અભિષેક શર્મા બનશે T20 વર્લ્ડ કપનો અસલી ‘કિંગ’? રિકી પોન્ટિંગે કરી મોટી ભવિષ્યવાણી!

Home » Latest Update » અભિષેક શર્મા બનશે T20 વર્લ્ડ કપનો અસલી ‘કિંગ’? રિકી પોન્ટિંગે કરી મોટી ભવિષ્યવાણી!
અભિષેક-શર્મા-બનશે-t20-વર્લ્ડ-કપનો-અસલી-‘કિંગ’?-રિકી-પોન્ટિંગે-કરી-મોટી-ભવિષ્યવાણી!

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News

Google News

Abhishek Sharma

T20 World Cup 2026: ભારતીય ટીમના યુવા બેટર અભિષેક શર્મા તેની તૂફાની બેટિંગના કારણે બધાની નજરમાં છવાયો છે. અભિષેક બોલરો માટે ભયનું નામ બની ગયો છે. આમ, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ પણ અભિષેકના વખાણ કર્યા હતા. પોન્ટિંગે કહ્યું કે, “અભિષેક T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ થઈ શકે છે.”

ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાતો T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન રમાશે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે અને ટાઇટલ જીતવાની કોશિશ કરશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમને તેના ટાઇટલને બચાવવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે અને જેનું એક મોટું કારણ અભિષેક શર્માનો તૂફાની અંદાજ પણ છે.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોટિંગે શું કહ્યુ?

પોન્ટિંગે કહ્યું કે, “ICCની ગ્લોબલ ટુર્નામેન્ટમાં અભિષેકનો આ પહેલો અનુભવ થશે, પરંતુ તેનાથી તેને ફાયદો થશે.” ICC રિવ્યૂમાં પોન્ટિંગે કહ્યું કે, “અભિષેક એક સ્ટાર બેટર છે. મને લાગે છે કે, તેનું બિનઅનુભવી ભારત માટે પોઝિટિવ વાત છે. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ થઈ શકે છે.”

આ પણ વાંચો: પાકિસ્તાનને ભારે પડશે બૉયકોટનો ડ્રામા! હવે એક્શન લેવાની તૈયારીમાં ICC: રિપોર્ટ

નંબર-વન બેટ્સમેન અભિષેક

અભિષેક હાલમાં T20 ક્રિકેટમાં નંબર-વન બેટ્સમેન છે. તેણે ગયા વર્ષે ઝિમ્બાબ્વેમાં હરારેના ખેલાડી સામે ડેબ્યૂ કર્યું હતું અને બીજી જ મેચમાં સદી ફટકારી હતી. આ તેની પહેલી ICC ટુર્નામેન્ટ હશે. જો તે આગળ વધશે તો તેની પાસે રનનો પ્રવાહ ચોક્કસ આવશે. ભારત પાસે સંજુ સેમસન, ઇશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહ પણ છે, જેઓ સારુ એવુ પ્રદર્શન કરશે.

Leave a Reply

Your email address will not be published.