અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા બાદ ચાર દિવસની અંદર એર ઈન્ડિયાના કુલ 112 પાયલટ મેડિકલ લીવ પર ગયા હતા. નાગરિક ઉડ્ડયનના રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે 51 કમાન્ડર અને 61 ફ્લાઈટ ઓફિસર્સનું માનસિક સ્વાસ્થ્ય દુર્ઘટના બાદ ખરાબ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે,...
Month: July 2025
ટ્રમ્પે અમેરિકાની ટેક કંપનીઓને ચેતવણી આપી: ભારતમાંથી હાયરિંગ બંધ કરો, અમેરિકન ટેલેન્ટને પ્રાધાન્ય આપો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં યોજાયેલી AI સમિટ દરમિયાન ટેક ઉદ્યોગની ટોચની વૈશ્વિક કંપનીઓને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ટેક કંપનીઓ ભારતીય સહિત અન્ય દેશોના કર્મચારીઓને ભરતી કરવાને બદલે અમેરિકન ટેલેન્ટને વધુ મહત્ત્વ આપે. આ ચેતવણી ખાસ કરીને Google, Microsoft, Meta જેવી ટેક જાયન્ટ્સ માટે હતી. ટ્રમ્પે AI...
ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ માટે બ્રિટનની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે લંડનમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન મોદીએ...
કંબોડિયામાં ડિજિટલ અરેસ્ટ ગેંગ પર સકંજો: 105 ભારતીય સહિત 3,075ની ધરપકડ
કંબોડિયામાં ચાલતા ડિજિટલ અરેસ્ટ સ્કેમના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે કંબોડિયા સરકારે છેલ્લા 15 દિવસમાં સમગ્ર દેશમાં દરોડા પાડ્યા હતા. આ દરોડાઓમાં કુલ 3,075 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 105 ભારતીય નાગરિકો પણ સામેલ છે....
સંસદની કાર્યવાહી ઠપ: 3 દિવસમાં પ્રજાના 23 કરોડ રૂપિયા પર પાણી!
દેશની સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી શરૂ થયું છે, પરંતુ સતત ત્રણ દિવસ સુધી કોઈ મહત્વપૂર્ણ કામકાજ ન થઈ શક્યું. વિપક્ષે ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલો અને ટ્રમ્પના નિવેદનો જેવા મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો. પરિણામે સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી છે. PRS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંસદની એક મિનિટની કાર્યવાહીનો ખર્ચ અંદાજે ₹2.5 લાખ...
ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસનો પર્દાફાશ: અસ્તિત્વમાં જ ન હોય એવા દેશોનો ‘રાજદૂત’ બન્યો ભેજાબાજ હર્ષવર્ધન!
ગાઝિયાબાદમાં એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હર્ષવર્ધન જૈન નામના ભેજાબાજએ નકલી દૂતાવાસ ચલાવતા પકડાયો છે. આરોપી પોતાને પશ્ચિમ આર્ટિકા, પૌલ્વિયા, લાડેનિયા અને સેબોરગા જેવા અસ્તિત્વમાં ન હોય એવા દેશોનો રાજદૂત જાહેર કરતો હતો. તેની દફતરમાં તેણે પીએમ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સાથેના મોર્ફ કરેલા ફોટા પણ લગાડ્યા હતા....
ઇરાદાપૂર્વક લોન ન ચુકવનારા 1600 કરતાં વધુ ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ દબાવ્યા
ભારતીય બેન્કો પર લોનનું ભારણ સતત વધતું જઈ રહ્યું છે અને તેની સાથે લોન લીધા બાદ તે રકમ ન ચૂકવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. આર્થિક રીતે સક્ષમ હોવા છતા લોન ન ચૂકવનારાઓને “વિલફુલ ડિફોલ્ટર્સ” તરીકે ઓળખવામાં આવે છે. સંસદમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે 31 માર્ચ 2025 સુધી પબ્લિક સેક્ટર બેન્કોએ...
24 જુલાઈ 2025નું દૈનિક રાશિ ભવિષ્ય
મેષ: આજે કામમાં અવરોધો આવી શકે છે. જેમ જેમ સમય પસાર થશે તેમ અણપેક્ષિત વિઘ્નો ઊભા થઈ શકે છે. શાંતિ અને ધીરજથી કામ લેવું જરૂરી છે. વૃષભ: દિવસ વધુ સહેલું બની શકે છે. ભાઈભાંડુઓનો સહકાર મળવાથી ધંધામાં ફાયદો થવાની શક્યતા છે. મિથુન: આજે ધીરે ધીરે પરિસ્થિતિ તમારા પક્ષમાં થાય તેવી સંભાવના છે. ખર્ચાળ દોડધામ સાથેના...
“ભારતે સહાય ન કરી હોત તો માલદીવ નાદાર થઈ ગયો હોત”: માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદનો મોટો ખુલાસો
ભારત અને માલદીવ વચ્ચે દાયકાઓ જૂના સારા સંબંધો ફરી મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25થી 26 જુલાઈ દરમિયાન માલદીવની યાત્રા પર જશે, જ્યાં તેઓ દેશની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ પર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ યાત્રા પૂર્વે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારતની સહાય માટે ઋણસ્વીકાર વ્યક્ત કરતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું...
ચોથી ટેસ્ટ દરમિયાન રિષભ પંતને ગંભીર ઈજા, લોહી વહેવાથી એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવાયા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમ માટે એક મોટો આંચકો જોવા મળ્યો. ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ઈજા થતાં તેમને મેદાન છોડવું પડ્યું હતું. ઘટના મેચની 68મી ઓવરમાં બની હતી, જયારે પંત ઇંગ્લેન્ડના ઝડપી ગેંદબાજ ક્રિસ વોક્સ સામે બેટિંગ કરી રહ્યા હતા. વોક્સની યોર્કર બોલ પર પંતે...









