સુરતના પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઈલ મિલમાં સોમવાર સાંજના સમયે ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. કાર્ય દરમિયાન બોઈલરનું ડ્રમ ફાટી જતાં મિલમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું સામે આવ્યું છે.
ડ્રમ ફાટતાની સાથે જ મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગર પાલિકા બારડોલી ફાયર વિભાગની ટીમ અને 8થી 10 ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને કેટલાક શ્રમિકોને મિલમાંથી બહાર કાઢવાની કામગીરી હાલ પણ ચાલુ છે.
દુર્ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, બોઈલરમાં પ્રેશર વધતા વિસ્ફોટ થયો હોવાની શક્યતા છે. સત્તાવાર રીતે વધુ વિગતો માટે રાહ જોવામાં આવી રહી છે.

Leave a Reply