NDA Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nda/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 09:26:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png NDA Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nda/ 32 32 બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત https://www.gujaratinside.com/2025/09/22/bihar-assembly-elections-2025-dates-announcement-soon/ https://www.gujaratinside.com/2025/09/22/bihar-assembly-elections-2025-dates-announcement-soon/#respond Mon, 22 Sep 2025 09:30:34 +0000 https://www.gujaratinside.com/?p=19840 બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 30 સપ્ટેમ્બર પછી બિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ સમગ્ર ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. આ સમય દરમિયાન તમામ ચૂંટણી કમિશનરો પણ તેમની સાથે પટના જશે. સૂત્રોના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચૂંટણી તારીખોની જાહેરાત થઈ શકે...

The post બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 30 સપ્ટેમ્બર પછી બિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ સમગ્ર ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. આ સમય દરમિયાન તમામ ચૂંટણી કમિશનરો પણ તેમની સાથે પટના જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચૂંટણી તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે 30 સપ્ટેમ્બરે વિશેષ સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, ત્યારબાદ તારીખોની જાહેરાત શક્ય છે.

ચૂંટણી પંચની યોજના અનુસાર, મતદાન દુર્ગા પૂજા અને દિવાળી વચ્ચે, 2 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન યોજાવાનું અનુમાન છે. આ વખતે ચૂંટણી બે થી ત્રણ તબક્કામાં યોજાઈ શકે છે. રાજકીય વર્તુળોમાં ચહલપહલ વધી રહી છે અને પક્ષોએ ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ શરૂ કરી દીધી છે.

ચૂંટણી પંચે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં SIR પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ રાજ્યોને SIR માટે વિગતવાર માર્ગદર્શિકા આપી હતી.

સૂચના મુજબ, જૂની મતદાર યાદીઓને વર્તમાન યાદીઓ સાથે મેળ કરવો, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ અને દૂર કરવાનું કામ પૂર્ણ કરવાનું રહેશે. છેલ્લો SIR 2002 અને 2004 વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.

બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો છે. 2020ની ચૂંટણીમાં NDA એ બહુમતી મેળવી હતી, જેમાં BJP પાસે 78, JDU પાસે 45 અને જીતન રામ માંઝી પાસે 4 બેઠકો હતી.

મહાગઠબંધન પાસે કુલ 110 બેઠકો છે, જેમાં RJD પાસે 75, કોંગ્રેસ પાસે 19 અને ડાબેરી પક્ષો પાસે 16 બેઠકો છે. બદલાતા રાજકીય સમીકરણોને કારણે આ વખતે ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.

 

The post બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/bihar-assembly-elections-2025-dates-announcement-soon/feed/ 0
સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ https://www.gujaratinside.com/2025/09/12/cp-radhakrishnan-15th-vice-president-india/ https://www.gujaratinside.com/2025/09/12/cp-radhakrishnan-15th-vice-president-india/#respond Fri, 12 Sep 2025 05:41:49 +0000 https://www.gujaratinside.com/?p=19217 નવી દિલ્હી: સીપી રાધાકૃષ્ણન આજે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાજ્યપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યું, જયાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષણમંત્રી રાજનાથ સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યક્રમમાં પહેલીવાર ભાગ લીધો. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને એનડીએ ઉમેદવાર...

The post સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: સીપી રાધાકૃષ્ણન આજે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાજ્યપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યું, જયાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષણમંત્રી રાજનાથ સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યક્રમમાં પહેલીવાર ભાગ લીધો.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને એનડીએ ઉમેદવાર તરીકે ભાગ લીધો હતો અને તેમને 452 મત મળ્યા, જયાં વિરોધ પક્ષના બી. સુદર્શન રેડ્ડીને 152 મતથી હરનો સામનો કરવો પડ્યો. આ ચૂંટણીમાં લગભગ 15 વિપક્ષી સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું હોવાનું નોંધાયું.

સીપી રાધાકૃષ્ણને 1978માં થુથુકુડીમાં કે.વી.ઓ. ચિદમ્બરમ કોલેજ (મદુરાઈ યુનિવર્સિટી સાથે જોડાયેલ)માંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બિબીએ)માં ડિગ્રી મળી હતી. તેઓ ટેબલ ટેનિસ ચેમ્પિયન અને ક્રિકેટ, વોલીબોલમાં રસ ધરાવતા ખેલાડી રહ્યા છે.

તેમણે 1998 અને 1999માં કોઈમ્બતુરથી બે વાર લોકસભામાં ચૂંટાયા હતા અને કાપડ મંત્રાલય પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા છે.

પક્ષ સંગઠનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 1996માં તેમણે ભાજપના તમિલનાડુ એકમના સચિવ તરીકે કાર્ય શરૂ કર્યું અને 2007માં પ્રદેશ પ્રમુખ તરીકે 93 દિવસમાં 19,000 કિલોમીટર લાંબી રથયાત્રા યોજી, જેમાં નાગરિક સમાનતા, અસ્પૃશ્યતા, આતંકવાદ અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ કરવામાં આવી.

ફેબ્રુઆરી 2023માં તેમને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેલંગાણા અને પુડુચેરીનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો. જુલાઈ 2024માં તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેમની મિલકત 2019ના સોગંદનામા મુજબ લગભગ ₹67 કરોડ છે, જેમાં જંગમ સંપત્તિ ₹7.31 કરોડ છે.

ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણી અગાઉ, 21 જુલાઈ 2025ના રોજ જગદીપ ધનખડે સ્વાસ્થ્યને કારણે પદેથી અચાનક રાજીનામું આપ્યું હતું. આ ઘટનાઓ પછી ઉપપ્રમુખ ચૂંટણી યોજાઈ અને સીપી રાધાકૃષ્ણને જીત મળી.

 

The post સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/cp-radhakrishnan-15th-vice-president-india/feed/ 0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/#respond Tue, 09 Sep 2025 05:58:54 +0000 https://www.gujaratinside.com/?p=18840 ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDA સાંસદોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. બેઠકમાં સાંસદોને મતદાન પ્રક્રિયા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલા NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ સ્થિત શ્રી રામ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ચૂંટણી ભારતીય રાષ્ટ્રવાદ માટે મોટી જીત સાબિત થશે. અમે બધા એક છીએ અને એક રહીશું. અમારી ઇચ્છા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા છે.”

આ ચૂંટણીમાં બિજૂ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને શિરોમણી અકાલી દળે મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, પંજાબના સ્વતંત્ર સાંસદો સરબજીત સિંહ ખાલસા (ફરીદકોટ) અને અમૃતપાલ સિંહ (ખડૂર સાહિબ) એ પણ મતદાનનો બહિષ્કાર જાહેર કર્યો છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી અંગે જણાવ્યું કે, “આ મત અંતરાત્મા પર આધારિત છે. ભાજપ લોકોનો ઉપયોગ કરીને પછી તેમને બરબાદ કરે છે. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ એવું જ બન્યું હતું. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.”

લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સાંસદોને મતદાનનો અધિકાર છે, જેમાં જીત માટે 392 મત જરૂરી છે. હાલની સંખ્યાબળની સ્થિતિ જોતા NDA પાસે 425 સાંસદોનું સમર્થન છે (લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132). એટલે કે, નંબરગેમમાં NDAની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/feed/ 0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર https://www.gujaratinside.com/2025/09/08/vice-president-election-brs-bjd-ysrcp-support-nda/ https://www.gujaratinside.com/2025/09/08/vice-president-election-brs-bjd-ysrcp-support-nda/#respond Mon, 08 Sep 2025 16:20:27 +0000 https://www.gujaratinside.com/?p=18813 આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તે પહેલાં જ બે મહત્વના પક્ષો – કે. ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તે પહેલાં જ બે મહત્વના પક્ષો – કે. ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે.

બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને યુરિયાની અછત દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. આ અછતના કારણે લાઈનમાં ઉભા રહેલા ખેડૂતો વચ્ચે મારામારી થઈ રહી છે.’

બીજી તરફ, BJDના સાંસદ સસ્મિત પાત્રાએ જણાવ્યું કે, “બીજુ જનતા દળ NDA અને INDIA ગઠબંધન બંનેથી સમાન અંતર જાળવીને માત્ર ઓડિશાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, તેથી જ અમે આ ચૂંટણીથી દૂર રહીશું.”

આ વચ્ચે, આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની YSRCPએ આશ્ચર્યજનક પગલું ભરતાં NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. YSRCP કોઈ ગઠબંધનમાં સામેલ નથી, છતાં તેણે પોતાના રાજ્યના જ વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને સમર્થન આપવાનું નક્કી કર્યું નથી. બીજી તરફ, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સુદર્શન રેડ્ડીને સમર્થન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. મતદાર મંડળમાં કુલ 788 સભ્યો છે, જેમાં હાલ 781 સક્રિય સભ્યો મતદાન માટે હાજર રહેશે. NDA તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને INDIA ગઠબંધન તરફથી બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/vice-president-election-brs-bjd-ysrcp-support-nda/feed/ 0
નવા મતદારોના વૉટ પર આક્ષેપ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો https://www.gujaratinside.com/2025/09/01/rahul-gandhi-tejashwi-yadav-voter-fraud-allegation/ https://www.gujaratinside.com/2025/09/01/rahul-gandhi-tejashwi-yadav-voter-fraud-allegation/#respond Mon, 01 Sep 2025 13:15:16 +0000 https://www.gujaratinside.com/?p=18000 વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા આયોજિત મતદાતા અધિકાર યાત્રાનું સમાપન પટણામાં થયું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે સભા સંબોધી હતી. બંને નેતાઓએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા અને દાવો કર્યો કે, નવા મતદારોના વોટ ભાજપના ખાતામાં લઈ ગયા છે, જે યુવાનોના અધિકારો, આરક્ષણ અને રોજગારી માટે સીધો...

The post નવા મતદારોના વૉટ પર આક્ષેપ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા આયોજિત મતદાતા અધિકાર યાત્રાનું સમાપન પટણામાં થયું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે સભા સંબોધી હતી. બંને નેતાઓએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા અને દાવો કર્યો કે, નવા મતદારોના વોટ ભાજપના ખાતામાં લઈ ગયા છે, જે યુવાનોના અધિકારો, આરક્ષણ અને રોજગારી માટે સીધો હુમલો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વૉટ ચોરી માત્ર ચૂંટણીમાં ગેરરીતિ નથી, પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. વૉટ ચોરી એટલે અધિકારો, આરક્ષણ, રોજગાર અને શિક્ષણના અવસરોની ચોરી. તેમણે મહારાષ્ટ્રની ચૂંટણી ઉદાહરણ આપતાં પુછ્યું કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં લગભગ સમાન મત મળવા છતાં, એક કરોડ નવા મતદારોના વોટ કેવી રીતે ભાજપના ખાતામાં ગયા? આ દર્શાવે છે કે ચૂંટણી પંચ અને ભાજપ મળીને વૉટ ચોરી કરી રહ્યા છે.

રાહુલ ગાંધી દ્વારા મહાત્મા ગાંધી અને બાબાસાહેબ આંબેડકરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જે શક્તિઓએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, તે જ શક્તિઓ આજે સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમના આગ્રહ પ્રમાણે આવું નહીં થવા દઈએ. તેમણે જણાવ્યું કે મતદાતા અધિકાર યાત્રાને સમગ્ર બિહાર અને દેશભરમાંથી અપાર સમર્થન મળ્યું છે.

તે જ સમયે, તેજસ્વી યાદવે જણાવ્યું કે, ભાજપ લોકશાહીને નબળી પાડવાનું ષડયંત્ર રચી રહી છે, પરંતુ બિહારની 2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જનતા તેની યોગ્ય જવાબ આપશે. યાત્રાના સમાપન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા.

The post નવા મતદારોના વૉટ પર આક્ષેપ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/rahul-gandhi-tejashwi-yadav-voter-fraud-allegation/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ https://www.gujaratinside.com/2025/08/19/vice-president-election-2025-nda-cp-radhakrishnan-tmc-demand/ https://www.gujaratinside.com/2025/08/19/vice-president-election-2025-nda-cp-radhakrishnan-tmc-demand/#respond Tue, 19 Aug 2025 06:04:10 +0000 https://www.gujaratinside.com/?p=16678 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

TMCનું કહેવું છે કે આ ચૂંટણી ફક્ત પદ માટેની લડાઈ નથી, પરંતુ બંધારણ અને ‘આઈડિયા ઑફ ઈન્ડિયા’ને બચાવવાની લડાઈ છે. TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું હતું કે મંગળવારે બપોરે 12:30 વાગ્યે મલ્લિકાર્જુન ખડગેના ઘરે I.N.D.I.A. ગઠબંધનની બેઠક યોજાશે અને સાંજ સુધીમાં મજબૂત ઉમેદવારના નામની જાહેરાત થશે તેવી આશા છે.

બીજી તરફ, NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી લાંબી અને પ્રભાવશાળી રહી છે. તેઓ 31 જુલાઈ, 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે અને તે પહેલાં ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી. રાધાકૃષ્ણન તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા છે અને ચાર દાયકાથી વધુનો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ બે વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને તમિલનાડુ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમનો RSSની વિચારધારા સાથે ગાઢ સંબંધ હોવાનું માનવામાં આવે છે.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/vice-president-election-2025-nda-cp-radhakrishnan-tmc-demand/feed/ 0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-nda-ysr-congress-support/ https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-nda-ysr-congress-support/#respond Mon, 18 Aug 2025 15:11:48 +0000 https://www.gujaratinside.com/?p=16625 આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે ચૂંટણીમાં મહત્વનો ફર્ક પાડી શકે છે.

પીટીઆઈના અહેવાલ મુજબ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાર્ટી પ્રમુખ જગન મોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરી હતી અને શાસક ગઠબંધનના ઉમેદવાર માટે પ્રાદેશિક પાર્ટીના સમર્થન માંગ્યું હતું. રાજકીય રીતે આ નિર્ણય ખુબ જ મહત્વનો માનવામાં આવે છે કારણ કે વાયએસઆર કોંગ્રેસ એનડીએનો ભાગ નથી અને ઈન્ડિયા ગઠબંધન સાથે પણ નથી, તેમ છતાં એનડીએને સમર્થન આપી રહી છે.

આ પહેલાં પણ વાયએસઆર કોંગ્રેસે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએને સમર્થન આપ્યું હતું, જેમ કે રામનાથ કોવિંદ, દ્રૌપદી મુર્મુ, વેંકૈયા નાયડુ અને જગદીપ ધનખડના ઉમેદવારી સમયગાળા દરમિયાન. હાલમાં એનડીએ પાસે લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132 સાંસદોનું સમર્થન છે. વાયએસઆરસીપીના 11 સાંસદોના સમર્થન સાથે આ આંકડો 435થી વધુ પહોંચવાની સંભાવના છે, જે સી.પી. રાધાકૃષ્ણનની જીત લગભગ નિશ્ચિત બનાવે છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે એનડીએનું પ્રભાવ રાષ્ટ્રીય સ્તરે વધી રહ્યું છે અને પ્રાદેશિક પક્ષો સાથેના તેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-nda-ysr-congress-support/feed/ 0