અને ટેક્નોલોજી ક્ષેત્રે નવી વ્યૂહરચનાઓ ઘડાઈ શકે છે.

એક મિડિયા રિપોર્ટ અનુસાર, બંને દેશોએ તાંબા, લિથિયમ, નિકલ અને કોબાલ્ટ જેવા દુર્લભ ખનિજોની શોધ અને ઉત્પાદન માટે ભાગીદારી કરવાનો નિર્ણય લીધો છે. આ ખનિજો ઇલેક્ટ્રિક વાહન, હાઈડ્રોજન એનર્જી અને બેટરી સ્ટોરેજ જેવી ટેક્નોલોજીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત-રશિયા વચ્ચેનો આ સહકાર ક્લિન એનર્જી અને ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા તરફ એક મોટો પગથિયો સાબિત થઈ શકે છે.

ટ્રમ્પના તાજેતરના આદેશ પછી, ભારતમાં બનાવતા કપડાં, ચામડાં અને એન્જિનિયરિંગ ઉત્પાદનો પર 50 ટકા સુધીનો ટેરિફ વસૂલાઈ રહ્યો છે, જે નિકાસ પર નકારાત્મક અસર કરે તેવી શક્યતા છે.

વિશ્લેષકો માને છે કે ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને તેના ટેક્નોલોજી ક્ષેત્રના ભવિષ્યના યોજનાઓથી અમેરિકા હેરાન છે. ભારતના આત્મનિર્ભરતા તરફના પગલાં અને વૈશ્વિક સ્તરે તેની સ્પર્ધાત્મકતાને કારણે અમેરિકા હવે દબાણ બનાવવાનું પ્રયત્ન કરી રહ્યું છે, અને એટલા માટે જ તે ટેરિફના માર્ગે આગળ વધ્યું છે.

અંતે, પુતિનની યાત્રા માત્ર વ્યાપારિક નહીં, પણ રાજકીય રીતે પણ એક મોટો સંકેત બની શકે છે કે ભારત હવે એક વૈશ્વિક મંચ પર પોતાની વ્યૂહાત્મક સ્થિતિને મજબૂત બનાવી રહ્યું છે.

The post ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પુતિનની ભારત યાત્રા બની શકે છે મોટો રાજકીય સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/putin-india-visit-us-tariff-war/feed/ 0
ટ્રમ્પના ટેરિફ વધારા સામે PM મોદીની સ્પષ્ટ ચેતવણી: “ખેડૂતોના હિત માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર” https://www.gujaratinside.com/2025/08/07/pm-modi-response-to-trump-tariff-farmers-priority/ https://www.gujaratinside.com/2025/08/07/pm-modi-response-to-trump-tariff-farmers-priority/#respond Thu, 07 Aug 2025 05:30:08 +0000 https://www.gujaratinside.com/?p=15979 અમેરિકા દ્વારા ભારત પર ટેરિફમાં વધારાનો વધુ 25% વધારો કર્યા પછી હવે ભારત પર કુલ 50% રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડી ગઈ છે. આ વ્યવસાયિક દબાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, “ખેડૂતોના હિતો અમારા માટે સર્વોચ્ચ છે અને તેના માટે કોઈપણ પ્રકારના દબાણ આગળ ભારત નમતું નહીં.” PM મોદીએ દિલ્હીમાં યોજાયેલી એમ.એસ. સ્વામીનાથન...

The post ટ્રમ્પના ટેરિફ વધારા સામે PM મોદીની સ્પષ્ટ ચેતવણી: “ખેડૂતોના હિત માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફમાં વધારાનો વધુ 25% વધારો કર્યા પછી હવે ભારત પર કુલ 50% રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડી ગઈ છે. આ વ્યવસાયિક દબાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, “ખેડૂતોના હિતો અમારા માટે સર્વોચ્ચ છે અને તેના માટે કોઈપણ પ્રકારના દબાણ આગળ ભારત નમતું નહીં.”

PM મોદીએ દિલ્હીમાં યોજાયેલી એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતા જણાવ્યું કે, “અમે ખેડૂતોના હિતો માટે ઊંચી કિંમત ચૂકવવા પણ તૈયાર છીએ. ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિતો માટે ભારત ક્યારેય સમાધાન નહીં કરે.”

તેમણે ઉમેર્યું કે સરકાર ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. પીએમ સન્માન નિધિ યોજના, પીએમ ફસલ બીમા યોજના, પીએમ કૃષિ સિંચાઈ યોજના જેવી પહેલોથી ખેડૂતોને આત્મબળ, સુરક્ષા અને જરૂરિયાતમંદ ટેકો મળી રહ્યો છે.

દેશમાં મગફળી, સરસવ અને સોયાબીન જેવા પાકોનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ખેડૂતઓ માટે ફૂડ પ્રોસેસિંગ અને સંગ્રહ સુવિધા જેવી વિસ્તૃત સેવાઓ પીએમ કિસાન સંપદા યોજના દ્વારા વિસ્તારી રહી છે.

ટ્રમ્પએ ભારતને ‘ટેરિફ કિંગ’ કહીને રશિયા સાથે વ્યાપાર ચાલુ રાખવા બદલ આ પગલું લીધું છે. પરંતુ આ દબાણ સામે પીએમ મોદીએ સ્પષ્ટ ઈશારો આપ્યા છે કે કૃષિ અને ડેરી ક્ષેત્રના હિતો માટે ભારત કોઈપણ નિર્ણય છતાવગો નહીં કરે.

The post ટ્રમ્પના ટેરિફ વધારા સામે PM મોદીની સ્પષ્ટ ચેતવણી: “ખેડૂતોના હિત માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/pm-modi-response-to-trump-tariff-farmers-priority/feed/ 0