Nepal political crisis Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nepal-political-crisis/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 10:31:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Nepal political crisis Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nepal-political-crisis/ 32 32 નેપાળમાં હિંસક આંદોલન વચ્ચે ભારતીય વૉલીબૉલ ટીમનો સફળ બચાવ, દૂતાવાસની ત્વરિત કાર્યવાહી https://www.gujaratinside.com/2025/09/12/indian-volleyball-team-rescued-nepal-violence/ https://www.gujaratinside.com/2025/09/12/indian-volleyball-team-rescued-nepal-violence/#respond Fri, 12 Sep 2025 10:45:13 +0000 https://www.gujaratinside.com/?p=19235 નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન વચ્ચે ભારતીય દૂતાવાસે પ્રશંસનીય ઝડપ દર્શાવી ભારતીય વૉલીબૉલ ટીમને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આ ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઉપાસના ગિલ વૉલીબૉલ લીગ માટે નેપાળના પોખરા શહેરમાં હતી, પરંતુ અચાનક ફેલાયેલી હિંસામાં તે અને ટીમના સભ્યો ફસાઈ...

The post નેપાળમાં હિંસક આંદોલન વચ્ચે ભારતીય વૉલીબૉલ ટીમનો સફળ બચાવ, દૂતાવાસની ત્વરિત કાર્યવાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન વચ્ચે ભારતીય દૂતાવાસે પ્રશંસનીય ઝડપ દર્શાવી ભારતીય વૉલીબૉલ ટીમને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આ ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

ઉપાસના ગિલ વૉલીબૉલ લીગ માટે નેપાળના પોખરા શહેરમાં હતી, પરંતુ અચાનક ફેલાયેલી હિંસામાં તે અને ટીમના સભ્યો ફસાઈ ગયા. વીડિયોમાં ઉપાસનાએ ભારતીય દૂતાવાસને સીધી અપીલ કરી હતી કે તેઓ તાત્કાલિક મદદ કરે.

ઉપાસનાએ પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે જે હોટલમાં તે રોકાઈ હતી તે ઉપદ્રવીઓએ સળગી દીધી હતી અને તેનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. તેણીએ જણાવ્યું કે તે સમયે તે સ્પામાં હતી અને મોટા પ્રયત્નો પછી પોતાની જાન બચાવી શકી.

વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિસાદ મેળવ્યો અને તરત જ દૂતાવાસ હરકતમાં આવ્યું. દૂતાવાસે ટીમ સાથે સંપર્ક સાધી તેમને કાઠમંડુના એક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમના મોટાભાગના સભ્યો ભારત પરત આવી ગયા છે અને બાકી ખેલાડીઓને પણ પરત લાવવા માટે વ્યવસ્થા ચાલી રહી છે.

નેપાળમાં હિંસક દેખાવો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ શરૂ થયા હતા, જે ટૂંક સમયમાં ભ્રષ્ટાચાર અને નેપોટિઝમ સામેના વ્યાપક આંદોલનમાં ફેરવાઈ ગયા. પરિસ્થિતિ એટલી હદે વણસી કે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું.

કાઠમંડુથી પોખરા સુધી હોટલો અને સરકારી ઇમારતોને આગચાંપી દેવામાં આવી, જેના કારણે સામાન્ય નાગરિકો અને પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. સરકાર ઉથલાવ્યા બાદ પણ પરિસ્થિતિ હજુ તંગ છે અને હિંસક દેખાવો ચાલુ છે.

ભારતીય દૂતાવાસે અન્ય ફસાયેલા ભારતીયોને મદદ કરવા માટે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે અને કાઠમંડુમાં કંટ્રોલ રૂમ સતત સક્રિય છે. આ કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે વિદેશમાં ફસાયેલા ભારતીયોની સલામતી સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતા છે.

 

The post નેપાળમાં હિંસક આંદોલન વચ્ચે ભારતીય વૉલીબૉલ ટીમનો સફળ બચાવ, દૂતાવાસની ત્વરિત કાર્યવાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/indian-volleyball-team-rescued-nepal-violence/feed/ 0
નેપાળમાં હિંસા પર PM મોદીની ચિંતા, શાંતિ જાળવવા નાગરિકોને કરી અપીલ https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-message-on-nepal-violence-appeals-for-peace/ https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-message-on-nepal-violence-appeals-for-peace/#respond Wed, 10 Sep 2025 03:59:23 +0000 https://www.gujaratinside.com/?p=18970 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા યુવાનોના આંદોલન અને હિંસક પ્રદર્શનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી અને નેપાળની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બાદમાં તેમણે સામાજિક મિડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપ્યો, જેમાં તેમણે લખ્યું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયવિદારક...

The post નેપાળમાં હિંસા પર PM મોદીની ચિંતા, શાંતિ જાળવવા નાગરિકોને કરી અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા યુવાનોના આંદોલન અને હિંસક પ્રદર્શનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી અને નેપાળની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બાદમાં તેમણે સામાજિક મિડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપ્યો, જેમાં તેમણે લખ્યું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયવિદારક છે અને અનેક યુવાનોના મોત થવાથી તેઓ દુઃખી છે.

મોદીએ જણાવ્યું કે નેપાળની સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે નેપાળના તમામ નાગરિકોને વિનમ્ર અપીલ કરી કે તેઓ શાંતિનું સમર્થન કરે અને એકતા સાથે આગળ વધે. વડાપ્રધાને આ પણ જણાવ્યું કે ભારત પરિસ્થિતિ પર બારીકીથી નજર રાખી રહ્યું છે અને નેપાળની જનતા સાથે છે.

સોશિયલ મીડિયા પ્રતિબંધ બાદ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા છે. વિદ્યાર્થીઓના નેતૃત્વમાં શરૂ થયેલા આ આંદોલને સરકાર અને રાજકીય નેતાઓ સામે ભ્રષ્ટાચાર અને જનતાની અવગણનાના આરોપ લગાવ્યા. પ્રદર્શનો દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલના ઘરને આગ લગાડવામાં આવી હતી, જેમાં તેમની પત્ની રાજલક્ષ્મી ચિત્રકાર ગંભીર રીતે દાઝી ગઈ અને બાદમાં તેમનું અવસાન થયું.

ટોળાએ પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, પુષ્પ કમલ દહલ, શેર બહાદુર દેઉબા અને અન્ય નેતાઓના ઘરો તથા સંપત્તિઓને પણ નિશાન બનાવ્યા.

કાઠમંડૂ અને લલિતપુરમાં ટાયર સળગાવી રસ્તા જામ કરવામાં આવ્યા, પથ્થરમારો અને આગચંપી થઈ. સરકાર દ્વારા સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવી દેવાયા પછી પણ હિંસા ચાલુ રહી. આ તંગ પરિસ્થિતિ વચ્ચે ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે અને હાલ નેપાળ સેનાએ સુરક્ષા સત્તા સંભાળી લીધી છે.

 

The post નેપાળમાં હિંસા પર PM મોદીની ચિંતા, શાંતિ જાળવવા નાગરિકોને કરી અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-message-on-nepal-violence-appeals-for-peace/feed/ 0
નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર https://www.gujaratinside.com/2025/09/09/nepal-unrest-flights-cancelled-helpline/ https://www.gujaratinside.com/2025/09/09/nepal-unrest-flights-cancelled-helpline/#respond Tue, 09 Sep 2025 12:15:43 +0000 https://www.gujaratinside.com/?p=18909 નેપાળમાં ચાલી રહેલા હિંસક Gen Z આંદોલનને કારણે કાઠમંડુ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને ભારતની એર ઈન્ડિયા તેમજ ઈન્ડિગોએ દિલ્હી-કાઠમંડુ વચ્ચેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. દિલ્હીથી કાઠમંડુ જતી ચાર મુખ્ય ફ્લાઈટ્સ — AI2231/2232, AI2219/2220, AI217/218 અને...

The post નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં ચાલી રહેલા હિંસક Gen Z આંદોલનને કારણે કાઠમંડુ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને ભારતની એર ઈન્ડિયા તેમજ ઈન્ડિગોએ દિલ્હી-કાઠમંડુ વચ્ચેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

દિલ્હીથી કાઠમંડુ જતી ચાર મુખ્ય ફ્લાઈટ્સ — AI2231/2232, AI2219/2220, AI217/218 અને AI211/212 — રદ કરવામાં આવી છે. ઈન્ડિગોએ પણ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી કે પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી નેપાળ માટેની કોઈ ફ્લાઈટ ઓપરેટ નહીં થાય. મુસાફરોને ટિકિટ બદલવા અથવા રિફંડ માટે વેબસાઈટ પર વિકલ્પ ઉપલબ્ધ કરાવાયો છે.

ભારતના વિદેશ મંત્રાલયે (MEA) નેપાળમાં રહેલા ભારતીય નાગરિકો અને પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને સ્થાનિક અધિકારીઓના આદેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ, કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે: +977-980 860 2881 અને +977-981 032 6134, જેમાં માત્ર વોટ્સએપ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે.

નેપાળમાં ચાલી રહેલા આંદોલને રાજકીય તોફાન સર્જી દીધું છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપવા મજબૂર બન્યા હતા, જ્યારે અનેક મંત્રીઓએ પણ પોતાના પદ પરથી રાજીનામું જાહેર કર્યું હતું.

ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે ભભૂકેલા આ આંદોલનમાં પ્રદર્શનકારીઓએ સંસદને આગ ચાંપી હતી અને અનેક નેતાઓ પર હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં 20 યુવાનોના મોત થયા છે અને લગભગ 300 લોકો ઘાયલ થયા છે.

The post નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/nepal-unrest-flights-cancelled-helpline/feed/ 0
નેપાળમાં રાજકીય બળવો: ડેપ્યુટી PM બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર હુમલો https://www.gujaratinside.com/2025/09/09/nepal-protests-deputy-pm-attacked-pm-oli-resigns/ https://www.gujaratinside.com/2025/09/09/nepal-protests-deputy-pm-attacked-pm-oli-resigns/#respond Tue, 09 Sep 2025 10:14:42 +0000 https://www.gujaratinside.com/?p=18883 કાઠમંડુ: નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી PM અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર કાઠમંડુની ગલીમાં દોડાવી-દોડાવીને હુમલો કર્યો. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ભીડે તેમને ઘેરી લીધા બાદ એક પ્રદર્શનકારીએ લાત મારી, જેના કારણે તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ, ગુસ્સાયેલી ભીડે...

The post નેપાળમાં રાજકીય બળવો: ડેપ્યુટી PM બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર હુમલો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કાઠમંડુ: નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી PM અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર કાઠમંડુની ગલીમાં દોડાવી-દોડાવીને હુમલો કર્યો. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ભીડે તેમને ઘેરી લીધા બાદ એક પ્રદર્શનકારીએ લાત મારી, જેના કારણે તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ, ગુસ્સાયેલી ભીડે તેમને ખેંચી લઈ જતી નજરે પડી.

બિષ્ણુ પ્રસાદ પૌડેલ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (UML)ના ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ નેતા છે. તેઓ અનેક વખત કેન્દ્રમાં મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે. ત્રીજા દહલ કેબિનેટમાં તેમણે નાણા મંત્રાલય સાથે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ભૂતકાળમાં તેઓ ગૃહ, ઉદ્યોગ, જળ અને સંરક્ષણ મંત્રાલયના વડા પણ રહી ચૂક્યા છે.

આ વચ્ચે, પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીએ આર્મી ચીફ અશોક સિગ્ડેલના દબાણ બાદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સેનાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ઓલીએ સત્તા છોડ્યા વગર દેશમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ શકશે નહીં.

હાલ નેપાળમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. પ્રદર્શનકારીઓએ દેશભરમાં આગચંપી, લૂંટફાટ અને સરકારી મકાનો પર હુમલાની ઘટનાઓ સર્જી છે. અનેક મંત્રીઓના નિવાસસ્થાનોને નિશાન બનાવાયા છે. સ્થિતિ બેકાબૂ બનતાં સેનાએ મંત્રીઓને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે.

 

The post નેપાળમાં રાજકીય બળવો: ડેપ્યુટી PM બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર હુમલો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/nepal-protests-deputy-pm-attacked-pm-oli-resigns/feed/ 0