Rajya Sabha Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rajya-sabha/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 15:31:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Rajya Sabha Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rajya-sabha/ 32 32 ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ખેલ: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા, વિપક્ષમાં ક્રોસ વોટિંગથી હલચલ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cross-voting-cp-radhakrishnan-win/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cross-voting-cp-radhakrishnan-win/#respond Tue, 09 Sep 2025 16:25:05 +0000 https://www.gujaratinside.com/?p=18944 ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ એ સ્પષ્ટ થયું કે NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. કુલ 767 મતોમાંથી રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. 15 મત અમાન્ય જાહેર થયા હતા. આ પરિણામ સાથે જ રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ખેલ: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા, વિપક્ષમાં ક્રોસ વોટિંગથી હલચલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ એ સ્પષ્ટ થયું કે NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. કુલ 767 મતોમાંથી રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. 15 મત અમાન્ય જાહેર થયા હતા. આ પરિણામ સાથે જ રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે 12 સપ્ટેમ્બરે શપથ લેશે.

ચૂંટણીનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો ક્રોસ વોટિંગ રહ્યો હતો. કોંગ્રેસના મહાસચિવે દાવો કર્યો હતો કે ઇન્ડિયા બ્લોક પાસે 315 મત છે, પરંતુ પરિણામમાં 14-15 વિપક્ષી સાંસદોએ NDAની તરફેણમાં મત આપ્યો હોવાનું સામે આવ્યું.

NDAને કાગળ પર 427 સાંસદોનો ટેકો હતો, ઉપરાંત YSRCPના 11 સાંસદોએ પણ મત આપ્યો હતો. છતાં NDA ઉમેદવારને અપેક્ષા કરતાં 14 વધુ મત મળ્યા, જેનાથી ક્રોસ વોટિંગની અટકળો મજબૂત બની.

બીજી બાજુ, BJD, BRS, SAD સહિત 13 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

આ પરિણામે વિપક્ષની વ્યૂહરચના પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા બ્લોક માટે આ એક મહત્વની કસોટી ગણાઈ રહી હતી, જેમાં અપેક્ષિત સમર્થન મળ્યું નહીં.

વિપક્ષી ઉમેદવાર જસ્ટિસ સુદર્શન રેડ્ડીએ હાર સ્વીકારીને જણાવ્યું કે સાંસદોએ લોકશાહી પ્રક્રિયા દ્વારા પોતાનો નિર્ણય આપ્યો છે અને તે પોતે આ પરિણામને સ્વીકાર કરે છે.

તેમણે કહ્યું કે આ યાત્રા તેમના માટે ગૌરવની ક્ષણ હતી અને બંધારણીય નૈતિકતા, ન્યાય અને ગૌરવ માટે ઊભા રહેવાનો મોકો હતો. તેમણે વધુ જોશ સાથે વૈચારિક સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને તેમને સમર્થન આપનાર તમામ નેતાઓનો આભાર માન્યો.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ખેલ: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા, વિપક્ષમાં ક્રોસ વોટિંગથી હલચલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cross-voting-cp-radhakrishnan-win/feed/ 0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/#respond Tue, 09 Sep 2025 05:58:54 +0000 https://www.gujaratinside.com/?p=18840 ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDA સાંસદોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. બેઠકમાં સાંસદોને મતદાન પ્રક્રિયા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલા NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ સ્થિત શ્રી રામ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ચૂંટણી ભારતીય રાષ્ટ્રવાદ માટે મોટી જીત સાબિત થશે. અમે બધા એક છીએ અને એક રહીશું. અમારી ઇચ્છા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા છે.”

આ ચૂંટણીમાં બિજૂ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને શિરોમણી અકાલી દળે મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, પંજાબના સ્વતંત્ર સાંસદો સરબજીત સિંહ ખાલસા (ફરીદકોટ) અને અમૃતપાલ સિંહ (ખડૂર સાહિબ) એ પણ મતદાનનો બહિષ્કાર જાહેર કર્યો છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી અંગે જણાવ્યું કે, “આ મત અંતરાત્મા પર આધારિત છે. ભાજપ લોકોનો ઉપયોગ કરીને પછી તેમને બરબાદ કરે છે. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ એવું જ બન્યું હતું. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.”

લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સાંસદોને મતદાનનો અધિકાર છે, જેમાં જીત માટે 392 મત જરૂરી છે. હાલની સંખ્યાબળની સ્થિતિ જોતા NDA પાસે 425 સાંસદોનું સમર્થન છે (લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132). એટલે કે, નંબરગેમમાં NDAની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ https://www.gujaratinside.com/2025/08/10/india-alliance-vice-president-election-preparations-2025/ https://www.gujaratinside.com/2025/08/10/india-alliance-vice-president-election-preparations-2025/#respond Sun, 10 Aug 2025 14:53:07 +0000 https://www.gujaratinside.com/?p=16084 દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવનારી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, અને તેના માટે શાસક પક્ષ તથા વિપક્ષ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર પસંદ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે, જેથી એક સંયુક્ત ઉમેદવારના નામ પર સર્વસંમતિ બની શકે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવનારી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, અને તેના માટે શાસક પક્ષ તથા વિપક્ષ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર પસંદ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે, જેથી એક સંયુક્ત ઉમેદવારના નામ પર સર્વસંમતિ બની શકે.

મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે પરિણામ અંગે ચિંતા કર્યા વિના વિપક્ષોએ ચૂંટણી લડવી જોઈએ અને એક મજબૂત રાજકીય સંદેશ આપવો જોઈએ. તેઓના જણાવ્યા મુજબ હજી કોઈ નામ નક્કી થયું નથી, પણ સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા-વિચારણા ચાલી રહી છે.

કોંગ્રેસ સૂત્રો અનુસાર, ગઠબંધનના મોટા ભાગના સાથી પક્ષો સંયુક્ત ઉમેદવાર ઉતારવા માટે સંમત છે. જોકે કેટલાક નેતાઓ માને છે કે પહેલા ભાજપ પોતાનો ઉમેદવાર જાહેર કરે, ત્યારબાદ INDIA ગઠબંધન પોતાની સામે ઉમેદવાર જાહેર કરે.

હાલના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ 21 જુલાઈ, 2025ના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આના પગલે 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સભ્યો (ચૂંટાયેલા અને નિયુક્ત બંને) ચૂંટણીમાં મતદાન કરશે. ઉમેદવારને જીત માટે ઓછામાં ઓછા 391 મતોની જરૂર રહેશે.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/10/india-alliance-vice-president-election-preparations-2025/feed/ 0
જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર, વડાપ્રધાન મોદીએ પણ વ્યક્ત કરી પ્રતિક્રિયા https://www.gujaratinside.com/2025/07/22/jagdeep-dhankhar-resignation-accepted-president-pm-reaction/ https://www.gujaratinside.com/2025/07/22/jagdeep-dhankhar-resignation-accepted-president-pm-reaction/#respond Tue, 22 Jul 2025 08:43:17 +0000 https://www.gujaratinside.com/?p=15084 ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને રાજકીય સરગર્મી ઊભી કરી છે. તેમણે સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યાનું કારણ આપ્યું છે. આજે 22 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને ગૃહ મંત્રાલયને આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યું છે. આગામી સમયમાં આ સંબંધિત નોટિફિકેશન જાહેર થવાની શક્યતા...

The post જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર, વડાપ્રધાન મોદીએ પણ વ્યક્ત કરી પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને રાજકીય સરગર્મી ઊભી કરી છે. તેમણે સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યાનું કારણ આપ્યું છે. આજે 22 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને ગૃહ મંત્રાલયને આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યું છે. આગામી સમયમાં આ સંબંધિત નોટિફિકેશન જાહેર થવાની શક્યતા છે.

આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક્સ’ પર પોસ્ટ કરીને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી અને દેશ માટે તેમની સેવાની પ્રશંસા કરી હતી. પદનો પૂર્ણ કાર્યકાળ પૂરાં કર્યા વિના રાજીનામું આપનાર ધનખડ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તેમના પૂર્વવર્તી વીવી ગિરી અને ભૈરવસિંહ શેખાવત પણ કાર્યકાળ દરમિયાન રાજીનામું આપી ચૂક્યા છે.

સૂત્રો અનુસાર, સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે થયેલી તીખી ચર્ચાઓ બાદ ઉપરાષ્ટ્રપતિ ધનખડે બધા પક્ષોને ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે, ભાજપના શિર્ષ નેતાઓ નડ્ડા અને કિરેન રિજિજૂ આ બેઠકમાં હાજર રહ્યા નહોતા. ત્યારબાદ મોડી સાંજે ધનખડે પોતાના સ્વાસ્થ્યનું કારણ આપીને રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપના વલણથી નારાજ હતા.

The post જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર, વડાપ્રધાન મોદીએ પણ વ્યક્ત કરી પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/jagdeep-dhankhar-resignation-accepted-president-pm-reaction/feed/ 0
આરોગ્યનું કારણ કે રાજકીય દબાણ? જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર રાજકીય ચર્ચા ગરમ https://www.gujaratinside.com/2025/07/22/jagdeep-dhankhar-resignation-controversy/ https://www.gujaratinside.com/2025/07/22/jagdeep-dhankhar-resignation-controversy/#respond Tue, 22 Jul 2025 03:30:04 +0000 https://www.gujaratinside.com/?p=15070 ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું ચોમાસું સત્ર શરૂ થતાં જ બીજા દિવસે આવ્યું છે, જ્યારે પ્રથમ દિવસે તેઓ સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળ્યા હતા. રાજીનામાની પાછળ આરોગ્યનું કારણ આપ્યું છે, પણ આ દાવા પર વિપક્ષ અને રાજકીય પંડિતોએ શંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસે...

The post આરોગ્યનું કારણ કે રાજકીય દબાણ? જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર રાજકીય ચર્ચા ગરમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું ચોમાસું સત્ર શરૂ થતાં જ બીજા દિવસે આવ્યું છે, જ્યારે પ્રથમ દિવસે તેઓ સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળ્યા હતા. રાજીનામાની પાછળ આરોગ્યનું કારણ આપ્યું છે, પણ આ દાવા પર વિપક્ષ અને રાજકીય પંડિતોએ શંકા વ્યક્ત કરી છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે ધનખડ સંપૂર્ણ સ્વસ્થ હતા અને તેમણે રાજીનામાની ઘોષણાની સાંજના સમયે પણ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. અખિલેશ પ્રસાદ સિંહ, પ્રમોદ તિવારી અને જયરામ રમેશે ધનખડ સાથે મુલાકાત અને ફોન પર વાતચીતની વિગતો આપી છે. જયરામ રમેશે તો સ્પષ્ટપણે કહ્યું કે સાંજે 5 વાગ્યે મુલાકાત થયા બાદ 7:30 વાગે ફોન પર પણ ચર્ચા થઈ હતી, જેમાં કોઈ તબિયત બગડવાની વાત નહોતી.

ઉલ્લેખનીય છે કે ધનખડનો 23 જુલાઈનો જયપુર પ્રવાસ પહેલેથી નક્કી હતો, જેને હવે રદ કરાયો છે. આથી રાજીનામાનું સમયચક્ર પણ શંકાસ્પદ બની રહ્યું છે. જો ખરેખર તબિયત ખરાબ હતી તો સત્ર શરૂ થાય એ પહેલાં રાજીનામું આપવું શક્ય હતું.

આમાંથી આશંકા ઉઠી રહી છે કે શું જગદીપ ધનખડ અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ અંદરખાને મતભેદ હતા? કે પછી રાજ્યસભાની અધ્યક્ષતામાં થઈ રહેલા નિર્ણયો મુદ્દે મતભેદ ઊભા થયા હતા?

ભારતીય બંધારણ અનુસાર, આગામી 60 દિવસમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજવી પડશે. તે સુધી રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ સંભાળશે.

The post આરોગ્યનું કારણ કે રાજકીય દબાણ? જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર રાજકીય ચર્ચા ગરમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/jagdeep-dhankhar-resignation-controversy/feed/ 0