Nepal unrest Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nepal-unrest/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 04:19:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Nepal unrest Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nepal-unrest/ 32 32 નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ પર હુમલો અને લૂંટફાટ, 8 ઈજાગ્રસ્ત; તમામ યાત્રીઓને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવ્યા https://www.gujaratinside.com/2025/09/12/indian-pilgrims-bus-attack-nepal-airlifted-to-delhi/ https://www.gujaratinside.com/2025/09/12/indian-pilgrims-bus-attack-nepal-airlifted-to-delhi/#respond Fri, 12 Sep 2025 04:45:53 +0000 https://www.gujaratinside.com/?p=19191 કાઠમાંડુ નજીક ગુરુવારે (11 સપ્ટેમ્બર) ઉપદ્રવીઓએ ભારતીય યાત્રાળુઓથી ભરેલી બસ પર હુમલો કરી પથ્થરમારો કર્યો અને મુસાફરોના મોબાઈલ ફોન તથા કિંમતી વસ્તુઓ લૂંટી ભાગી ગયા હતા. ઘટનામાં ઓછામાં ઓછા 8 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં મોટા ભાગના યાત્રાળુઓ આંધ્રપ્રદેશના રહેવાસી હતા, જેઓ કાઠમાંડુમાં પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ભારત પરત ફરી રહ્યા...

The post નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ પર હુમલો અને લૂંટફાટ, 8 ઈજાગ્રસ્ત; તમામ યાત્રીઓને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કાઠમાંડુ નજીક ગુરુવારે (11 સપ્ટેમ્બર) ઉપદ્રવીઓએ ભારતીય યાત્રાળુઓથી ભરેલી બસ પર હુમલો કરી પથ્થરમારો કર્યો અને મુસાફરોના મોબાઈલ ફોન તથા કિંમતી વસ્તુઓ લૂંટી ભાગી ગયા હતા. ઘટનામાં ઓછામાં ઓછા 8 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં મોટા ભાગના યાત્રાળુઓ આંધ્રપ્રદેશના રહેવાસી હતા, જેઓ કાઠમાંડુમાં પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ભારત પરત ફરી રહ્યા હતા.

બસ ડ્રાઈવરે જણાવ્યું કે હુમલાના સમયે બસ યુપીના મહારાજગંજ નજીક સોનાલી સરહદ પર પહોંચી હતી અને ઉપદ્રવીઓએ બસના તમામ કાચ તોડી નાખ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ નેપાળી સેનાએ મુસાફરોને બચાવ્યા અને ભારતીય દૂતાવાસને જાણ કરવામાં આવી. બાદમાં તમામ યાત્રાળુઓને કાઠમાંડુથી એરલિફ્ટ કરી દિલ્હી મોકલવામાં આવ્યા.

સરહદી સુરક્ષામાં વધારો
નેપાળમાં વધતી અશાંતિને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના સરહદી જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતમાં ફસાયેલા નેપાળી નાગરિકોને ઓળખી ધીમે ધીમે પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ છે, જ્યારે કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસ પણ યાત્રાળુઓની પરત આવવાની વ્યવસ્થા કરી રહ્યું છે.

નેપાળી કેદીઓના ભાગવાના કિસ્સા
સૂત્રો મુજબ, નેપાળની જેલોમાંથી ભાગેલા લગભગ 60 શંકાસ્પદ કેદીઓને સશસ્ત્ર સરહદી દળ (SSB)એ ભારત-નેપાળ સરહદ પરથી ઝડપી લીધા છે. સરહદી સુરક્ષા વધારવામાં આવી છે અને દરેક શંકાસ્પદ પ્રવેશ પર નજર રાખવામાં આવી રહી છે.

 

The post નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ પર હુમલો અને લૂંટફાટ, 8 ઈજાગ્રસ્ત; તમામ યાત્રીઓને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/indian-pilgrims-bus-attack-nepal-airlifted-to-delhi/feed/ 0
નેપાળ હિંસા વચ્ચે કાઠમંડુ એરપોર્ટ ફરી શરૂ, મુસાફરોને નવી ફ્લાઇટ માહિતી માટે એરલાઇન્સનો સંપર્ક કરવા સૂચના https://www.gujaratinside.com/2025/09/10/kathmandu-airport-reopens-amid-nepal-violence/ https://www.gujaratinside.com/2025/09/10/kathmandu-airport-reopens-amid-nepal-violence/#respond Wed, 10 Sep 2025 16:29:13 +0000 https://www.gujaratinside.com/?p=19061 કાઠમંડુ:  નેપાળમાં હિંસક દેખાવોને કારણે એક દિવસ માટે બંધ કરાયેલું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે ફરી કાર્યરત થઈ ગયું છે. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટી (NCAA)એ જણાવ્યું કે સુરક્ષા સંબંધિત ઉચ્ચસ્તરીય બેઠક બાદ એરપોર્ટ ફરીથી ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NCAA દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે, “પ્રતિકૂલ પરિસ્થિતિઓને કારણે સ્થગિત કરાયેલી તમામ ફ્લાઇટ્સ...

The post નેપાળ હિંસા વચ્ચે કાઠમંડુ એરપોર્ટ ફરી શરૂ, મુસાફરોને નવી ફ્લાઇટ માહિતી માટે એરલાઇન્સનો સંપર્ક કરવા સૂચના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કાઠમંડુ:  નેપાળમાં હિંસક દેખાવોને કારણે એક દિવસ માટે બંધ કરાયેલું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે ફરી કાર્યરત થઈ ગયું છે. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટી (NCAA)એ જણાવ્યું કે સુરક્ષા સંબંધિત ઉચ્ચસ્તરીય બેઠક બાદ એરપોર્ટ ફરીથી ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

NCAA દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે, “પ્રતિકૂલ પરિસ્થિતિઓને કારણે સ્થગિત કરાયેલી તમામ ફ્લાઇટ્સ હવે ફરી શરૂ કરવામાં આવી રહી છે, જેનો નિર્ણય ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુરક્ષા સમિતિના નિર્દેશ મુજબ લેવાયો છે.” સાથે જ મુસાફરોને તેમની સંબંધિત એરલાઇન્સ સાથે સંપર્ક કરીને અપડેટેડ ફ્લાઇટ શેડ્યૂલ મેળવવા સૂચના આપવામાં આવી છે.

The post નેપાળ હિંસા વચ્ચે કાઠમંડુ એરપોર્ટ ફરી શરૂ, મુસાફરોને નવી ફ્લાઇટ માહિતી માટે એરલાઇન્સનો સંપર્ક કરવા સૂચના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/kathmandu-airport-reopens-amid-nepal-violence/feed/ 0
નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલા ગુજરાતીઓ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત સંપર્કમાં, પ્રવાસીઓને પરત લાવવા પ્રયાસ તેજ https://www.gujaratinside.com/2025/09/10/gujaratis-stranded-in-nepal-india-rescue-efforts/ https://www.gujaratinside.com/2025/09/10/gujaratis-stranded-in-nepal-india-rescue-efforts/#respond Wed, 10 Sep 2025 05:42:14 +0000 https://www.gujaratinside.com/?p=18983 નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા બાદ અનેક ભારતીય પ્રવાસીઓ મુશ્કેલીમાં ફસાયા છે, જેમાં ગુજરાતના પણ ઘણા લોકોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને કેન્દ્ર સરકાર દ્વારા ફસાયેલા પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા માટે જરૂરી તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે. ભાવનગર...

The post નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલા ગુજરાતીઓ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત સંપર્કમાં, પ્રવાસીઓને પરત લાવવા પ્રયાસ તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા બાદ અનેક ભારતીય પ્રવાસીઓ મુશ્કેલીમાં ફસાયા છે, જેમાં ગુજરાતના પણ ઘણા લોકોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને કેન્દ્ર સરકાર દ્વારા ફસાયેલા પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા માટે જરૂરી તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના નારીગામથી 43 શ્રદ્ધાળુઓ નેપાળ પ્રવાસે ગયા હતા અને હાલ તેઓ ત્યાં હોટેલમાં સુરક્ષિત છે. MLA જીતુ વાઘાણીએ તેમની સાથે વાત કરી તેમને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે, જ્યારે તંત્રે ઝડપથી મુશ્કેલીમાંથી બહાર લાવવાની ખાતરી આપી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) નેપાળની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. MEAએ નિવેદનમાં કહ્યું કે, “અમે નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને અનેક નિર્દોષ જીવ ગુમાવવાના બનાવથી દુઃખી છીએ. અમારી સંવેદના મૃતકોના પરિવારજનો સાથે છે અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.”

ભારતે આશા વ્યક્ત કરી છે કે નેપાળની પરિસ્થિતિ જલદી શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે. સાથે જ, નેપાળમાં રહેલા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓની માર્ગદર્શિકા અનુસરવા અપીલ કરવામાં આવી છે.

વિરોધ પ્રદર્શનોને કારણે કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર આશરે 400 જેટલા ભારતીય નાગરિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘણી ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

કેટલાક લોકોએ વીડિયો સંદેશ મોકલી જણાવ્યુ છે કે ઈમિગ્રેશન પૂર્ણ કર્યા બાદ એરલાઈન સ્ટાફ તેમને એરપોર્ટ પર છોડીને ચાલ્યા ગયા છે અને મદદ માટે કોઈ હાજર નથી. એરપોર્ટની બહાર અરાજકતા ફેલાઈ હોવાને કારણે ફસાયેલા ભારતીયોમાં ડરનો માહોલ છે.

 

The post નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલા ગુજરાતીઓ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત સંપર્કમાં, પ્રવાસીઓને પરત લાવવા પ્રયાસ તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/gujaratis-stranded-in-nepal-india-rescue-efforts/feed/ 0
નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર https://www.gujaratinside.com/2025/09/09/nepal-unrest-flights-cancelled-helpline/ https://www.gujaratinside.com/2025/09/09/nepal-unrest-flights-cancelled-helpline/#respond Tue, 09 Sep 2025 12:15:43 +0000 https://www.gujaratinside.com/?p=18909 નેપાળમાં ચાલી રહેલા હિંસક Gen Z આંદોલનને કારણે કાઠમંડુ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને ભારતની એર ઈન્ડિયા તેમજ ઈન્ડિગોએ દિલ્હી-કાઠમંડુ વચ્ચેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. દિલ્હીથી કાઠમંડુ જતી ચાર મુખ્ય ફ્લાઈટ્સ — AI2231/2232, AI2219/2220, AI217/218 અને...

The post નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં ચાલી રહેલા હિંસક Gen Z આંદોલનને કારણે કાઠમંડુ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને ભારતની એર ઈન્ડિયા તેમજ ઈન્ડિગોએ દિલ્હી-કાઠમંડુ વચ્ચેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

દિલ્હીથી કાઠમંડુ જતી ચાર મુખ્ય ફ્લાઈટ્સ — AI2231/2232, AI2219/2220, AI217/218 અને AI211/212 — રદ કરવામાં આવી છે. ઈન્ડિગોએ પણ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી કે પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી નેપાળ માટેની કોઈ ફ્લાઈટ ઓપરેટ નહીં થાય. મુસાફરોને ટિકિટ બદલવા અથવા રિફંડ માટે વેબસાઈટ પર વિકલ્પ ઉપલબ્ધ કરાવાયો છે.

ભારતના વિદેશ મંત્રાલયે (MEA) નેપાળમાં રહેલા ભારતીય નાગરિકો અને પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને સ્થાનિક અધિકારીઓના આદેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ, કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે: +977-980 860 2881 અને +977-981 032 6134, જેમાં માત્ર વોટ્સએપ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે.

નેપાળમાં ચાલી રહેલા આંદોલને રાજકીય તોફાન સર્જી દીધું છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપવા મજબૂર બન્યા હતા, જ્યારે અનેક મંત્રીઓએ પણ પોતાના પદ પરથી રાજીનામું જાહેર કર્યું હતું.

ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે ભભૂકેલા આ આંદોલનમાં પ્રદર્શનકારીઓએ સંસદને આગ ચાંપી હતી અને અનેક નેતાઓ પર હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં 20 યુવાનોના મોત થયા છે અને લગભગ 300 લોકો ઘાયલ થયા છે.

The post નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/nepal-unrest-flights-cancelled-helpline/feed/ 0
નેપાળમાં રાજકીય બળવો: ડેપ્યુટી PM બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર હુમલો https://www.gujaratinside.com/2025/09/09/nepal-protests-deputy-pm-attacked-pm-oli-resigns/ https://www.gujaratinside.com/2025/09/09/nepal-protests-deputy-pm-attacked-pm-oli-resigns/#respond Tue, 09 Sep 2025 10:14:42 +0000 https://www.gujaratinside.com/?p=18883 કાઠમંડુ: નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી PM અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર કાઠમંડુની ગલીમાં દોડાવી-દોડાવીને હુમલો કર્યો. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ભીડે તેમને ઘેરી લીધા બાદ એક પ્રદર્શનકારીએ લાત મારી, જેના કારણે તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ, ગુસ્સાયેલી ભીડે...

The post નેપાળમાં રાજકીય બળવો: ડેપ્યુટી PM બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર હુમલો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કાઠમંડુ: નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી PM અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર કાઠમંડુની ગલીમાં દોડાવી-દોડાવીને હુમલો કર્યો. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ભીડે તેમને ઘેરી લીધા બાદ એક પ્રદર્શનકારીએ લાત મારી, જેના કારણે તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ, ગુસ્સાયેલી ભીડે તેમને ખેંચી લઈ જતી નજરે પડી.

બિષ્ણુ પ્રસાદ પૌડેલ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (UML)ના ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ નેતા છે. તેઓ અનેક વખત કેન્દ્રમાં મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે. ત્રીજા દહલ કેબિનેટમાં તેમણે નાણા મંત્રાલય સાથે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ભૂતકાળમાં તેઓ ગૃહ, ઉદ્યોગ, જળ અને સંરક્ષણ મંત્રાલયના વડા પણ રહી ચૂક્યા છે.

આ વચ્ચે, પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીએ આર્મી ચીફ અશોક સિગ્ડેલના દબાણ બાદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સેનાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ઓલીએ સત્તા છોડ્યા વગર દેશમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ શકશે નહીં.

હાલ નેપાળમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. પ્રદર્શનકારીઓએ દેશભરમાં આગચંપી, લૂંટફાટ અને સરકારી મકાનો પર હુમલાની ઘટનાઓ સર્જી છે. અનેક મંત્રીઓના નિવાસસ્થાનોને નિશાન બનાવાયા છે. સ્થિતિ બેકાબૂ બનતાં સેનાએ મંત્રીઓને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે.

 

The post નેપાળમાં રાજકીય બળવો: ડેપ્યુટી PM બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર હુમલો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/nepal-protests-deputy-pm-attacked-pm-oli-resigns/feed/ 0